રવિવારનું રાશિફળ:રવિવારે ચંદ્રમા પર કેતુની દૃષ્ટિ પડવાથી કુંભ અને મીન સહિત 5 રાશિઓએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેષ, વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર આજે ગ્રહોનો મિશ્ર પ્રભાવ રહેશે
  • કન્યા રાશિના લોકોએ પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ઉતાવળ ન કરવી

6 જૂન, રવિવારના રોજ મેષ રાશિ પર કેતુની દૃષ્ટિ પડવાથી ચંદ્રમા પીડિત રહેશે. તેનાથી પાંચ રાશિઓના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે આજે સિંહ રાશિના જાતકોએ નોકરી અને બિઝનેસમાં સંભાળવું પડશે. કન્યા રાશિના લોકોએ પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ઉતાવળ ન કરવી. મકર રાશિના જાતકો કંઇપણ નવું ન કરે, જે જેવું ચાલે છે તેવું જ ચાલવા દે. કુંભ રાશિના જાતકો માટે બિઝનેસનાં કામોમાં મંદી જ રહેશે. મહેનત વધારે અને પરિણામ ઓછું મળશે. મીન રાશિના જાતકોને બેદરકારીને કારણે નુકસાનની આશંકા છે. વધુ લાભની લાલચમાં સ્ટ્રેસ વધશે. એ જ રીતે મેષ, વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. તે ઉપરાંત મિથુન રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. આ લોકોને કોઈ ફાયદો કરાવનારા સમાચાર મળશે. સાથોસાથ આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે.

6 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ પારિવારિક વિવાદ ઉકેલાઈ જવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્યણ માટે ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા પોતાના વ્યક્તિગત કાર્યોમાં વિઘ્ન આવશે. આર્થિક મુશ્કેલી બની રહેશે. આ સમય ધૈર્ય અને સંતુલન જાળવી રાખવાનો છે. જોખમી કાર્યો કરશો નહીં. નુકસાન સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયની નીતિઓમાં ગંભીરતાથી ફેરફાર અને મનન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઇ વાતને લઈને તણાવ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવના કારણે પરેશાન રહી શકો છો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય વ્યક્તિગત કાર્યો તથા પરિવારના લોકો સાથે પસાર કરો. સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગમાં ખર્ચ થશે. આ સમયે તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ રહેશે.

નેગેટિવઃ- આળસ કે સ્વાસ્થ્યમાં નરમીના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. ચિંતા ન કરો. પારિવારિક સભ્યોના સહયોગથી તમારા કાર્યોમાં વધારે વિઘ્ન આવી શકશે નહીં. યુવાઓને તેમના કરિયરને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેવાના કારણે સુસ્તી અને આળસ જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ લાભદાયક સૂચના મળવાથી દિવસ સુખમય પસાર થશે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે જેનાથી માનસિક સુકૂન અનુભવ કરશો. વિદ્યાર્થીઓ સ્પર્ધાને લગતી ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશે.

નેગેટિવઃ- તમારા ઈગો અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક ગતિવિધિઓમાં સુધાર લાવો. તમારી આ ઊર્જાનો પોઝિટિવ પ્રયોગ કરો. કોઇની સાથે વધારે મેલજોલ ન રાખીને પોતાના કામથી જ કામ રાખો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ પહેલાંની જેમ જ ચાલતી રહેશે, પરંતુ પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ સામાન્ય થઈ જશે.

લવઃ- થોડો સમય ઘર-પરિવાર સાથે પણ પસાર કરો તો સારું

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ દિવસ શુભ ફળદાયી રહેશે. કોઇ રોકાણ કરવાની યોજના બની રહી છે તો તેમાં આગળ વધી શકો છો. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહેશે. વિદેશ જવામા આવી રહેલાં વિઘ્નો પણ દૂર થવાનો સમય ચાલી રહ્યો છે.

નેગેટિવઃ- કોઈ કામ પ્રમાણે પૂર્ણ ન થવાના કારણણે ગુસ્સો અને આક્રોશ જેવી સ્થિતિ પણ રહેશે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. નકારાત્મક વિચારો રાખનાર લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપો તો સારું રહેશે.

લવઃ- જીવનસાથીની ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને ઊર્જા પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- છાતીમાં દુખાવો કે કફની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન ઉપર અમલ કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવશે. આ સમયે ભાગ્ય તમારા માટે સફળતાનો કોઈ દ્વાર ખોલી રહ્યું છે. સમયનો યોગ્ય સદુપયોગ કરો.

નેગેટિવઃ- કોઈપણ અનિર્ણયની સ્થિતિમા ધૈર્ય અને સંયમથી કામ લેવું. ધ્યાન રાખો કે થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે થોડું મનદુઃખ ચાલી રહ્યું છે તો તમારી કોશિશ સંબંધને સારો કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને પોતાના કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા ઉપર બની રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે સંબંધો ખરાબ થવા દેશો નહીં. કોઇ અપ્રિય સમાચાર મળવાનો સંકેત મળી રહ્યો છે. કોઇપણ પ્રક્રિયા ઉપર વધારે વિચાર કરીને નિર્ણય લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની-મોટી વાતોને પણ ગંભીરતાથી અને ઝીણવટથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સુસ્તી અને આળસ જેવું વાતાવરણ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું પ્લાનિંગથી કામ કરવું તથા પોઝિટિવ વિચાર તમારા માટે તથા પરિવાર માટે નવી દિશા તૈયાર કરશે. બાળકો તરફથી ચાલી રહેલી કોઈ ચિંતા પણ દૂર થવાથી રાહત મળી શકે છે. પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર લાવો. તમારું વધારે અનુશાસિક થવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. કોઇપણ પ્રકારના કાયદાકીય વિવાદમાં પડશો નહીં. નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગી તથા ઘરના અનુભવી વ્યક્તિઓના નિર્ણયને પ્રાથમિકતા આપો.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચર્ચા-વિચારણા કરીને તણાવ લેવાથી માથાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય તમારા રસનાં કાર્યોને પૂર્ણ કરવામા તથા પરિવાર સાથે પસાર કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધી સાથે ચર્ચા થવાથી કોઈ મુદ્દાનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં વિઘ્ન આવે તેવી સમસ્યા બની શકે છે. તમારી સલાહ અને દખલથી યોગ્ય સમાધાન પણ મળી શકે છે. વાતચીત કરતી સમયે શબ્દોનો પ્રયોગ યોગ્ય રીતે કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત દિનચર્યાની અસર તમારી કાર્ય ક્ષમતા અને પાચન પ્રણાલી ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામા તમારી કોશિશ સારી રહેશે. જો ઘરના ફેરફારને લગતી કોઈ યોજના બની રહી છે તો આજે તે યોજના ઉપર કામ કરવાનો યોગ્ય સમય છે. બાળકોની યોગ્ય ગતિવિધિઓ તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ અજાણ વ્યક્તિ તરફથી તમને નુકસાન પહોંચી શકે છે. તમારી તથા પરિવારને લગતી સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન પણ રાખો. નાની-નાની વાતોને મન પર લેશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કાર્યોમા પરિસ્થિતિઓ થોડી લાભદાક રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે કોઇ વાદ-વિવાદમા ઉતરે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. સુકૂન અને શાંતિ અનુભવ કરશો. ઘર તથા બહાર બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યવહારમાં લચીલાપણુ લાવો. તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું અન્યને પરેશાન કરી શકે છે. પ્રોપર્ટીને લગતા કોઇપણ કાર્યમાં રોકાણ કરવા માટે હાલ સમય પ્રતિકૂળ છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે કોઈપણ નવી ગતિવિધિ ઉપર કામ ન કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઈ ભાવનાત્મક આઘાત લાગવાથી બ્લડ પ્રેશર જેવી સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કાર્યોને યોજનાબદ્ધ તથા ગુપ્ત રીતે શરૂ કરતા રહો. આ સમયે વાતાવરણ પ્રત્યે જાગરૂત રહેવાની જરૂરિયાત છે. થોડી સાવધાની રાખવી તમને સફળતા આપી શકે છે. કોઇ રાજનૈતિક વ્યક્તિ સાથે પણ વાર્તાલાપ થઈ શકે છે.

નેગેટિવઃ- જૂની વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. વર્તમાનમા રહેવાની કોશિશ કરો. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો. આ સમયે તમને મહેનત પ્રમાણે સારું પરિણામ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં હાલ મંદી રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો ધૈર્ય અને સહયોગ તમારા મનોબળને વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવસાયને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બની શકે છે. કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાની ક્ષમતા અને ઊર્જાનો ભરપૂર સદુપયોગ કરશે. સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- બેદરકારીના કારણે થોડું નુકસાન થવાની શક્યતા છે. ફાલતૂ વાતોમાં ધ્યાન આપશો નહીં. તમારા સ્વભાવમા ઇગો અને ચીડિયાપણુ જેવી નકારાત્મક વાતો જન્મે નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં તણાવ રહેશે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારી રક્ષા કરો.

અન્ય સમાચારો પણ છે...