મંગળવારનું રાશિફળ:મંગળવારનો દિવસ મકર રાશિના લોકો માટે શુભફળદાયી રહેશે, ઘરમાં મહેમાનોની અવર-જવર રહી શકે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુલા સહિત 6 રાશિ માટે દિવસ સારો
  • કન્યા સહિત 5 રાશિ માટે દિવસ સામાન્ય

5 ઓક્ટોબર, મંગળવારનો દિવસ છ રાશિ માટે શુભ રહેશે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ તથા તુલા રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ તથા બિઝનેસમાં ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આ ઉપરાંત વૃશ્ચિક, કન્યા, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. ધન રાશિના નોકરિયાત વર્ગે સાવચેતીથી દિવસ પસાર કરવો. રોકાણમાં ધ્યાન રાખવું.

5 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા મળી શકે છે એટલે કોશિશ કરતા રહો. જોકે, તમે તમારી વાતો અને કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. એટલે તમારું બજેટ યોગ્ય જાળવી રાખો. અન્ય લોકોની વાતોમાં આવશો નહીં, તમારી સાથે દગાબાજી થઈ શકે છે. જમીનને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યને આજે ટાળો

વ્યવસાયઃ- થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ પાસેથી તમને નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવાર સાથે પસાર કરવાથી તમે ફ્રેશ અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બનશે. કોઈ પારિવારિક સંબંધ મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી સલાહને યોગ્ય મહત્ત્વ આપવામાં આવશે. જીવનમાં અચાનક થોડા ફેરફાર આવી શકે છે જે તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. તેમને ખીજાવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. આજે અજાણ વ્યક્તિ સાથે બિલકુલ સંપર્ક ન કરો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કામને લગતી યોજનાને કોઈ સામે જાહેર ન કરો

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડા શુભ અવસર પ્રદાન કરશે. આજનો દિવસ મહિલાઓ માટે ખાસ શુભ રહી શકે છે. તેમની પ્રતિભા અને ક્ષમતા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તેમની મદદ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ વિતેલી નકારાત્મક વાત તમારું આજ પણ ખરાબ કરી શકે છે. એટલે વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ તમારી ઊર્જા લગાવો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે

વ્યવસાયઃ- વેપારમાં લોન, ટેક્સ વગેરેને લગતી ફાઈલમાં સંપૂર્ણ પારદર્શિતા રાખો.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને યોગ્ય સન્માન આપશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે અધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાની પણ તક મળી શકે છે. અનુભવી વ્યક્તિઓ સાથે તમારી કાર્યક્ષમતા અને વ્યક્તિત્વને વધારે નિખારશો.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઈ સામે ન કરશો. થાક અને આળસના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. સ્વભાવમાં નરમી જાળવી રાખો, ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે તમારા મોટાભાગના કામ ફોન અને સંપર્ક સૂત્રો દ્વારા સંપન્ન થઈ શકે છે

લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી વાતોને ઇગ્નોર કરો

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત અને મનોરંજનમાં વધારે સમય પસાર થશે તથા તમે જાતે ઊર્જાવાન અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે સારો રહી શકે છે. કોઈ નજીકની યાત્રા પણ થઈ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખવું જરૂરી છે કે અન્ય લોકોની સલાહની જગ્યાએ તમે તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- મીડિયાને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો

લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ પ્રેમપૂર્ણ રહેશે

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની તકલીફ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ પ્રિય મિત્રની પરેશાનીમાં સહયોગ કરવો તમને સુખ આપશે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો, ચોક્કસ જ તમને કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બની રહ્યો છે તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે. તમારા મનને સંયમિત રાખો, ક્યારેક ઈગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- આજે ધનને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી પ્રોડક્શનમાં ગતિ આવી શકે છે.

લવઃ- અચાનક જ કોઈપણ મિત્ર સાથે મુલાકાત સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક યાત્રાને લગતી પારિવારિક યોજના બનશે. સંતાનની કોઈ સફળતાથી સુકૂન અને રાહત મળશે. યુવાઓ પણ કોઈ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે અને ભવિષ્યને લગતા નિર્ણયો લેવા માટે તેમને હિંમત આવશે.

નેગેટિવઃ- અન્ય લોકોની દખલના કારણે તમારી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ શકે છે. કોઈપણ નિર્ણય જાતે જ લો. કોઈ સાથે વાતચીત કરતી સમયે તમારા વ્યવહારમાં કોમળતા રાખો.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતો કોઈ પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- વધારે વ્યસ્ત રહેવા છતાંય પરિવાર માટે થોડો સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. આ સમયે તમે જેટલું પરિશ્રમ કરશો, તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ પારિવારિક સભ્યને લઈને જ તમારી અંદર શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ કારણે સંબંધોમાં પણ ખટાસ આવશે. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતા બધા કાર્યોને ટાળો તો સારું રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો તો સારું

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી અને સન્માનજનક રહેશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે.

નેગેટિવઃ- કોઈપણ અનૈતિક કાર્યમાં રસ લેશો નહીં. તેના કારણે તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ મોજ-મસ્તીના કારણે લક્ષ્યથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- આજે અચાનક જ કોઈ જૂની પાર્ટી સાથે સંપર્ક સ્થાપિત થઈ શકે છે અને તમને નવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર જેવી પરેશાનીઓ અંગે તપાસ કરાવો

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી સાથે થોડી એવી સુખદ ઘટનાઓ ઘટશે કે તમે આશ્ચર્યચકિત રહી જશો. તમારી યોગ્યતાને ઓળખો. ઘરમા મહેમાનોની અવર-જવર રહી શકે છે.

નેગેટિવઃ- જમીનને લગતા કાર્યોમાં કાગળિયાની યોગ્ય તપાસ કરો. કોર્ટ કેસને લગતા મામલે તમારા કોઈ શુભચિંતક સાથે ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ- કારોબારને લગતી ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને પણ ધ્યાનમાં રાખો.

લવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ પારિવારિક સભ્યની સફળતાએ ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતથી તમારી લોકપ્રિયતા વધશે,

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની રાખવી. તમારી સાથે દગાબાજી પણ થઈ શકે છે. ઘરની કોઈ સમસ્યાનો ઉકેલવામાં વિવેક અને સમજદારીથી કામ લેવું.

વ્યવસાયઃ- કાર્યસ્થળે લેવામાં આવેલ ઠોસ નિર્ણય સારો સાબિત થઈ શકે છે.

લવઃ- ઘરના મામલે દખલ કરવી નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશે. કોઈ ધાર્મિક સ્થળે પણ તમને કોઈ ઉપાધિ મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- તમારા નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરો. તેનાથી તમારા સંબંધોમાં સુધાર આવશે. નકારાત્મક જૂની વાતોને હાવી થવા દેશો નહીં. અન્ય લોકોના મામલાઓને ઉકેલવાથી તમારા કોઈ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારા સહયોગીઓ સાથે કોઈપણ વાતે વિવાદમાં ઉતરવું યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારને લીધે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.