રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી વૃષભ સહિત 4 રાશિના જાતકોની મહેનત રંગ લાવશે, ધારી સફળતા મળશે, અન્ય જાતકોએ સાચવવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

6 માર્ચ, રવિવારના રોજ ફાગણ મહિના વદની ચોથ છે. રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ છે. આ યોગોમાં કરેલાં શુભ કામ ઝડપથી સફળ થાય છે. રવિવારે બુધ ગ્રહ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે રવિવારે વૃષભ, સિંહ, તુલા, ધન રાશિના લોકોને મહેનતનું ફળ મળશે. મિથુન, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સતર્ક રહીને કામ કરવું પડશે, નહીંતર નુકસાન થઈ શકે છે.

6 માર્ચ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજની ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. પોઝિટિવ બની રહેવાથી તમે કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સમર્થ રહેશો. પરિવારના લોકો સાથે સમય પસાર કરીને તમને ફ્રેશ અનુભવ થશે.

નેગેટિવઃ- જો કોઈને કોઈ વચન આપેલું છે તો તેને પૂર્ણ કરો. પરંતુ એવું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો કોઈ ખોટો ફાયદો ઉઠાવે નહીં. બાળકોના મનોબળને જાળવી રાખવું તમારી જવાબદારી રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી નવી યોજનાઓ ઉપર અમલ થશે અને સાથે જ થોડી જટિલતાઓ પણ સામે આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, ઉધરસ વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા સહયોગાત્મક તથા સંતુલિત વ્યવહારથી પરિવાર તથા સમાજ બંને જગ્યાએ યોગ્ય માન-સન્માન જળવાયેલું રહેશે. જો જમીન-જાયદાદને લગતું કોઈ કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના દસ્તાવેજમાં મુશ્કેલી આવી શકે છે. વિવેક અને સમજદારીથી કામ લેવું. કામ કઢાવવા માટે વ્યાપારિક બુદ્ધિનો ઉપયોગ કરો. કોઈપણ કામમાં વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ન લગાવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લીધેલો કોઈ ઠોસ નિર્ણય શ્રેષ્ઠ સાબિત થશે.

લવઃ- ઘરની નાની-નાની વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણે પગમાં દુખાવો થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાથી તમારી અંદર ખૂબ જ પોઝિટિવિટી અનુભવ કરશો. ખાસ લોકો વચ્ચે રહેવાથી આત્મવિશ્વાસ પણ વધશે. કોઈ ભવિષ્યને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- તમારી થોડી ખામી ઉપર મનન કરો તથા કોશિશ કરો કે ફરી તે રીપિટ ન થાય. કોઈપણ સમસ્યામાં વિશ્વાસનીય વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવાથી યોગ્ય ઉકેલ પણ પ્રાપ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ- જો કોઈની સાથે પાર્ટનરશિપ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- કામ સાથે-સાથે ઘર-પરિવાર માટે પણ સમય કાઢી શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ અને પુરૂષાર્થ તમને દરેક કામમાં સફળતા આપશે. યુવાઓ પણ ગંભીરતાથી પોતાના જીવનના મૂલ્યોને સમજશે. કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- થોડા વ્યક્તિગત કાર્યોમાં બેદરકારીના કારણે વિઘ્ન આવી શકે છે. જેથી સંબધો વચ્ચે થોડો તણાવ પેદા થઈ શકે છે. સમસ્યાઓથી ગભરાવવાની જગ્યાએ તેમનો ઉકેલ શોધવાની કોશિશ કરો. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો.

વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગ અને પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં પસાર થશે.

લવઃ- કુંવારા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ કે પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. તમારો સંતુલિત વ્યવહાર તમને શુભઅશુભ દરેક પરિસ્થિતિમાં તાલમેલ જાળવી રાખવામાં મદદ કરશે. કોઇ નજીકના મિત્ર સાથે પણ ચર્ચાઓ થઈ શકે છે.

નેગેટિવઃ- વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. ખોટી વાતો ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ સમજણથી પોતાની પ્રતિક્રિયાઓ આપો. નહીંતર પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ઘરના વડીલોને આ સમયે યોગ્ય દેખરેખની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે સારી થવા જઈ રહી છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે પોઝિટિવ રહેવું જરૂરી છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે સારી ધનદાયક પરિસ્થિતિઓ બની રહી છે. એટલે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવા માટે સમય યોગ્ય છે. સાથે જ તમારી કોઇ નકારાત્મક વાતને છોડવાનો પણ સંકલ્પ કરો. તેનાથી પરિવારના લોકોને પણ સુખ મળી શકે છે.

નેગેટિવઃ- નજીકના લોકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. આ લોકો તમારા વિરૂદ્ધ કોઇ અફવાહ ફેલાવી શકે છે. જો કોઇ પ્રકારના ઉધારને લગતી લેણદેણની વાત ચાલી રહી છે, તો થોડી સાવધાની જાળવો.

વ્યવસાયઃ- વેપારને લગતી કોઈ સમસ્યા કોઈ રાજનૈતિક સંપર્કની મદદથી ઉકેલાઈ જશે.

લવઃ- જીવનસાથી કે પરિવારના લોકોની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે.

સ્વાસ્થ્યઃ- ગરમીનો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્ન નક્કી થઈ જવાથી શુભ સૂચના મળી શકે છે જેના કારણે મન પ્રસન્ન રહેશે. અનુભવી વ્યક્તિઓના સાનિધ્યમાં તમને થોડું પોઝિટિવ અનુભવ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. કોઇ ધાર્મિક સ્થળે પણ જવાનો પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- આ સમયે ઘરનું વાતાવરણ યોગ્ય અને સંયમિત જાળવી રાખવું જરૂરી છે. કેમ કે બાળકોની બેદરકારીના કારણે તેમના અભ્યાસ અને કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારી કોઈ યોજના નિષ્ફળ થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે મોટાભાગના વ્યવસાયિક કાર્યો ફોન અને સંપર્કોના માધ્યમથી જ પૂર્ણ થતા જશે.

લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી વાતોને મહત્ત્વ આપશો નહીં.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે એલર્જી કે પેટ ખરાબ થવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિમા થોડો ફેરફાર આવી રહ્યો છે. ખુલ્લા હ્રદયે આ ફેરફારનો સ્વીકાર કરો. તે તમારા માટે પોઝિટિવ રહેશે. કોઈ ધાર્મિક સંમેલનમા જવાનું પણ આમંત્રણ મળી શકે છે. તમારા વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરવા તમને માન-સન્માન આપશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ વિતેલી નકારાત્મક વાત તમારી આજની દિનચર્યા ઉપર હાવી થાય નહીં. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરો. તેનાથી તમને પણ સુખ મળશે તથા બાળકોનું મનોબળ પણ વધશે.

વ્યવસાયઃ- તમારી ઓફિશિયલ ફાઇલ તથા પેપર્સને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- યુવાઓને કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે. દૃઢ નિશ્ચર્ય થઈને તમે તમારા દરેક કાર્યોમાં ધ્યાન આપો. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે સારી સફળતા લાવી રહ્યો છે. રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ રાખો. ધ્યાન રાખો કે રૂપિયા આવવા સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. ક્યારેય વિના કારણે ગુસ્સો આવવાથી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં મેનેજમેન્ટ તથા કર્મચારીઓની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે હોર્મોનને લગતી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સંતોષજનક સમય છે. વ્યવસ્થિત દિનચર્યા દ્વારા બધા કાર્યો યોગ્ય રૂપે સંપન્ન થઈ જશે. ઘરની દેખરેખમા પણ તમારો વિશેષ રસ રહેસે. સુકૂન મેળવવા માટે થોડો સમય એકાંતમાં પસાર કરો.

નેગેટિવઃ- તમારા મિત્રો તથા સંબંધીઓ માટે થોડો સમય પસાર કરો. અન્યના નિર્ણયો ઉપર અમલ કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરવી પણ જરૂરી છે. તમારી નકારાત્મક ખામીઓ પારખો અને તેમાં સુધાર લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય પ્રતિકૂળ રહી શકે છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોની મદદ સંજીવનીનું કામ કરશે.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી નબળી રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કાર્યોને જેટલી મહેનત અને મનનથી કરશો, તેટલું જ અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. યુવાઓની પોતાની કોઈ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે. માત્ર કોઈપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણા કરવાની જરૂરિયત છે.

નેગેટિવઃ- નજીકના સંબંધોને લઇને તમારી અંદર શંકા અને વહેમ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. જેની અસર તમારા સંબંધો ઉપર પડશે. આ સમયે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલ કોઈપણ કાર્યમાં રસ લેશો નહીં. આ સમય સમજીવિચારીને પસાર કરો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી ગતિવિધિઓ શરૂ થઈ શકે છે.

લવઃ- થોડો સમય તમારા પરિવારના લોકો માટે પણ કાઢો.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમાજસેવી સંસ્થા કે ધાર્મિક ગતિવિધિમા તમારો યોગ્ય સમય પસાર થશે. તમારી સામજિક સીમા પણ વધશે તથા માનસિક સુકૂન પણ મળશે. કોઇને ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા આવવા શક્ય છે.

નેગેટિવઃ- ઇગો અને અતિ આત્મવિશ્વાસ જેવી ખામીઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો આજે દૂર થઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.