શુક્રવારનું રાશિફળ:આજથી નવું વર્ષ શરૂ; બારેય રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળદાયી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘દિવ્ય ભાસ્કર’ના સર્વે વાચકોને નૂતન વર્ષાભિનંદન!

5 નવેમ્બર, શુક્રવારના રોજ સૌભાગ્ય અને માતંગ નામના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે સિંહ અને ધન રાશિના જાતકો માટે બેસતા વર્ષનો દિવસ શુભ દિવસ રહેશે. આ રાશિના નોકરિયાત જાતકોને ઉપલબ્ધિ મળી શકે છે. આવકના સ્રોત વધશે. અચાનક ફાયદા અને પ્રગતિના યોગ પણ સર્જાઈ રહ્યા છે. તુલા રાશિમાં રહેલા ચંદ્રમા પર શનિની દૃષ્ટિ પણ પડી રહી છે. આ કારણોસર મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા,, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનાં ધાર્યાં કામ તો પૂરાં થશે, પરંતુ તેમણે વચ્ચે આવતી અડચણો પાર કરવાની રહેશે.

5 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાંય તમે તમારા ઘર-પરિવારના સુખ માટે સમય કાઢી શકશો. ઘરની દખરેખને લગતી થોડી ગતિવિધિઓ થશે. આ સમયે તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને શરૂ કરશો.

નેગેટિવઃ- બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. હીનતાની ભાવના પણ આવી શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારનું પેપર વર્ક કે ઓર્ડર પૂર્ણ કરતી સમયે યોગ્ય તપાસ કરો.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી ઘરમાં મહેમાનોના આગમનથી પ્રસન્નતા રહેશે. સાથે જ કોઈ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ શકે છે. સંતાનની પોઝિટિવ ગતિવિધિઓ તમને સુકૂન આપશે. રોકાણને લગતા કાર્યો માટે સમય સારો રહેશે

નેગેટિવઃ- તમારી કોઈ જિદ્દ કે વ્યવહારના કારણે મામા પક્ષ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં

લવઃ- વ્યવસાયિક વાતાવરણની અસર ઘરના લોકો ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહેવાના કારણે અસ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓ તમે યોગ્ય રીતે નિભાવી શકશો. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના પણ બનશે. વડીલોના આશીર્વાદ તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ- અચાનજ કોઈ નકારાત્મક વાત સામે આવવાથી તણાવની સ્થિતિ બની શકે છે. કોશિશ કરીને આ વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પરિસ્થિતિને સાચવીને રાખો. આજે કોઈપણ પ્રકારની લેણદેણ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઈ નવું કામ શરૂ કરશો નહીં.

લવઃ- લગ્નસંબંધોમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારૂ રૂટીન ચેકઅપ કરાવતા રહો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારું કોઈ વ્યક્તિગત કામ આજે સફળતાપૂર્ણ સંપન્ન થશે. જેથી તમારી અંદર ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈના ઉપર જલ્દી વિશ્વાસ કરવો કે ભાવુકતાના કારણે તમને દગો મળી શકે છે. કોઈપણ મેલજોલ કે મીટિંગને લગતા કાર્યોમાં વાતચીત કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરી લેવી.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમે તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકશો.

લવઃ- દિવસભરના થાક પછી પરિવાર સાથે બેસીને ફરી ઊર્જાવાન અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે થોડી નવી વાત શીખવા અને સમજવામાં સમય પસાર કરશો. કોઈ સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ખર્ચ વધારે રહી શકે છે, સાથે જ આવકના સાધન વધવાથી પરેશાની રહેશે નહીં.

નેગેટિવઃ- પર્સનલ લાઇફને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામના કારણે થાક અને નબળાઈ હાવી રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ પારિવારિક કે સામાજિક મામલે તમારા વિચારોને ખાસ મહત્ત્વ આપો. મેલજોલ વધશે તથા આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે. એટલે સાવધાન રહો. ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આજે કામ વધારે રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થવાના કારણે થોડો તાવ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઈ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે. એટલે પોતાના પક્ષને મજબૂત કરો. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સારા સ્થાપિત થઈ શકે છે.

નેગેટિવઃ- અન્ય લોકોના કામમાં દખલ ન કરો અને વિના માગે સલાહ આપશો નહીં. તમારા કામથી કામ રાખો. બાળકોની સમસ્યાઓના સમાધાનમાં થોડો સમય લાગશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં દરેક કાર્યને ગંભીરતા સાથે પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ મુશ્કેલી અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે રૂટિન કાર્યોથી અલગ થોડો સમય આત્મમંથન તથા આત્મ નિરીક્ષણમાં પસાર કરો. તેનાથી તમારા અનેક ગુંચવાયેલાં કાર્યો વ્યવસ્થિત કરવાની તક મળશે.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહાર ઉપર ધ્યાન આપો. તેનાથી તમારા સંબંધ યોગ્ય જળવાયેલાં રહી શકે છે. અહંકારના કારણે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કોઈ પ્રકારની પાર્ટનરશિપ કરવાની યોજનાને આજે ટાળો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઇગોને લગતો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી તમારી લગન અને મહેનતનું આજે લાભ મળી શકે છે. એટલે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. થોડી અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ તમારો રસ જાગશે. તમારી ઉન્નતિ માટેપણ થોડા નવા રસ્તા મળી શકે છે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં થોડું મોડું થઈ શકે છે. કામ શાંતિથી પૂર્ણ થઈ જશે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. તેના ખોવાઈ જવાની કે ચોરી થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકના કારણે થોડી નબળાઈ અનુભવ થશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સંબંધીઓને તેમની જરૂરિયાત સમયે તમે પૂર્ણ સહયોગ કરશો. આવું કરવાથી તમને હાર્દિક સુખ મળી શકે છે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા સમાજમાં તમારા વખાણ થશે.

નેગેટિવઃ- અનેકવાર કાલ્પનિક યોજનાઓ બનાવી લો છો, જેના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. એટલે હકીકતનો સામનો કરો. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ- મહેનતનું વિપરીત લાભ ઓછો જ મળશે,

લવઃ- ઘરના બધા સભ્યોને પોતાના મન પ્રમાણે કામ કરવાની આઝાદી આપો.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકો સાથે મળવાનું થશે તથા સારું પરિણામ સામે આવશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ થોડો સમય બાળકોની પરેશાનીને સમજાવવા અને ઉકેલવામાં પણ પસાર થશે.

નેગેટિવઃ- તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો, તેનાથી પ્રતિનિધિઓમાં ઇર્ષ્યાની ભાવના આવી શકે છે. આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ બહારના વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો કરાવશે.

લવઃ- તમારા પરિવાર પ્રત્યે સમર્પણ ભાવ ઘરમાં સુકૂનભર્યો રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં કોઈપણ પ્રકારનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનો આવવાથી તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમે તમારા રોજિંદા કાર્યોમાંથી થોડો સમય સમય સુકૂન અને મોજમસ્તીમાં પસાર કરશો. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવી શકે છે. આ સમયે તેમનું ધ્યાન બહારની ગતિવિધિઓમાં તથા મોજમસ્તીમાં રહેશે. થોડા લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં ભાગદોડ વધશે.

લવઃ- જીવનસાથી સાથે કોઈ પ્રકારનો મતભેદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.