શુક્રવારનું રાશિફળ:શુક્રવારના દિવસે મેષ રાશિના લોકોનો દિવસ આર્થિક દૃષ્ટિએ સારો રહેશે, અહંકારના કારણે કામ ખરાબ થઈ શકે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, છ મેના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે અને રાત્રે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારની સવારે 6.50 સુધી આર્દ્રા નક્ષત્ર રહેશે અને પછી પુનર્વસુ નક્ષત્ર શરૂ થશે. શુક્રવારે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલા કામો જલ્દીથી પૂરા થશે. ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી મેષ રાશિના ચાહકોને અટકેલા પૈસા મળી શકે છે. મિથુન રાશિના જાતકો નવા કામની શરૂઆત કરે. તુલા રાશિ પોતાની કાર્ય ક્ષમતા પર વિશ્વાસ રાખે તે જરૂરી છે. મીન રાશિ માટે દિવસ સુખરૂપ રીતે પસાર થશે. શુક્રવારે 'ઓમ નમઃ શિવાય' નો મંત્રજાપ કરીને શિવલિંગ પર દૂધ ચઢાવીને દિવસની શરૂઆત કરવી.

6 મે, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા કોઈ ખાસ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા અંહકારના કારણે કામ બનતા બનતા ખરાબ પણ થઈ શકે છે. કોઈ નજીકના મિત્ર સાથે મનમુટાવની સ્થિતિ પણ બની શકે છે. તમારા સ્વભાવને સહજ જાળવી રાખો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યસ્તતાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી ખરીદદારીનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઈ અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થવાની શક્યતા છે. એટલે કોશિશ કરતા રહો. બપોર પછી ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ થઈ શકે છે. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા તમને કોઈ પ્રકારનો લાભ થઈ શકે છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકના સાધન પણ મળી શકે છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે હળવા-મળવાનું થશે. બધા નિર્ણય જાતે જ લેવાની કોશિશ કરો

વ્યવસાયઃ- આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોને ટાળો

લવઃ- તમારા કોઈપણ કામમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લેવી તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અને ગેસની તકલીફ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામ શરૂ કરતા પહેલાં તેની યોજના તથા રૂપરેખા બનાવો, તેના પછી જ શરૂ કરો. પ્રોપર્ટીને લગતા કોઈપણ પ્રકારના કામમાં સફળતા ચોક્કસ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ સંબંધીની દખલના કારણે પરિવારમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે. બાળકોની પરેસાનીઓમાં મદદ કરવી તથા તેમની સાથે સમય પસાર કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

વ્યવસાયઃ- વેપારમાં કામમાં પાક્કા બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો, કેમ કે કોઈ દગો મળવાની શક્યતા છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે શારીરિક ઊર્જામાં ખામી અને થાક અનુભવ થશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- દરેક કામને પ્રેક્ટિકલ થઈને પૂર્ણ કરવાની કોશિશ કરો. વધારે ભાવુકતા અને ઉદારતા જેવો સ્વભાવ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ઘણાં સમય પછી નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધર થઈ શકે છે.

નેગેટિવઃ- સંતાનના કરિયરને લગતા કોઈ વિઘ્ન આવવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. ધ્યાન રાખો કે તમે તમારી કોઈ જિદ્દના કારણે તમારું નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલ કામમાં સારી સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને રોજિંદાના તણાવથી રાહત મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ મામલે આજે સફળતા મળી શકે છે. તમે એક નવા આત્મવિશ્વાસ સાથે થોડી નવી યોજનાઓમાં જોડાઈ શકો છો.

નેગેટિવઃ- કોઈપણ પેપરને લગતા કાર્યો કરતી સમયે વધારે સાવધાની જાળવવી. તમારી થોડી પણ બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે. ભાઈઓ સાથે સંબંધ સારા જાળવી રાખવા તમારા ઉપર નિર્ભર કરે છે.

વ્યવસાયઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે યુવાઓને કરિયરને લગતી કોઈ કોશિશ સફળ થવાની શક્યતા છે. તમે બધું જ કામ ખૂબ જ સરળ રીતે અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. આવક અને વ્યયનો યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ ખરીદદારીના સિલસિલે દગો મળી શકે છે. બેકારના કાર્યોમાં ખર્ચ વધારે રહી શકે છે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં કોઈ સારી ડીલ મળી શકે છે.

લવઃ- લગ્નસુખમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી સમજણ અને સમજદારી સાથે કોઈ પારિવારિક મામલો ઉકેલવામાં સક્ષમ રહેશો. અન્ય લોકોની વાતો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- ઘરમાં મહેમાનોના અચાનક આવવવાથી તમારી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે. સ્વભાવમાં ચીડિયાપણું ન લાવશો. કોઈપણ પરેશાનીમાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.

વ્યવસાયઃ- મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે શરીરમાં સુસ્તી અને થાક જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યક્તિગત કાર્યોમાં યોગ્ય સમય પસાર કરશો. જેના કારણે માનસિક સુકૂન રહેશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી સન્માનજનક સ્થિતિ રહી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતી ગતિવિધિઓમાં યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે વિવાદ ઊભો થવાની સ્થિતિ બની રહી છે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જાળવી રાખવા માટે તમારા અહંકાર અને ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા કોઈ ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને સહયોગ દ્વારા સામાજિક રીતે તમે તમારી છાપને નિખારવામાં સક્ષમ રહેશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ સક્ષમ રહેશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ- અન્ય કાર્યો સાથે-સાથે તમારા ઘર પરિવાર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બાળકો ઉપર વધારે અંકુશ રાખશો નહીં તથા સહયોગાત્મક વ્યવહાર રાખો. કોઈપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ લેવાનું ટાળો.

વ્યવસાયઃ- કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિનો સહયોગ તમારા માટે કાર્યક્ષેત્રમાં ઉન્નતિદાયક રહેશે.

લવઃ- ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક-ક્યારેક કોઈ પરેશાનીના કારણે નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે, તો તેને શરૂ કરવાનો અનુકૂળ સમય છે. બાળકના કરિયરને લગતા પણ કોઈ શુભ સમાચાર મળશે. કોઈ ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે.

નેગેટિવઃ- ખોટું હરવા-ફરવા અને મોજ-મસ્તીમાં તમારો સમય નષ્ટ ન કરો, તેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. કોઈ સંબંધી સાથે વિવાદની સ્થિતિમાં તમને ધૈર્ય તથા શાંતિ રાખવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઈ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી તણાવ દૂર થશે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા માટે અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો.

નેગેટિવઃ- આજે કોઈપણ જગ્યાએ રોકાણ કરવાને લગતી યોજના બનાવશો નહીં, કેમ કે નુકસાનદાયી સ્થિતિ બની રહી છે. વધારે મેલજોલ રાખશો નહીં, તમારા કામ ઉપર જ ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં થોડી નિરાશા રહેશે,

વ્યવસાયઃ- કોઈપણ કાર્ય કે ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે દસ્તાવેજો સાચવો

લવઃ- પારિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક પરેશાનીઓને હાવી થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- સ્ત્રીવર્ગને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ જાગરૂત રહેવાની જરૂરિયાત છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે, સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમારો પોઝિટિવ વ્યવહાર તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ શોધશે. કોઈ ધાર્મિક સ્થળે પણ થોડો સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા અને પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. કોઈપણ પ્રકારના ખોટા ખર્ચ ન કરો નહીંતર આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઈપણ કાર્ય કે ગતિવિધિઓને કોઈની સામે જાહેર ન કરો

લવઃ- પરિવારના લોકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ઉધરસ જેવી નાની-મોટી પરેશાનીઓ રહેશે.