6 જુલાઈનું રાશિફળ:સોમવારે મીન જાતકો પોતાના સપના સાકાર કરી શકશે, ધનલાભ થવાના પણ યોગ છે

3 વર્ષ પહેલા

6 જુલાઈ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સંપત્તિ તથા ભાગલા સાથે સંબંધિત મતભેદ ચાલી રહ્યા છે તો કોઇ મધ્યસ્થીના કારણે ઉકેલાઇ જશે. મોટાભાગનો સમય કોઇ વાતને ઊંડાણપૂર્વક જાણવામાં લાગશે.

નેગેટિવઃ- આજે તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે. જેના કારણે કોઇ ઘનિષ્ઠ મિત્ર સાથે સંબંધમાં કટુતા આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળ અથવા અધ્યાત્મની મદદ લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીને પોતાની દરેક વાત જણાવો.
વ્યવસાયઃ- વીમા-શેરબજાર જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે.
સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોની વાતોનું અનુસરણ કરો. તેમના આશીર્વાદ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. સાથે જ, ઘરની સજાવટ અને નવીન વસ્તુઓની ખરીદારી સંબંધિત કાર્ય પણ સંપન્ન થશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે હોવાના કારણે ઘરનું બજેટ ખરાબ થઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખો. કોઇ સંતાનના મન પ્રમાણે પરિણામ ન આવવાથી ચિંતા રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુંદર રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે શારીરિક રીતે નબળાઇ અનુભવ કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ કામના અચાનક પૂર્ણ થવાથી વિજય પ્રાપ્ત થયો હોય તેવું સુખ મળશે. સમય આનંદદાયક વ્યતીત થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારું મનોબળ વધશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ યોજનાના વિફળ થવાથી તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે સ્વભાવમાં ગુસ્સો રહેશે.

લવઃ- જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં ઉત્પાદનની ક્ષમતામાં વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે જરૂરિયાતમંજ તથા વડીલોની સેવામાં તમારો સમય વ્યતીત થશે. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. પરિવારમાં કોઇ લગ્ન યોગ્ય વ્યક્તિ માટે સારો સંબંધ આવી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને કોઇ ચિંતા રહેશે. કોઇ નજીકના સંબંધિના કારણે ધન સંબંધિત નુકસાન થઇ શકે છે.

લવઃ- ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- ખર્ચ સાથે-સાથે આવકની પણ સ્થિતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત કોઇ પરેશાની રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વિશિષ્ટ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તે કાર્યને પૂર્ણ કરશે. જેનાથી સમાજમાં તમારા યોગદાન અને કામની પ્રશંસા થશે. તમે તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવો.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે અચાનક થોડાં એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સિદ્ધ થશે. આજે તમે તમારી બુદ્ધિ બળ દ્વારા લાભના નવા માર્ગને મેળવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના વૈવાહિક જીવનને લઇને કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. તેના કારણે થોડી ચિંતાનું વાતાવરણ બની રહેશે.

લવઃ- વ્યવસાય તથા ઘરમાં સંતુલન જાળવીને ચાલો.
વ્યવસાયઃ- બાળકો તથા વિદ્યાર્થીઓ સાથે સંબંધિત વ્યવસાયમાં વધારે ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિયજન સાથે મુલાકાત સુખ પ્રદાન કરશે તથા ઘરના વરિષ્ઠ વ્યક્તિઓ પાસેથી કોઇ મૂલ્યવાન ભેટ મળી શકે છે. સંતાન તમારી આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરશે.

નેગેટિવઃ- તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો ખૂબ જ જરૂરી છે. અકારણ જ કોઇ સાથે ઝઘડો ઉત્પન્ન થઇ જશે. જેના કારણે કોઇ લક્ષ્યથી તમે ભટકી શકો છો.

લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડીં ચિંતા રહેશે
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે ઉન્નતિ થશે.
સ્વાસ્થ્યઃ- થાક અને સુસ્તી જેવી ફીલિંગ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા વિચારોમાં થોડાં પરિવર્તન લાવશો. ઘરના વડીલોનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. આજે થોડાં ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- આજે દેવું લેવું પડી શકે છે. પરેશાન થશો નહીં સમય રહેતાં દેવું ચૂકવી પણ શકશો. ભાઇના કારણે કોઇ તણાવની સ્થિતિ બની શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે લાભદાયક સ્થિતિ ઉત્પન્ન કરશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે નહીં.
સ્વાસ્થ્યઃ- ગુસ્સાના કારણે શરીરમાં નબળાઇ આવી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આજે કાર્યોમાં સફળતા મળી શકે છે. પરિવારમાં તમારું સન્માન વધશે. તમે એક શ્રેષ્ઠ અભિભાવક સાબિત થશો.

નેગેટિવઃ- ધન સંબંધી રોકાણમાં કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. કોઇ પાસેથી રૂપિયા ઉધાર લેશો નહીં.

લવઃ- પરિવારજનોનો એકબીજા પ્રત્યે સ્નેહ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કામ કરવાની નીતિઓ બદલાઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય વ્યસ્તતાભર્યો રહેશે. તમે યોગ્ય કાર્ય કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. કોઇપણ કાર્યને કરતાં પહેલાં યોજના અવશ્ય બનાવો. ઘરમાં પરિવર્તન સંબંધિત પણ થોડાં કાર્ય સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સ્થાનેથી દુઃખદ સમાચાર મળી શકે છે જેના કારણે તણાવ રહેશે.

લવઃ- કુંવારા લોકો માટે અનુકૂળ સંબંધ આવી શકે છે.
વ્યવસાયઃ- આજે કોઇ નિર્ણય ન લો અને વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દો.
સ્વાસ્થ્યઃ- ઘરના વડીલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સમારોહના આયોજનમાં જવાથી મન પ્રસન્ન રહેશે. સંતાન સંબંધિત પણ કોઇ સમસ્યા ઉકેલવામાં સક્ષમ રહેશે. આ સમયે સ્થિતિઓ ધનદાયક ચાલી રહી છે.

નેગેટિવઃ- બીજાની વાતોમાં આવવાની અપેક્ષાએ પોતાના નિર્ણયને સર્વોપરિ રાખો. ગુસ્સાની સ્થિતિ રહેશે.

લવઃ- ઘર-પરિવારમાં તમે સમય આપી શકશો નહીં.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ ઓર્ડર અટકી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સપના સાકાર કરવાનો સમય છે. વડીલોના માર્ગદર્શનથી મુશ્કેલીઓ સરળ થશે. ધૈર્ય પૂર્વક કરેલાં કાર્યોનું પરિણામ શુભ મળશે. ધનલાભ થશે.

નેગેટિવઃ- કામને ટાળવાની પ્રવૃત્તિ નુકસાન આપી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. પ્રોપર્ટી સંબંધિત કોઇ વિવાદ પણ થઇ શકે છે.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે પતિ-પત્નીના સંબંધોમાં ભાવનાત્મક લગાવ રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમારા ઓર્ડરને સમયે પૂર્ણ કરો.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા હ્રદય રોગીઓએ પોતાનું ધ્યાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...