શનિવારનું રાશિફળ:શનિવારે મીન જાતકોના આર્થિક મામલાઓમા થોડો સુધાર આવવાની શક્યતા છે, ગ્રહ સ્થિતિ પણ અનુકૂળ રહેશે

એક વર્ષ પહેલા
  • સિંહ રાશિને બિઝનેસમાં ફાયદો, કન્યા રાશિના નોકરિયાત વર્ગને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે
  • કુંભ સહિત છ રાશિ માટે દિવસ સામાન્ય, નોકરી-બિઝનેસ પર ગ્રહ-નક્ષત્રની મધ્યમ અસર

5 જૂન, શનિવારના રોજ સૌભાગ્ય તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે, જેનો સીધો ફાયદો છ રાશિને થશે. મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. નોકરી તથા બિઝનેસમાં શુભ યોગનો ફાયદો મળશે. મિથુન રાશિ માટે આર્થિક બાબતોમાં દિવસ સારો રહેશે. સિંહ રાશિને બિઝનેસમાં ફાયદો થશે તો કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. મકર રાશિને નવી ઉપલબ્ધિઓ મળશે. આ સાથે જ મીન રાશિની આર્થિક બાબતમાં સુધારો થશે. વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

5 જૂન, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા રાજનૈતિક કાર્યોમાં પોતાનું વર્ચસ્વ વધારવાનો આ સમય ઉત્તમ છે. વધારે કામ હોવા છતાં તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે પણ સમય કાઢી શકશો અને દિવસ સુખમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લગતી કોઈ ચિંતા રહેશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. ધ્યાન રાખો કે આળસ કે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઘરે રહીને જ યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે.

લવઃ- લગ્નજીવન વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી થોડી તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખાસ કરીને મહિલઓ માટે ખૂબ જ સુકૂનભર્યો રહેશે. નવી યોજના બનશે જે લાભદાયી પણ રહેશે. તમારી રહેણીકરણી તથા બોલચાલની રીત લોકને આકર્ષિત કરી શકે છે.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓ સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે. જૂની નકારાત્મક વાતોને યાદ ન કરો તથા વર્તમાનમા રહો. કોઇપણ વસ્તુની ખરીદદારી સમયે પેપર વર્ક યોગ્ય રીતે તપાસી લેવું.

વ્યવસાયઃ- આ સમયે આર્થિક મામલે વધારે વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- થોડી નવી જાણકારીઓ અને સમાચાર મળી શકે છે જે પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી રહી શકે છે. આ સમય તમારા માટે રચનાત્મક કાર્યોમા પણ પસાર થઈ શકે છે. વિદેશ જવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળવાની આશા છે.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમા આવીને સમય ખરાબ ન કરો. પોતાના વિચારોને જ પ્રાથમિકતા આપો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો નહીંતર કોઇ કાયદાકીય મામલે ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા નવા કરાર મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામા દુખાવો અને ગેસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- મન પ્રમાણે તથા રચનાત્મક કાર્યોમાં સારો સમય પસાર થશે. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારી અંદર સારું પરિવર્તન લાવશે. પરિવારની અને બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારી વિશેષ કોશિશ રહેશે.

નેગેટિવઃ- કોઈપણ યોજનાને બનાવવા સાથે-સાથે તેને શરૂ કરવામા પણ ધ્યાન આપો. વધારે ચર્ચા-વિચારણા કરવાથી પરિણામ હાથમાંથી સરકી શકે છે. વધારે અભિમાન કે પોતાને સુપીરિયર સમજવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- હળવુ ભોજન રાખવું.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી વ્યસ્તતાના કારણે આજે તમે આરામ કરવાના મૂડમાં રહેશો. ધાર્મિક પ્રવૃત્તિના લોકો સાથે પોઝિટિવ મુલાકાત અને વાર્તાલાપ પણ થશે. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પોતાના પ્રોજેક્ટને લગતી કોઈ દુવિધાને દૂર કરીને રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો, નહીંતર મનમુટાવ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ રહી શકે છે.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા ઘર-પરિવાર માટે પણ સમય કાઢશો.

સ્વાસ્થ્યઃ- થોડા નકારાત્મક વિચારો હાવી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમા તમે વ્યસ્ત રહી શકો છો. સામાજિક સીમા પણ વધશે. ઘરમા નવી વસ્તુઓની ઓનલાઇન ખરીદદારી પણ શક્ય છે. જો તમે કોઇ ખાસ કામ કરવા માટે કોશિશ કરી રહ્યા છો તો તેને લગતું યોગ્ય પરિણામ આજે મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડી પણ બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. મનને સંયમમા રાખો. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે જે બંને પક્ષ માટે જ લાભદાયી રહી શકે છે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ યોગ્ય તથા વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમને તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યામા ફેરફાર આવી શકે છે. થોડો સમય અધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લગતી કોઈ ચિંતા રહી શકે છે. ઘરના મામલે વધારે દખલ ન કરો. તમારા વ્યવહારને સંયમિત રાખો. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસ્થામા વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથી સાથે કોઈપણ પ્રકારના મતભેદને વધારશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવવાળો રહેશે. યોજનાબદ્ધ રીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો. છેલ્લાં થોડા સમયથી જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. થોડી જૂની નકારાત્મક વાતો ઊભી થવાથી કોઇ નજીકના સંબંધી સાથે નિરાશા રહી શકે છે. ભાવનાઓમાં વહીને કોઈપણ નિર્ણય લેવો નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાથી ચીડિયાપણુ અને થાક હાવી રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમને કઇંક સારું આપવાની કોશિશ કરી રહી છે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. તમારી અંદર વધારે આત્મવિશ્વાસ અનુભવ કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત કે સ્વાર્થની ભાવના આવવાથી સંબંધોમા અંતર વધી શકે છે. તમારા વ્યવહારમાં પરિવર્તન લાવો. ખર્ચ વધારે રહેશે પરંતુ તમારી આવકના સાધન પણ યોગ્ય બની રહેવાથી મુશ્કેલીઓ આવશે નહીં.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા વ્યવસાયને લગતા નવા સ્ત્રોત બનાવી શકે છે.

લવઃ- ઘર તથા પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ફાયનાન્સને લગતો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ મળી શકે છે. આ સમયે તમારા વિચારોને યોગ્ય રીતે વ્યવહારિક રાખો. શેરબજાર તથા રિસ્કને લગતા કાર્યોમા લાભદાયક તક મળશે.

નેગેટિવઃ- અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાઓથી તમારા માટે પરેશાનીઓ વધારી શકે છે. મામા પક્ષ સાથે રૂપિયા-પૈસાને લગતી લેવડદેવડને લઇને થોડો વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમાં ઓનલાઇન પ્રણાલીનો ઉપયોગ ન કરો.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે વાર્તાલાપ થવાથી સુખમય યાદો તાજા થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમા દુખાવો થવાની ફરિયાદ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ ઘરેલૂ સમસ્યાને તમે વ્યવસ્થિત રીતે કરવામા સફળ રહેશો. જો કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું પ્લાન બનાવી રહ્યા છો તો નિર્ણય તરત જ લો.

નેગેટિવઃ- બાળકો સાથે થોડો સમય પસાર કરવાથી તેમા સુરક્ષાની ભાવના આવશે. ઘરના કોઇ સભ્યને સ્વાસ્થ્યને લગતી તકલીફ પડવાથી તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલાઓને લઇને થોડા સુધારની આશા છે. આ સમયે ગ્રહ સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ છે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. જેના કારણે તમારા વિચારો પોઝિટિવ અને સંતુલિત રહેશે.

નેગેટિવઃ- ક્યારેક મન પ્રમાણે અને અતિ આત્મવિશ્વાસના કારણે તમે તમારું નુકસાન પણ કરાવી શકો છો. તમારી ઊર્જાને પોઝિટિવ રીતે ઉપયોગ કરો જેથી તમારા અનેક કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમા વધારે સુધારની અપેક્ષા ન કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન અનુભવ થશે.