તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારનું રાશિફળ:શુભાશુભ યોગને કારણે મેષ સહિત 4 રાશિના જાતકોને ધનલાભના યોગ છે, અન્ય રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ અને મીન સહિત 8 રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે

5 સપ્ટેમ્બર, રવિવારના રોજ શિવ અને વજ્ર નામના યોગ સર્જાઈ રહ્યા છે. એક શુભ અને એક અશુભ યોગને કારણે રવિવારે આઠ રાશિના જાતકો માટે સામાન્ય દિવસ રહેશે. એ જ રીતે અન્ય ચાર રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે રવિવારે વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધન, કુંભ અને મીન રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ રાશિના જાતકોનાં કામકાજ તો પૂર્ણ થશે, પણ અવરોધો આવ્યા કરશે. જ્યારે મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બિઝનેસમાં પણ ફાયદો થશે.

5 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક તથા સામાજિક બધાં કાર્યો યોજનાબદ્ધ રીતે યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. લોકો સાથે ઓળખાણ પણ વધશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો, તમને કોઈપણ પ્રકારનો દગો મળી શકે છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં, કેમ કે આ સમય ખૂબ જ વધારે મહેનત કરવાનો છે.

વ્યવસાયઃ- આજે કોઈ નજીકના વ્યક્તિ કે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી નવા વિષય અંગે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાના કારણે તમને ઘર તથા વેપાર બંનેમાં તાલમેલ જાળવી રાખવો પડશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં સમય પસાર કરવો તથા યોગ્ય યોગદાન આપવાથી તમને સુખ અને નવી ઊર્જા અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. થોડો સમય મનોરંજનમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- જો કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ બની રહી છે, તો તેના કારણે પરિવારમાં થોડો તણાવ રહી શકે છે. પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમ સાથે કામ કરો. તમારી સલાહ અને સહયોગ સ્થિતિને ખૂબ જ સંભાળી શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકાશે નહીં. પરંતુ ફોન કોલને ઇગ્નોર ન કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીઓનું આજે કોઈ સમાધાન મળી શકે છે. તમારા સૌમ્ય અને સંતુલિત વિચારોના કારણે ઘર-પરિવારમાં પણ યોગ્ય વાતાવરણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિના કારણે તમને તણાવ અને ગુસ્સો રહી શકે છે. પરંતુ તેમની ભૂલોને શાંતિથી સુધારવાની કોશિશ કરો. તેનાથી સ્થિતિઓમાં જલ્દી જ સુધાર આવી શકે છે. આજે કોશિશ કરો કે ઘરથી બહાર ઓછું જવું પડે.

વ્યવસાયઃ- ક્ષેત્રમાં બધી ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. કેમ કે થોડીપણ બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત લોકો ઉપર પણ કામ વધારે રહેવાના કારણે આજે પણ સમય આપવો પડી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે પોતાનું રક્ષણ કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓ ઉપર તથા મિત્રો સાથે સમય પસાર કરવામાં લગાવો. તમને નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. યોજનાબદ્ધ રીતે તમારી કાર્યપ્રણાલીને વ્યવસ્થિત રાખો. તમને તમારા પ્રયત્નો દ્વારા સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી બેદરકારીના કારણે થોડી મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. આ સમયે તમારી અંદર વિશ્વાસ જળવાયેલો રહેશે. ગુસ્સો અને ચીડિયાપણાં જેવો સ્વભાવ હાવી થવા દેશો નહીં

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્ય લોકો ઉપર નિર્ભર ન રહીને બધા નિર્ણય જાતે જ લેવા યોગ્ય રહેશે.

લવઃ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડો સમય ઘરના વડીલો સાથે પણ પસાર કરો. તમને તેમના અનુભવોથી અનેક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે. તેમના આશીર્વાદ અને સ્નેહની સુખદ અનુભૂતિ થશે. બાળકો પણ આજ્ઞાકારી રહેશે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારાં થોડાં કામ અધૂરાં રહી શકે છે, પરંતુ તેના કારણે તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. યોગ્ય આરામ લેવો. પારિવારિક સભ્ય સાથે પણ મનોરંજનને લગતા કાર્યોમાં સમય રિપીટ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળની જગ્યાએ ઘરે રહીને પણ તમે વ્યવસાયને લગતી ગતિવિધિઓને યોગ્ય રીતે સાચવીને રાખો.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો પાર્ટીમાં રોકાણ કરવા કે વાહન ખરીદવાને લગતી યોજના બની રહી છે, તો આજે તેના માટે યોગ્ય સમય છે. સંબંધીઓના ઘરે આવવાથી ચહેલપહેલ રહેશે તથા બધા સભ્ય એકબીજાની ભાવનાઓની કદર કરશો.

નેગેટિવઃ- જો ઘરનું વાતાવરણ શાંતિભર્યું રાખવું હોય તો કોઈપણ બહારના વ્યક્તિની દખલ તમારા ઘરમાં થવા દેશો નહીં. બાળકોના કરિયરને લગતી સમસ્યામાં પણ તમારો સહયોગ તેમના માટે જરૂરી રહેશે, આ વાતનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા સારા મિત્રો સાથે પોતાના સંબંધોને વધારે મજબૂત રાખો

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોર્ટ કેસને લગતી ગતિવિધિઓ ચાલી રહી છે તો આજે તેમાં સફળતા મળવાની શક્યતા છે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા સંતુલિત વ્યવહાર પણ તમને દરેક પરિસ્થિતિમાં જીવન પસાર કરવાની પેરણા આપે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના સંબંધી અંગે ખાસ મિત્રને લગતી કોઈ અપ્રિય સૂચના મળવાથી નિરાશ રહેશો. કોઈ ધાર્મિક સ્થળે અથવા એકાંતમાં સમય પસાર કરવાથી તમને આ સમસ્યાથી રાહત પણ મળી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને વ્યવસ્થિત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- થાક અને બેચેની હાવી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંતાન કે વ્યક્તિગત કોઈ સમસ્યાને લઇને કોઈ નજીકના મિત્ર સાથે યોગ્ય સલાહ કે મદદ મળી શકશે. જેથી તમને તણાવમુક્ત અનુભવ કરશો. રાજનૈતિક અને સામાજિક સીમા વધશે આ સંપર્ક સૂત્ર તમારા માટે ફાયદો આપી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કામ વધારે રહેવાનો ભાર તમારા સ્વભાવમાં ચીડિયાપણું લાવી શકે છે. તમારા કામને અન્ય લોકો સાથે વહેંચતા શીખો તથા ધૈર્ય જાળવી રાખો. યુવાઓને ખરાબ આદતો અને સંગતિથી દૂર રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં પરિવર્તનને લગતી જે યોજનાઓ બની રહી છે, તેના ઉપર મહેનત કરો

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે ઉધરસ તથા તાવ જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દિવસનો થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક સ્થાને પણ પસાર કરો, તેનાથી છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળી શકે છે. તમે વર્તમાન કાર્ય ઉપર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઈ ભવન નિર્માણને લગતું કાર્ય અટકી રહ્યું છે તો તેને ફરીથી શરૂ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- કોઈપણ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. તેમના દ્વારા પરિવારના સંબંધોમાં ગેરસમજ અને માનહાનિ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સમયે તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખીને આગળ વધવું યોગ્ય છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે, આ સમયે સમજણ અને દૂરદૃષ્ટિથી કામ લેવું. તમે આ પરેશાનીઓમાંથી બહાર આવવામાં સફળ રહી શકો છો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ અને અનુશાસન જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે નસમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહી શકે છે. અનુશાસન જાળવી રાખવામાં માટે તમે ખાસ કોશિશ કરશો. ઘરના વડીલોનો સાથ અને સહયોગ લેવામાં તમને તમારા અનુભવ દ્વારા ઘણું શીખવા પણ મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી અને યુવાઓ સાથે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. પારિવારિક સભ્યો સાથે પણ સમય પસાર કરો. આ સમયે કોઈપણ લેવડદેવડને લગતાં કાર્યોમાં રૂપિયાનું રોકાણ ન કરશો. નુકસાન થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- કોઈપણ વિપરીત લિંગના મિત્રના કારણે ઘરમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે થાકના કારણે અનિદ્રા અને શરીરમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ તથા અધ્યાત્મ પ્રત્યે વધતો તમારો વિશ્વાસ તમને શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરી રહ્યું છે. તમે જીવનને પોઝિટિવ દૃષ્ટિએ જોવાની કોશિશ કરી રહ્યા છો જે એક સારી સફળતા છે. બાળકો પણ આ સમયે સંપૂર્ણ રીતે અનુશાસિત તથા અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઇના ઉપર પણ વધારે વિશ્વાસ ન કરીને તમારી જ કાર્યક્ષમતા તથા યોગ્યતા પ્રમાણે કામ કરો. જો યાત્રાને લગતો કોઈ પ્રોગ્રામ બની રહ્યો છે તો તેને ટાળવો યોગ્ય રહેશે. કેમ કે આ સમયે થોડા નુકસાનની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. ધાર્મિક સ્થળે કે એકાંતમાં આત્મ અવલોકન કરીને તમે તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસનો ભરપૂર સંચાર કરશો. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરવો તેમને બળ આપી શકે છે.

નેગેટિવઃ- કોઈ નજીકના મિત્ર કે પાડોશી સાથે નાની વાતને લઇને મતભેદ થઈ શકે છે. પરંતુ ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી કામ લેવું સમસ્યાને ઉકેલી પણ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ભવિષ્યને લગતી થોડી નવી યોજનાઓ બનશે.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા સાથે સમય પસાર કરવો એકબીજા સાથેના તાલમેલને વધારે સારું બનાવશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઘરના વડીલોના સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે.