5 સપ્ટેમ્બરનું રાશિફળ:શનિવારે ગ્રહ ગોચર આર્થિક દૃષ્ટિએ કુંભ જાતકોના પક્ષમાં રહેશે, વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળવાના યોગ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

5 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે પૂર્ણ મન સાથે ઘરના બધા સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં સમય પસાર કરો. ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. કામ વધારે રહેવાના કારણે તમે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.

નેગેટિવઃ- વધારે મહેનત અને થાકના કારણે ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. જેના કારણે વાત વિના તમને ગુસ્સો આવશે. બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ કરવી ઠીક નથી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ઠંડા-ગરમ ખાનપાનના કારણે ગળામાં ઇન્ફેક્શન થવાની આશંકા છે.

----------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ નજીકના મિત્રો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. આ સમયે તમારા લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરમાં સુધાર સંબંધિત યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં પણ વધારે ખર્ચ થવાની સંભાવના છે, જેના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે. લોન લેવાની યોજના ચાલી રહી છે તો તમારી તાકાત કરતાં વધારે રૂપિયા ઉધાર લેવાથી બચવું.

વ્યવસાયઃ- વ્યવસાયની મોટાભાગની ગતિવિધિઓ ઘરે બેઠા જ પૂર્ણ થઇ જશે.

લવઃ- પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- આંખમાં દુખાવો કે ઇન્ફેક્શન થઇ શકે છે.

----------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. જે ઘર તથા વ્યવસાય બંને માટે યોગ્ય સાબિત થશે. એટલે તેના ઉપર તરત અમલ કરવાનું શરૂ કરી દો. ઘરમાં સગા-સંબંધિઓનું આગમન થશે.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. અનુભવી લોકોની મદદથી સમસ્યાનો ઉકેલ જલ્દી મળી જશે. સંતાનની સંગતિ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા સુધાર સંબંધિત નિર્માણ માટે વધારે ખર્ચ થઇ શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધા અને નસનો દુખાવો વધી શકે છે.

----------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય મોજ-મસ્તી તથા પોતાના વ્યક્તિત્વને વધારે નિખારવામાં પસાર થશે. તમારી પ્રભાવશાળી વાણી અન્ય ઉપર સારો પ્રભાવ છોડશે.

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આજે લાભના થોડાં સ્ત્રોત ઓછા રહેશે.

વ્યવસાયઃ- કોઇ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય સારો છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અકારણ મનમુટાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- ભૂખ લાગશે નહીં અને અપચાની ફરિયાદ રહેશે.

----------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી તમે તમારી અંદર વધારે ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા છો. તેના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- તમારે તમારી મહેનતનું પરિણામ મોડું મળી શકે છે. જેથી તણાવ લેવાની જરૂરિયાત નથી. પરિણામ સારું જ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- વિદેશ સાથે સંબંધિત વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડા વૈચારિક મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

----------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે સારું સાબિત થશે. તમારી ભાવુકતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. આજે સમય મોજ-મસ્તી તથા મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે.

નેગેટિવઃ- સરકારી કાર્યોને પોતાની બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં કેમ કે, કોઇ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે.

વ્યવસાયઃ- આજકાલ તમે તમારા વ્યવસાયમાં નવા-નવા પ્રયોગ કરી રહ્યા છો.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે માનસિક અને શારીરિક થાક રહેશે.

----------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યનું નિર્માણ કરશે અને તમને યોગ્ય ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરાવશે. ઘરમાં પણ અનુશાસન તથા વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો મહત્ત્વપૂર્ણ સહયોગ રહેશે.

નેગેટિવઃ- કાકાના ભાઇ-બહેનો સાથે તમારા સંબંધને વધારે સંભાળીને રાખવાની જરૂરિયાત છે. અકારણ જ તેમની સાથે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. વારસાગત સંપત્તિને લઇને પણ કોઇ વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ગતિવિધિઓને કાર્યક્ષેત્રમાં રહીને જ પૂર્ણ કરો.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો શારીરિક અને માનસિક રીતે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પોતાને વધારે ઊર્જાવાન અનુભવ કરશો. બધા જ કાર્યને તરત પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્યનું આયોજન પણ સંભવ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી જળવાઇ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક નિર્ણય લેવામાં પરેશાની થઇ શકે છે. સંતાન સંબંધિત કોઇ પ્રકારની ચિંતા રહેશે. સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે, તો હાલ થોડો સમય સ્થગિત રાખો.

વ્યવસાયઃ- સરકારી ગતિવિધિઓ સાથે જોડાયેલાં વ્યવસાયમાં વધારે લાભ થવાની સંભાવના છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

----------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા આદર્શ અને લોકો પ્રત્યે સહયોગની ભાવનાના કારણે તમને સમાજમાં યોગ્ય સન્માન પ્રાપ્ત થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ વધારે રસ રહેશે.

નેગેટિવઃ- બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થવાના કારણે તમારા વ્યક્તિગત કામ અટકી શકે છે. જેના કારણે ઘરના લોકો પરેશાની અનુભવ કરશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની સમસ્યા રહેશે.

----------------------

મકરઃ-

પોઝિટિવઃ- બીજા લોકોની ભૂલોને માફ કરવી તમારા સ્વભાવની મુખ્ય વિશેષતા છે. આ વિશેષતા તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં સંપૂર્ણ રૂપરેખા બનાવો.

નેગેટિવઃ- ખોટી યાત્રા વધારે થશે. જેના કારણે સમય બરબાદ થશે. સાથે જ તણાવ રહેશે. બાળકો ઉપર વધારે રોક-ટોક કરવાના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ ઉપર તમારા કામ કરવાની પ્રણાલીમાં પરિવર્તન લાવવા અંગે યોજના બનશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહેશે.

----------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર આર્થિક દૃષ્ટિએ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. તેનો ભરપૂર ઉપયોગ કરો. લાભના અન્ય માર્ગ પણ મળી શકશે. તમે તમારી મહેનત અને પરાક્રમના બળે કોઇપણ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલના ચક્કર લગાવી શકો છો. વધારે ખર્ચ પણ થઇ શકે છે. પરિવારમાં કોઇ નાના મુદ્દાને લઇને મોટો વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ લાભદાયક ઓર્ડર મળવાના યોગ છે.

લવઃ- વ્યક્તિગત સમસ્યાઓની અસર પારિવારિક જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- પીઠના નીચેના ભાગમાં સોજાની ફરિયાદ રહેશે.

----------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે બધી ચિંતાઓને છોડીને હળવા મૂડમાં રહેશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજન અને મળવામાં સમય પસાર થશે. યુવા પોતાના કરિયરને લઇને વધારે ગંભીર રહેશે.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં અલગ થવાની વાતો ઉપર વિચાર થશે. જેના કારણે થોડાં વિવાદ પણ ઊભા થઇ શકે છે. આ સમયે તમારે ધૈર્ય પૂર્વક નિર્ણય લેવો વધારે જરૂરી છે.

વ્યવસાયઃ- વીમા તતા કમીશન સંબંધિત વ્યવસાય લાભદાયક સ્થિતિમાં રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે. પ્રેમ સંબંધ મર્યાદિત અને સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- પરેશાનીઓના કારણે માનસિક તણાવ રહેશે.

અન્ય સમાચારો પણ છે...