ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મિથુન જાતકો માટે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પ્રોપર્ટીને લગતા કાર્યોમા નુકસાન થવાની શક્યતા છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક રાશિને ધન લાભ તો કુંભને બિઝનેસમાં ફાયદો થશે

6 જાન્યુઆરી, ગુરુવારના રોજ સિદ્ધિ યોગ હોવાને કારણે પાંચ રાશિ માટે દિવસ સારો છે. મિથુન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ છે. કર્કને મહત્ત્વપૂર્ણ માહિતી મળશે અને બિઝનેસ માટે દિવસ લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિના અટકેલા પૈસા પરત આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કુંભને બિઝનેસમાં ફાયદો થશે અને મીનને મુશ્કેલીમાંથી રાહત મળશે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન તથા મકર માટે દિવસ સામાન્ય રહેશે.

6 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભાવના વધશે.

નેગેટિવઃ- તમારી પર્સનલ વાતોને જાહેર ન કરો, તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે હાલ કોઇપણ પ્રકારનું પરિવર્તન કરવા માટે સમય અનુકૂળ નથી.

લવઃ- જીવનસાથીને તમારી દરેક વાત જણાવો, તેમની પાસેથી તમને યોગ્ય સલાહ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારી દિનચર્યા તથા વિચારોમાં પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરો. કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી ઇચ્છા અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં તમારા યોગદાન અને કામના વખાણ થશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મમલે કોઇના ઉપર વિશ્વાસ ન કરો, તેના કારણે કોઇ નજીકના સંબંધી સાથે પણ વિવાદ થઇ શકે છે. તમારી બોલચાલની રીત અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય સામાન્ય જ રહી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને પોઝિટિવ જાળવી રાખવામાં તમારી કોશિશ વિશેષ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી આકરી મહેનતનું થોડું પોઝિટિવ પરિણામ મળી શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. બાળકોની કોઇ સફળતાને લગતા શુભ સમાચાર મળવાથી તમને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- યુવા વર્ગ જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. તેમણે આ સમયે કોઇ અનુભવી પાસેથી સલાહ લેવાની જરૂરિયાત છે. રૂપિયાની લેવડ-દેવડ ધ્યાનથી કરો.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમા નુકસાન થવાની શક્યતા છે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે અને એકબીજા સાથેના સંબંધોમા ફરી મધુરતા આવશે. થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- થોડા લોકો તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે, પરંતુ આ વાતો ઉપર ધ્યાન ન આપીને તમે તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- તમારા અંગત તથા વ્યવસાયિક કાર્યોમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારે કામ વધારે રહેશે. બાળકોની કોઇ સફળતાથી તમે ગર્વ અનુભવ કરશો. તમે તમારી પ્રતિભાના બળે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહી શકો છો. થોડા ખર્ચ અને પડકાર પણ તમારી સામે આવી શકે છે.

નેગેટિવઃ- તમારી ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. ધ્યાન રાખો કે કોઇ પણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં ન આવો. આવું કર્યા પછી તમને પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- આજે તમારી વ્યવસ્થાથી કોઈ બાધા દૂર થઇ શકે છે.

લવઃ- લવ અફેરના મામલાઓ અંગે સાવધાન રહેવું પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. વ્યક્તિગત સંબંધો પણ ગાઢ બની શકે છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી કે કોઇ મિત્ર સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આ સમય શાંતિથી પસાર કરવાનો છે. ખોટા વિવાદમાં પડશો નહીં. ઘરના વડીલોની સલાહ પણ જરૂર પાળો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ મંદ જ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય જ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ થોડી પરિવર્તનશીલ છે. કોઇપણ યોજના ઉપર અમલ કરતા પહેલાં તેના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમે કોઇ મોટી ભૂલ થવાથી બચી શકો છો. બાળકોના કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે

નેગેટિવઃ- સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. અન્યના વ્યક્તિગત મામલે વધારે દખલ ન કરો. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા ઉપર સમય ખરાબ કરે નહીં.

વ્યવસાયઃ- વ્યાપારિક મંદી હોવા છતાંય તમને કોઈ યોગ્ય સફળતા મળશે.

લવઃ- પ્રેમ સંબંધોને લગ્નમા બદલવા માટે પરિવારની મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ થઇ શકે છે

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા સમાજસેવી કાર્યો પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહેશે. સમય પડકારરૂપ રહેશે. સ્ત્રી વર્ગ દરેક ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી રાખવામાં સક્ષમ રહેશે. પોતાના વિકાસ માટે વ્યવહારમાં થોડું સ્વાર્થીપણુ લાવવું પડશે.

નેગેટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીમાં હાલ રાહતની આશા નથી. આ સમયે કોઇપણ અપરિચિત વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવધિઓ ઘરેથી જ યોગ્ય રીતે શરૂ રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ કે સુધારને લગતા કાર્યોને હાલ ટાળો તો સારું રહેશે. કામ કરવાની રીતમાં નવીનતા લાવવી પડશે. રાજકારણ તથા જનસંપર્કની સીમા વધી શકે છે. યુવાઓને પોતાના કરિયરને લગતી તકલીફમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- વારસાગત પ્રોપર્ટીને લગતા વાદ-વિવાદને વધારે ખેંચશો નહીં. તેના કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધ્યાન રાખો કે ઘરના વડીલોનું અપમાન અને માનહાનિ થવાની સ્થિતિ ન બને.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમા વર્તમાન કાર્યો ઉપર જ ધ્યાન આપવું પડશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક વર્તમાન વાતાવરણના કારણે મનમાં નકારાત્મકતા આવી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા રસના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. તમમે માનસિક રીતે સુકૂન અનુભવ કરશો. કોઇ અટવાયેલું કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે. યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી તમારા કામની રીત તમને સફળતા અપાવશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ક્યારેક અકારણ જ ગુસ્સો આવી જવાથી બનતા કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. આ સમયે શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો રહેશે.

વ્યવસાયઃ- આ સમયે મીડિયા અને ઓનલાઇન એડવરટાઇઝમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવ અને થાકથી રાહત મેળવવા માટે અધ્યાત્મિક તથા તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. માનસિક સુકૂન અને શાંતિ મળી શકે છે. યુવાઓ અને વિદ્યાર્થીઓ સ્પર્ધા અંગેનું પરિણામ પક્ષમા આવી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં તણાવ આવી જવાના કારણે ચિંતા રહેશે. શાંતિથી સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો. આ સમયે તમારી ભાવુકતા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ હોવા છતાં આજે થોડી લાભદાયક સ્થિતિ રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં ભાવનાત્મક સંબંધ ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી તમને વધારે સુકૂન મળી શકે છે. થોડા લાભદાયક પરિણામ પણ સામે આવી શકે છે. ઘરના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમનું માર્ગદર્શન તમારા જીવનમાં ભાગ્યોદય લાવશે.

નેગેટિવઃ- બહારના તથા અપરિચિત લોકો ઉપર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. કોઇને આપેલું વચન ભૂલશો નહીં. તેનાથી તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં ઘરમાં રહીને પણ ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાતાવરણનો પ્રતિકૂળ પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.