6 નવેમ્બરનું રાશિફળ:શુક્રવારે આ જાતકોએ પોઝિટિવ રહેવાની કોશિશ કરવી, લાભદાયક ગ્રહ ગોચર ધનને લગતી સમસ્યાઓ દૂર કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારના રોજ 2 મોટા શુભ યોગ બની રહ્યા છે, કુંભ સહિત સાત રાશિ માટે દિવસ શુભ રહેશે
  • મકર સહિત 5 રાશિ પર ગ્રહ-નક્ષત્રની મધ્યમ અસર, લેવડ-દેવડમાં સંભાળવું

છ નવેમ્બર, શુક્રવારના રોજ સાધ્ય નામનો શુભ યોગ આખો દિવસ રહેશે. આ સાથે જ ચંદ્રમા પર ગુરુ તથા મંગળની દૃષ્ટિ રહેશે. આ કારણે ઘણા જાતકોને ગજકેસરી તથા મહાલક્ષ્મી યોગનું ફળ મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન, કુંભ તથા મીન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ સાત રાશિના જાતકોની મુશ્કેલીઓ ઓછી થશે. અટકાયેલા પૈસા પરત મળવાના યોગ છે. આ ઉપરાંત મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક તથા મકર રાશિના જાતકો પર મધ્યમ અસર રહેશે. આ પાંચ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું.

6 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જો કોઇ સ્થાન પરિવર્તન કરવાનો વિચાર બનાવી રહ્યા છો તો સમય ઉત્તમ છે. આ સમયે ગ્રહસ્થિતિ તથા ભાગ્ય તમારા પક્ષમાં સારા યોગ બનાવી રહ્યું છે. તમારે પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવો તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- તમારું વધારે સ્વાર્થી હોવું પણ તમને તમારા જ નજીકના લોકોથી દૂર કરી શકે છે, એટલે તમારા સંબંધોને પણ સંભાળીને રાખવાની જરૂરિયાત છે. આ સમયે કોઇપણ પ્રકારની રૂપિયાની લેવડ-દેવડ કરતી વખતે વધારે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- મશીન અને લોખંડ સાથે સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે.

લવઃ- પ્રેમ સંબંધોથી દૂર રહો, તમારી સાથે કોઇ પ્રકારની દગાબાજી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે ખૂબ જ મનોરંજન તથા મસ્તીના મૂડમાં રહેશો. મનમાં અનેક યોજનાઓ બનશે. નજીકના મિત્રોના સહયોગથી તમારાં કામ સફળ પણ થશે, સાથે જ અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારી જીદન કારણે ઘરમાં તણાવ રહેશે, સાથે જ ઘરના કોઇ વડીલ વ્યક્તિની આજ્ઞા વિરુદ્ધ કામ કરવું તે લોકોને નિરાશ કરી શકે છે. આ સમયે ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કોઇપણ કામ કરતાં પહેલાં કોઇ અનુભવી વ્યક્તિ કે ઘરના વડીલોની સલાહ લો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક કામ કરવાને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પોતાના વ્યક્તિત્વને નિખારવા તથા પર્સનલ કામમાં જ રહેશે. ઘરમાં નવી કીમતી વસ્તુઓની ખરીદદારી પણ સંભવ છે. તમે સંપૂર્ણ જોશ અને ઊર્જા સાથે તમારા મોટા ભાગનાં કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- બાળકો તરફથી કોઇ પ્રકારની ચિંતા રહેશે. આ સમયે તેમના મિત્રો તથા ગતિવિધિઓ પર નજર રાખવું જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પણ વધારે રહી શકે છે, જેનાથી આર્થિક સમસ્યા પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યને વ્યવસ્થિત રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

લવઃ- તમારા મનમોજી સ્વભાવને કારણે જીવનસાથીને કોઇ ઠેસ પહોંચી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંદામાં દુખાવો તથા મનોબળમાં થોડો ઘટાડો આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ભાગ્ય અને સમય તમારા પક્ષમાં છે, તેનો ભરપૂર ફાયદો ઉઠાવો. કોઇપણ નીતિ અપનાવીને તમારું કામ કરાવી શકવામાં તમે સક્ષમ રહેશો. તમે તમારી ઊર્જા અને આત્મવિશ્વાસથી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઇ નકારાત્મક પ્રવૃત્તિની વ્યક્તિને કારણે ઘરનું વાતાવરણ થોડું દૂષિત રહી શકે છે, એટલે પારિવારિક મામલે કોઇની દખલ થવા દેશો નહીં. વિદ્યાર્થીઓ આ સમયે તેમના અભ્યાસથી કંટાળી ગયા છે.

વ્યવસાયઃ- આ સમયે કારોબારી સ્થિતિની ગતિ ધીમી રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- લિવરને લગતી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારો મોટા ભાગનો સમય બહારના કામમાં પસાર થશે. વિદ્યાર્થીઓને પણ તેમની સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી વ્યવસ્થિત કાર્ય પ્રણાલી અને દિનચર્યા તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ અને ઊર્જાવાન જાળવી રાખશે.

નેગેટિવઃ- અપરિચિત અથવા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું અંતર જાળવી રાખો, કેમ કે તેના કારણે તમને ધનને લગતું નુકસાન થઇ શકે છે. આ સમયે અતિ આત્મવિશ્વાસની સ્થિતિ પણ તમારા બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનકથી જ તમને કોઇ કામ પૂર્ણ થવાથી રાહત મળશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે અહંકારના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ચામડીને લગતી મુશ્કેલી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો કોઇ પ્રોપર્ટીને લગતો પારિવારિક મામલો ચાલી રહ્યો છે તો આજે તેને ખૂબ જ સરળતાથી ઉકેલી શકાશે, પોઝિટિવ રીતે તે અંગે કામ આગળ વધારો. તમારી યોજનાઓને ગતિ આપવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ- વધારે ભાવુકતા હાવી થવા દેશો નહીં કે કોઇ પાસે વધારે આશા પણ રાખશો નહીં. નહીંતર તમને જ નુકસાન થઇ શકે છે. આ સમયે બહારની ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ કર્યા વિના તમારાં વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન લગાવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ સાથે વ્યવહાર કરતી સમયે તમારા ગુસ્સા અને ઉતાવળિયા સ્વભાવ પર નિયંત્રણ રાખો.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કામના ભારને કારણે થાક અને તણાવ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યામાં સુધારો આવશે. તમે ફરી આત્મવિશ્વાસ સાથે તમારાં કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પારિવારિક વ્યક્તિઓનો સહયોગ પણ તમારા આત્મબળને મજબૂત કરશે.

નેગેટિવઃ- શારીરિક નબળાઇને કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું જેવી સ્થિતિ રહી શકે છે. કોઇ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખો. વિદ્યાર્થી વર્ગ પણ ફાલતુ વાતોમાં ધ્યાન આપીને તેમના કરિયરને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પરિવારજનો તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- નબળાઇને કારણે થાક અને માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે હિતકારી રહેશે. એટલે તેના પર અમલ કરો. વ્યસ્તતા હોવા છતાં પોતાના મિત્રો અને પરિવાર માટે સમય કાઢશો. જેથી તમારા સંબંધ વધારે મજબૂત તથા મધુર રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકની વ્યક્તિ સાથે કોઇ અપ્રિય ઘટના ઘટવાથી મનમાં અવસાદ તથા ભયની સ્થિતિ રહેશે. તમે પોતાને પોઝિટિવ જાળવી રાખો. આ સમયે વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત ન થવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ અને ક્રિયાઓ પર નજર રાખવી જરૂરી છે.

લવઃ- કોઇ નિર્ણય ન લઇ શકવાની સ્થિતિમાં જીવનસાથીની સલાહ તમારા માટે ખૂબ જ યોગ્ય અને ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સીઝનલ પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્થાન પરિવર્તનની યોજના આજે કાર્યરૂપમાં પરિવર્તિત થવાની સંભાવના છે, એટલે કોશિશ કરતા રહો, સાથે જ કોઇ નજીકના મિત્રની સલાહ પણ તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનાં અયોગ્ય કામ તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, કેમ કે તેના કારણે અપમાનજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓને કારણે વ્યાવસાયિક ગતિવિધિઓનું ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કરો.

લવઃ- વ્યાવસાયિક સમસ્યાઓનો પ્રભાવ તમારા પરિવાર અને ઘર પર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા સામાજિક ક્ષેત્રમાં તમને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે, એટલે તમારા જનસંપર્કની સીમા વધારે વિસ્તૃત કરો. કોઇ જૂનો મતભેદ પણ ઉકેલાઇ જવાથી તમારી ઉન્નતિના રસ્તા ખૂલશે.

નેગેટિવઃ- પારિવારિક સંબંધોને પણ સાચવીને રાખવા ખૂબ જ જરૂરી છે. કોઇ નકારાત્મક વાત ઘરની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. બાળકોની સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. ગુસ્સા અને રોક-ટોકથી તેમના આત્મબળમાં વધારે ઘટાડો આવશે.

વ્યવસાયઃ- શેરબજાર, સટ્ટો તથા રિસ્ક પ્રવૃત્તિનાં કાર્યોમાં રસ લેશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાન અને બેદરકારીને કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તથા થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવો, તમારા વ્યક્તિત્વ અને સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. જેથી જીવન પ્રત્યે તમારા દૃષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવશે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારનું રિસ્ક ન લો, તમને નુકસાન થઇ શકે છે. કોઇ અન્ય વ્યક્તિ પર વિશ્વાસ પણ કરશો નહીં. તમે તમારા પર જ આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જે પરિવર્તનને લગતી યોજના બની રહી છે તેના પર તમે વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી અને થોડી બેચેની જેવી પરેશાની રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે રોકાણને લગતાં કાર્યોમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમને ધનને લગતી થોડી ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે તેનો ભરપૂર સદુપયોગ તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં અકારણ જ ગુસ્સો, ચીડિયાપણુંનો અનુભવ કરશો, જેના કારણે થોડી ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે નહીં. આ સમયે આત્મ અવલોકન કરવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- કોઇ રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિ સાથે મુલાકાત અને સલાહ તમને વ્યવસાય માટે ફાયદાકારક રહેશે.

લવઃ- પરિવાર સાથે કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને થાક અનુભવ થશે.

આ પણ વાંચોઃ

કરવાચોથ/ ચોથના દિવસે ચંદ્રની વધારે રાહ કેમ જોવામાં આવે છે? ચંદ્રના દર્શન વિના પણ પૂજા કરી શકાય છે?

મોટિવેશનલ ક્વોટ:ક્યારેય સારા લોકોની શોધ કરશો નહીં; જાતે જ સારા બની જાઓ. તમને મળીને કદાચ કોઇ અન્યની શોધ પૂર્ણ થઇ જાય

કરવાચોથ/ આજે પૂજા માટે 2 અને ચંદ્રને અર્ઘ્ય આપવા માટે 1 મુહૂર્ત રહેશે, રાતે 8-55 સુધી દરેક જગ્યાએ ચંદ્રના દર્શન થશે

તિથિ-તહેવાર/ કરવાચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઊઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નનાં મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

આજનો જીવનમંત્ર:મૂંઝવણ વ્યક્તિને નબળી બનાવે છે, સાથે જ પરાજયનું કારણ પણ બની શકે છે

અન્ય સમાચારો પણ છે...