6 ઓગસ્ટનું રાશિફળ:ગુરુવારે મીન જાતકોની દેખાડાની પ્રવૃત્તિ તેમના માટે જ નુકસાનનું કારણ બની શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

6 ઓગસ્ટ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે થોડાં સમયથી ચાલી રહેલી જૂની સમસ્યાઓનું નિરાકણ થવાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે સુખદ સમય વ્યતીત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇ નકારાત્મક વાતના કારણે થોડાં લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં સરળતા જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં કાર્ય વધારે રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે. એકાગ્ર ચિત્ત થઇને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો તથા આળસને હાવી થવા દેશો નહીં.

નેગેટિવઃ- ઘરમાં બાળકો, મિત્રો અને તેમનની ગતિવિધિઓ ઉપર નજર રાખો. કોઇ ખોટા રસ્તા પર જવાની આશંકા છે. ગુસ્સાની જગ્યાએ સમજદારી અને શાંતિથી કામ લેવાની જરૂર છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ થોડી સારી ચાલશે

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- બીજા પાસેથી મદદ લેવાની અપેક્ષા પોતાની કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ કરો. ગ્રહ ગોચર તમારી દરેક પરિસ્થિતિને સરળતાથી ઉકેલ શોધવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યું છે.

નેગેટિવઃ- કામ વધારે હોવાથી તમે શારીરિક રૂપે થાકનો અનુભવ કરશો. તમારે કામમાં લોકોનો પણ સહયોગ લેવો જોઇએ. દેખાડાની પ્રવૃત્તિથી બચવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે મહેનત પ્રમાણે થોડાં પરિણામ મળવાના શરૂ થઇ જશે.

લવઃ- જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થવાથી ઘરમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાથી પસાર થવું પડી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રોકાણ સંબંધિત ગતિવિધિઓમાં આજે મોટાભાગનો સમય વ્યતીત થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાં થોડી રાહત મળી શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહ અવશ્ય લો.

નેગેટિવઃ- ભાઇ-બહેનો સાથે આર્થિક સમસ્યાને લઇને કોઇ પ્રકારનો મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. ધૈર્ય જાળવીને રાખો તથા સંબંધો ખરાબ થવાથી બચાવો.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે ચાલશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇપણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવીને રાખવો સિંહ રાશિના લોકોનો વિશેષ ગુણ છે. નવા રસ્તા ખુલવામાં ભાગ્ય તમને મદદ કરી રહ્યું છે. આ સમય પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- સંતાન સંબંધિત કોઇ પ્રકારની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં અસફળતા મળવાના કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સહયોગી અને કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત સમસ્યા થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભાગ્યથી વધારે પોતાના કર્મ ઉપર વિશ્વાસ કરો. કર્મ કરવાથી ભાગ્ય સાથ આપવાનો શરૂ કરી દેશે. સફળતા પણ નિશ્ચિત પ્રાપ્ત થશે. વરિષ્ઠ વ્યક્તિઓનો સહયોગ અને સલાહ અવશ્ય લેવી.

નેગેટિવઃ- ક્યારેક શંકા અને ગુસ્સાના કારણે ભાઇઓ સાથે મતભેદ થવાની આશંકા છે. તમારી મનોવૃતિને પોઝિટિવ જાળવીને રાખો. થોડી સાવધાની તમને પરેશાનીઓથી બચાવી શકે છે.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગ સંબંધિત કાર્યો અને સંપર્ક સૂત્ર ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પ્રેમ સંબંધમાં ખોટો સમય ખરાબ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વાતાવરણના કારણે થાક વધારે રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યો સાથે સંબંધિત નીતિઓ અંગે ફરી વિચાર કરીને તેના ઉપર વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. આવું કરવાથી તમને પોઝિટિવ પરિણામ પણ જલ્દી પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- માતા-પિતા અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારનો મતભેદ ન થવા દેવો. તેમનું માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ અને તમારા સંપર્ક સૂત્રને ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે.

લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા મેડિટેશનની મદદ લો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જો કોઇ વારસાગત સંપંત્તિ સંબંધિત મામલો ચાલી રહ્યો છે તો આજે ખૂબ જ સરળતાથી તેનો ઉકેલ મળશે. પોઝિટિવ રીતે તેના ઉપર કાર્ય કરો. આજનો દિવસ તમને સફળતા આપશે.

નેગેટિવઃ- ભાવુકતાથી બચવું. કોઇ પાસેથી વધારે આશા રાખશો નહીં. આવું કરવાથી તમારું જ નુકસાન થઇ શકે છે. બહારની ગતિવિધિઓ અને મિત્રો સાથે તમારો સમય વ્યર્થ ન કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે તમારી ભાવુકતા અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

લવઃ- લગ્નજીવન મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાથી થાક અને તણાવ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્ય સંબંધિત કોઇપણ યોજના ન બનાવીને વર્તમાન કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રહ ગોચર તમારા કાર્યોમાં ગતિ પ્રદાન કરશે. પારિવારિક વ્યક્તિઓનો સહયોગ પણ તમારી અનેક દુવિધાઓનો ઉકેલ લાવશે.

નેગેટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુને કોઇ સ્થાને રાખીને ભૂલવાથી વધારે તણાવ ઉત્પન્ન થશે. ચિંતા ન કરો વસ્તુ ઘરમાં જ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાન કાર્યો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- દિવસભરની દોડભાગ પછી પરિવારજનો સાથે સમય વ્યતીત કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અંગે બેદરકારી કરશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બધા જ કાર્યો યોજનાબદ્ધ રીતે કરવાથી સફળતા મળશે. કોઇ સામાજિક સંસ્થા સાથે કામ કરવાથી સન્માન પ્રાપ્ત થશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ લાભદાયક રહેશે.

નેગેટિવઃ- સાથે હળતી-મળતી વખતે તમારા વ્યવહારમાં સૌમ્યતા અને શાલીનતા જાળવી રાખવી જરૂરી છે. અધિકાર પૂર્ણ વાણી અને સ્વભાવ તમને હાનિ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રૂપિયાનુ રોકાણ કરવું ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ યોજના ઉપર ગંભીરતાથી વિચાર કરો. ઘરની સજાવટ અને ફેરફાર સંબંધિત પણ યોજના બનશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે અહંકારના કારણે થોડો વિવાદ થઇ શકે છે. જેના કારણે બધા તણાવમાં રહેશે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી તમે વ્યવસાયમાં જે ફેરફાર સંબંધિત નીતિઓ બનાવી રહ્યા હતાં આજે તેના ઉપર યોગ્ય કામ થશે.

લવઃ- પ્રેમ સંબંધોથી બચવું.

સ્વાસ્થ્યઃ- વાસી ભોજન કરવું નહીં.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર થોડી સારી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. માત્ર યોજનાઓને યોગ્ય રીતે ગતિ આપવાની જરૂર છે. તમારી પ્રતિભાઓ અને ક્ષમતાઓ આજે તમારા પક્ષમાં શ્રેષ્ઠ સ્થિતિ બનાવશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે જ નુકસાનનું કારણ બની જાય છે.

વ્યવસાયઃ- માર્કેટિંગમા મીડિયા સાથે સંબંધિત વ્યવસાય આજે થોડી નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક સ્થિતિઓની અસર સ્વાસ્થ્ય ઉપર પડશે.

અન્ય સમાચારો પણ છે...