6 સપ્ટેમ્બરનું રાશિફળ:રવિવારે મેષ રાશિમાં ચંદ્ર અને મંગળ વિરાજમાન થશે, જાતકોએ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

6 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી રાશિમાં ચંદ્ર, મંગળ વિરાજમાન થઇને રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. તમે તમારી અંદર અદભૂત ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે સમય ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. ક્યારેક-ક્યારેક વધારે રોક-ટોકના કારણે ઘરના સભ્યો પરેશાન થઇ શકે છે. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં એકવાર ફરી વિચાર કરવો અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- મશીન, કારખાના વગેરે સાથે સંબંધિત વ્યવસાય માટે લાભદાયક પરિસ્થિતિઓ બનેલી છે.

લવઃ- પરિવારની દેખરેખમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય મિત્રો સાથે હરવા-ફરવા અને મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્ર ચિંત્ત રહેશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે હોવાના કારણે ધનની ખોટ પડશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા આવે તેની સંભાવના ઓછી છે. મોજ-મસ્તીના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- ઉચ્ચઅધિકારી તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવા તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- તમારા અટવાયેલાં કામ પૂરા કરવામાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પડી જવાથી કે ઈજા પહોંચવાથી શરીરના કોઇ ભાગમાં સોજો આવી શકે છે.

--------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અત્યાર સુધી તમારી કાર્યશૈલીમાં પરિવર્તન સંબંધિત જે યોજનાઓ ચાલી રહી હતી, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. આજે તમે તમારા કામોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇ નાની વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે. થોડી સમજદારી દ્વારા જલ્દી જ ગેરસમજ દૂર થઇ જશે. ખર્ચ વધારે રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં તણાવમાંથી મુક્તિ મળી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર અને વ્યવસાય બંને જગ્યાએ સારો તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા મધુર વાણીના પ્રભાવથી સામાજિક અને પારિવારિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારા સંપર્ક થોડાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે વધારે ઘનિષ્ઠ થશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક સભ્યો સાથે સમય પસાર કરવો તમારી જવાબદારી છે. વિદેશી મામલે હાલ રૂપિયાનું રોકાણ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- અવ્યવસ્થિત ખાનપાનના કારણે ગેસ અને અપચાની સ્થિતિ રહેશે.

--------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સિંહ રાશિના લોકો માટે ભાગ્ય અને ગ્રહ સ્થિતિ સારા સમયનું નિર્માણ કરશે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- પ્રોપર્ટીની ખરીદી સંબંધિત કાર્યો ખૂબ જ સાવધાની સાથે કરો. કેમ કે, કોઇ પ્રકારનું નુકસાન થવાની આશંકા બની રહી છે. ખોટાં કાર્યોમાં રૂપિયા પણ ખર્ચ થશે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત વ્યવસાયમાં કોઇ પ્રકારનું નુકસાન થઇ શકે છે.

લવઃ- તમારા અહંકારના કારણે જીવનસાથી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વારસાગત સંપત્તિ તથા વસીયત સાથે જોડાયેલાં મામલાઓ આજે ઉકેલાઇ શકે છે, એટલે કોશિશ કરતાં રહો. આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં રહેશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમય તમારા વ્યવહારમાં અકારણ જ ગુસ્સા જેવી સ્થિતિ રહેશે. તમારી બધી યોજનાઓને ગુપ્ત જ રાખો. નહીંતર કોઇ નજીકના વ્યક્તિ જ તમારી યોજનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને સોહાર્દપૂર્ણ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે અકારણ જ તણાવ રહેશે.

--------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ સમજી-વિચારીને નિર્ણય લેવો વ્યસ્થાને યોગ્ય રીતે જાળવી રાખશે. આ સમયે આર્થિક સ્થિતિઓ ખૂબ જ સારી જળવાયેલી રહેશે. આ સમયે સમયનો સદુપયોગ કરો.

નેગેટિવઃ- ક્યારેક કામ વધારે હોવાના કારણે ચિડીયાપણું આવી શકે છે. તમારા કોઇ નજીકના સંબંધીના કારણે તમને ધનહાનિ થઇ શકે છે. એટલે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમારી એકાગ્રતા વાતાવરણને સારું જાળવી રાખશે.

લવઃ- ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવના કાણે માથાનો દુખાવો થશે.

--------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તમારા વિરોધીઓ પરાજિત થશે. સ્પર્ધા સંબંધિત મામલે તમને સફળતા પ્રાપ્ત થશે. રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલ કોઇ વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કાકાના ભાઇ-બહેન સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- સરકારી કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયમાં કાર્યોને પૂક્ણ કરવામાં તમારી નીતિ સફળ રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને વધારે મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા વધી શકે છે.

--------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી આધ્યાત્મિક ગતિવિધિઓ સાથે જોડાવાના કારણે તમારા સ્વભાવમાં ફેરફાર આવ્યો છે. દરેક કામને સહજ રીતે કરવાની જગ્યાએ તમારા કામ સુગમતાથી બનશે.

નેગેટિવઃ- ઉતાવળ કરવી અને કામ સમયે પૂર્ણ ન થવાના કારણે તમારા સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે. આ સમયે તમારે તમારા સ્વભાવ ઉપર કંટ્રોલ કરવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરના સુધાર અથવા સમારકામ સંબંધિત થોડી યોજનાઓ બનશે. જો વાસ્તુ નિયમોનું પાલન કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરવું તમારા કાર્યને વધારે સુગમ જાળવી રાખશે.

નેગેટિવઃ- ક્યારેક ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે તમે કઠોર નિર્ણય પણ લઇ શકો છો. જેના કારણે ઘરમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની જગ્યાએ મોજ-મસ્તીમાં ધ્યાન વધારે રાખશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને હાલ સ્થગિત રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- હ્રદય સાથે સંબંધિત પરેશાની જેમ કે, કફ, ઉધરસ વગેરે થશે.

--------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોટાભાગે સામાજિક તથા બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. ભાઇઓ સાથે સારા સંબંધ તમારા માટે દરેક પ્રકારથી ઉન્નતિદાયક રહેશે. અચાનક કોઇ મહત્ત્વપૂર્ણ કામ બનવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- પ્રોપર્ટી સાથે સંબંધિત કોઇ મામલે વિવાદ થઇ શકે છે. જેના કારણે પોલીસ વગેરેની દખલ થાય તેવી આશંકા છે. તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે.વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિથી સમય ધનદાયક રહેશે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે જીવનસાથી અને પરિવારને યોગ્ય સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આર્થિર સ્થિતિ સારી જળવાયેલી રહેશે. યુવા વર્ગને પહેલી આવક મળવાના કારણે ખૂબ જ વધારે પ્રસન્નતા રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉન્નતિદાયક સમય રહેશે. એટલે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવું.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સામાં આવીને તમારી વાણી કટુ થઇ શકે છે. જેની નકારાત્મક અસર તમારા બાળકો ઉપર પડશે. ઘરના અનુભવી વ્યક્તિની સલાહ ઉપર અમલ ન કરીને તમે તમારું જ નુકસાન કરાવી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ નફો આપી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે પેટમાં ગરમી અને એસિડિટીની ફરિયાદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...