સોમવારનું રાશિફળ:સોમવારે કર્ક રાશિના લોકોએ આર્થિક મામલે સાચવવું, કોઈ અન્ય વ્યક્તિની વાતોમાં આવવાથી બચવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

5 સપ્ટેમ્બર, સોમવારના રોજ પ્રીતિ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને મનગમતી જવાબદારી મળી શકે છે. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. મિથુન રાશિ માટે દિવસ શુભ છે. કોઈ ખાસ જવાબદારી મળી શકે છે. કન્યા રાશિનું મનગમતું કામ પૂરું થઈ શકે છે. આ ઉપરાંત તુલા રાશિને આર્થિક મુશ્કેલીઓ પડી શકે છે. મકર રાશિએ રોકાણમાં સાવચેતી રાખવી. મીન રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ નથી. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

5 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ તથા સજાવટને લગતી સામગ્રીની ખરીદીમાં પરિવાર સાથે સુખમય સમય પસાર થશે. કોઈપણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં તેના અંગે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવાથી તમે કોઈપણ પ્રકારની ભૂલ કરવાથી બચી જશો.

નેગેટિવઃ- સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવો જરૂરી છે. બાળકો સાથે વ્યવહાર કરતી સમયે તેમની જ દૃષ્ટિએ જોવું યોગ્ય રહેશે. મોસાળ પક્ષ સાથે સંબંધોમાં વિવાદની સ્થિતિ ઊભો થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સફળતા મેળવવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીએ એકબીજા સાથે તાલમેલ યોગ્ય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ અને પોલ્યૂશન સામે પોતાને બચાવો.

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. અટવાયેલું કામ કે અટવાયેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. સંબંધીઓ સાથે સહયોગ દ્વારા અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળશે.

નેગેટિવઃ- કોઈ સમસ્યા આવે ત્યારે અન્ય લોકોને દોષ આપવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિચાર કરવો જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ કોઈ પ્રકારના વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં થોડી સમસ્યાઓ બની રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક તમારા ઉપર હાવી રહેશે.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ મુદ્દે અસમંજસની સ્થિતિમાં નજીકના વ્યક્તિ સાથે ચર્ચા કરો, ચોક્કસ જ તમને યોગ્ય સલાહ મળશે. સમય અનુકૂળ છે. સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર પણ નિર્ભર કરે છે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે તમે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો. ફોન અને ઇન્ટરનેટ દ્વારા બધાના સંપર્કમાં રહો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- આ મંદીના સમયગાળામાં વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવશે.

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં થોડી પરેશાની આવી શકે છે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા પરિસ્થિતિનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કોઈની પણ વાતોમાં આવશો નહીં, નહીંતર પોતાના ફાયદા માટે તમારું જ નુકસાન કરી શકે છે. થોડો સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ ધ્યાન લગાવવાથી માનસિક સુકૂન મળશે.

વ્યવસાયઃ- કર્મચારીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો

લવઃ- પતિ-પત્ની વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સોસાયટી કે સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે અને ઓળખ પણ વધશે. ઘરની સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહેશો. પરિવાના લોકો સાથે બેસીને અનુભવો જણાવવા તમને સુખ આપશે.

નેગેટિવઃ- કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી રાખવી યોગ્ય રહેશે. અનુભવની ખામીથી થોડા કાર્યો અધૂરા રહી શકે છે. સરકારી કાર્યોને લગતા કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર જ ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ અને સમજણ દ્વારા ઘરની સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોશિશ કરવાથી મનગમતું કામ પૂર્ણ થઈ શકે છે. જોકે, પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. બાળકો સાથે તેમના કાર્યોમાં યોગદાન આપવું તમને સુખ આપશે.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલે દખલ ન કરો કે માગ્યા વિના સલાહ પણ આપશો નહીં. કોઈ પ્રકારની બદનામી તમારા માથે પડી શકે છે. કોઈપણ ખાસ મુદ્દા ઉપર નિર્ણય લેતા પહેલાં પરિવારના લોકોની સલાહ લો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોના પેપર યોગ્ય રીતે તપાસો.

લવઃ- તમને જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યા રહી શકે છે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારી પ્રતિભા અને યોગ્યતાને લગતા રસના કાર્યોમાં સમય પસાર થશે. જેથી તમને આત્મિક અને માનસિક સુકૂન મળશે.

નેગેટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી. કોઈપણ નવું રોકાણ કે નવું કામ કરતી સમયે તેના અંગે યોગ્ય તપાસ કરો. ઘરને લગતી વસ્તુઓની ઓનલાઇન શોપિંગ કરવામાં વધારે ખર્ચ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતા જશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા રહી શકે છે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડો સમય અનુભવી તથા વડીલ લોકોના સાનિધ્યમાં પસાર કરો તેનાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિણામ આવશે. મુશ્કેલ સમયને પણ તમે સહજ રીતે અનુકૂળ બનાવી લેશો.

નેગેટિવઃ- સંબંધોમાં થોડા મતભેદ જેવી સ્થિતિ રહી શકે છે. પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારની દલીલની સ્થિતિમાં પડશો નહીં. આ સમય શાંતિથી પસાર કરવાનો રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવું નહીં.

લવઃ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારને લીધે થોડો થાક રહી શકે છે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય પ્રમાણે પોતાની દિનચર્યામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. જેથી વિચારોમાં પોઝિટિવિટી આવશે. યુવાઓને કરિયરને લગતી કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઈ કાર્યવાહી ન કરો. કેમ કે તેના કારણે સંબંધ ખરાબ પણ થઈ શકે છે. થોડો સમય એકાંતમાં કે કોઈ ધાર્મિક સ્થળે પસાર કરો.

વ્યવસાયઃ- ઇલેક્ટ્રિકલ વસ્તુઓને લગતા વેપારમાં થોડા નુકસાનની સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અચાનક જ કોઈ સમસ્યા આવવાથી તણાવ અને ચિંતા રહી શકે છે.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનું નિવારણ થશે. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વિચાર અને આત્મબળને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. કેમ કે કોઈ એવી વાત તમારાથી બોલાઈ શકે છે જેના માટે તમારે પછતાવું પડશે.

વ્યવસાયઃ- આ સમયે કોઈપણ વ્યવસાયિક નિર્ણય સમજીવિચારીને લેવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- રિસ્ક લેવાનું ટાળો.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મિત્રો તથા સંબંધીઓના સંપર્કમાં રહો, તમને નવા-નવા અનુભવો મળશે. વડીલ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે મદદગાર રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો કે ઉતાવળમાં નિર્ણય પણ લેશો નહીં. તમારા માન-સન્માન ઉપર અસર થઈ શકે છે. આ સમયે વધારે હળવું-મળવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- વેપારમાં મહેનત વધારે રહેશે.

લવઃ- વધારે કામ અને થાક હોવા છતાંય તમે થોડો સમય પરિવાર માટે કાઢશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ મિત્રને આપેલાં ઉધાર રૂપિયા પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. ભાઈ-બહેન સાથે સંબંધ મધુર રહેશે. દિવસનો થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી તમને અદભૂત શાંતિ મળશે.

નેગેટિવઃ- આ સમયે આવક ઓછી અને ખર્ચ વધારે રહી શકે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી પડી શકે છે. અન્ય સાથે મુલાકાત કરતી સમયે તમારા માન સન્માનનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી ગતિવિધિઓમાં વધારે સમજણ અને સાવધાનીપૂર્વક નિર્ણય લો.

લવઃ- થોડો સમય પારિવારિક સભ્યો સાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરો.