રવિવારનું રાશિફળ:રવિવારે કન્યા જાતકોને શુભ સમાચાર મળશે, ઘરના વડીલોની સલાહ અને સહયોગ જાતકોના વ્યક્તિત્વને નિખારશે

2 વર્ષ પહેલા
  • રવિવારે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે, કુંભ રાશિના લોકોએ યોજના બદલવી પડે તેવી શક્યતા
  • ચંદ્ર રાશિ અનુસાર છ ડિસેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે? કયા જાતકોએ સાવધાની રાખવી

રવિવાર, છ ડિસેમ્બરના રોજ બપોરે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રને કારણે મેષ, વૃષભ રાશિના જાતકોને સફળતા મળી શકે છે. મિથુન રાશિના જાતકોએ સમજદારીથી કામ કરવું. સિંહ રાશિના જાતકોની જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કુંભ રાશિના જાતકોએ નવી યોજના બનાવવી પડશે. રવિવારે અશ્લેષા નક્ષત્ર હોવાથી વજ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં વધુ પડતી સાવચેતી રાખીને કામ કરવું જોઈએ.

રવિવારે કારતક માસની છઠ છે. સૂર્યને તાંબાના કળશથી જળ ચઢાવીને રવિવારની શરૂઆત કરવી. સૂર્યદેવની કૃપા માટે જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરો.

6 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારો સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારો ગુસ્સો અને ઉતાવળ ભર્યો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બનશે. એટલે પોતાની ઉપર નિયંત્રણ રાખો. બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડાં સમયથી ચાલી રહેલો માથાનો દુખાવો, માઇગ્રેન જેવી પરેશાનીથી રાહત મળશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો મોટાભાગનો દિવસ ધાર્મિક અને અધ્યાત્મિક સંસ્થાઓમાં પસાર થશે. તમે માનસિક રૂપથી ખૂબ જ વધારે સુકૂન અનુભવ કરશો તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- દેખાડાના કારણે ખોટા ખર્ચ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ બની રહી છે. સંબંધને બચાવવા માટે તમે તમારા વ્યવહારમાં ખૂબ જ લચીલાપણું જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી છેલ્લી ભૂલોથી શીખીને તમારા વર્તમાનને સારું બનાવો. આ સમયે મોટાભાગના કાર્ય તમારા મન પ્રમાણે સંપન્ન થશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ એકબીજાની સમજણથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લો. પહેલાં કાર્યોને લગતી યોજનાઓની રૂપરેખા બનાવી લો. કોઇ પ્રકારનો ખોટો આરોપ પણ લાગી શકે છે, આ વાતનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ જાળવી રાખશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમારી વ્યવસ્થિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થતાં જશે. કોઇ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે. વિદ્યાર્થીઓએ પણ ઇન્ટરવ્યુ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- આ સમયે બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખવી જરૂરી છે. ખોટી વાતોમાં તમારો સમય ખર્ચ ન કરીને તમારા પરિવાર ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- નવા કાર્યોને લગતી યોજનાઓ બનશે તથા સફળ પણ થશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે

સ્વાસ્થ્યઃ- વાહનથી ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી જે કામમાં મુશ્કેલીઓ આવી રહી હતી, આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. સમય તમારા પક્ષમાં છે. તમારી મહેનતનું શુભ પરિણામ આશા કરતાં વધારે પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કામને કરતાં પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. બાળકોની સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

વ્યવસાયઃ- કોઇપણ વ્યવસાયિક ડીલ ફાઇનલ કરતી સમયે સમજદારી અને સમજણની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે ઘર અસ્ત-વ્યસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. અનુભવી તથા વડીલ લોકોની સલાહ અને સહયોગ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં કોઇપણ અયોગ્ય કામ ન કરશો. સાથે જ તમારા ઉત્તેજિત વ્યવહાર ઉપર પણ કાબૂ રાખો. આજે અચાનક જ કોઇ પ્રકારના ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતાં કાર્યોને આજે ટાળો.

લવઃ- લગ્ન વિષયોને સમજદારીથી ઉકેલવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર વધવાની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલાં કાર્યોમાં રસ રહેશે. જો આ સમયે વારસાગત સંપત્તિને લગતો કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તે કોઇની મધ્યસ્થતાથી સરળતાથી ઉકેલાઇ જવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાથી સંબંધમાં કડવાશ આવી શકે છે. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલો. બાળકોના મનોબળને પણ જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી રહેશે.

વ્યવસાયઃ- વીમા, શેરબજાર વગેરે સાથે જોડાયેલાં કામ વધારે હોવાના કારણે તમે વ્યસ્ત રહેશો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી સલાહ લો.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના કાર્યો તથા લોકોથી દૂર રહો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે તેનો ભરપૂર ઉપયોગ કરો. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં પૂર્ણ થઇ જશે. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડાં વિધ્નો ઊભા કરી શકે છે. કોઇની ખોટી સલાહ ઉપર અમલ કરવો નુકસાનદાયક સાબિત થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર તમારો પ્રભાવ રહેશે.

લવઃ- લગ્નસંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને વાયુને લગતી સમસ્યાથી સાંધામાં દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ભાગ્ય અને કર્મનો યોગ્ય તાલમેલ રહેશે. આજે કોઇ વિશિષ્ય કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ થશે. ઘર અને સમાજમાં પણ તમારા કામના વખાણ થશે. આવકના નવા માર્ગ પણ બનશે.

નેગેટિવઃ- થોડાં લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે નકારાત્મક અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે તમારી માનહાનિ સંભવ છે. આ સમયે અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિથી દૂર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- કામ સાથે-સાથે ઘર-પરિવારની દેખરેખ અને સહયોગમાં પણ સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા અહમને છોડીને ઘરના વડીલોના અનુભવનું અનુસરણ કરો. આવું કરવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- અકારણ જ કોઇ સાથે વિવાદ કરશો નહીં. તમારા ગુસ્સા અને વાણી ઉપર પણ કંટ્રોલ રાખો. આ સમયે કોઇ લક્ષ્ય તમારા હાથમાંથી સરકી શકે છે, આ વાતનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનો ઘરમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને સુસ્તી જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં પરિવર્તનને લગતી થોડી યોજનાઓ બનશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી લેશો. બાળકોની સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ પ્રકારના વાદ-વિવાદમાં પડશો નહીં, તેનાથી મનોબળ વધી શકે છે. કોઇ નજીકના સંબંધી તરફથી કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન દુઃખી રહેશે

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે ભવિષ્યને લગતી કાર્ય પ્રણાલી ઉપર કોઇ યોજના ન બનાવો.

લવઃ- પરિવારજનો માટે ભેટ લાવો તથા તેમની સાથે સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ ધૈર્ય પૂર્વક કરો, તમને લાભદાયક પરિણામ પ્રાપ્ત થશે. અનુભવી વ્યક્તિઓની સલાહને સર્વોપરિ રાખો. આ મયે લાભના માર્ગ પણ મળી શકશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી દૂર રહો. યાત્રા કરતી સમયે નકારાત્મક પ્રવૃતિના લોકોના સંપર્કમાં આવવાથી બચવું. કોઇપણ નિર્ણય લેતી સમયે તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરો.

વ્યવસાયઃ- કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી પરેશાની થઇ શકે છે.