તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે મીન જાતકોની કોઈ ગુપ્ત વાત જાહેર થઈ શકે છે, વડીલોની સલાહ કે માર્ગદર્શનનું પાલન કરવું

2 મહિનો પહેલા
  • કુંભ રાશિના નોકરિયાત વર્ગને ટ્રાન્સફર તથા પ્રગતિના યોગ, છ રાશિ માટે દિવસ શુભ
  • ધન, મકર સહિત 6 રાશિ માટે દિવસ સામાન્ય

5 જુલાઈ, સોમવારના રોજ ધૃતિ તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે પ્રમોશનના યોગ છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ આવશે. વૃષભ રાશિને અનુકૂળ પરિસ્થિતિ રહેશે. નોકરિયાત વર્ગ તથા બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ સારો રહેશે. મિથુન રાશિના જાતકોની રોજિંદી આવકમાં વધારો થશે. નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે.

કન્યા રાશિના નોકરિયાત વર્ગ માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. પ્રગતિના યોગ પણ છે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે ટ્રાન્સફર તથા પ્રગતિના યોગ છે. મીન રાશિને નસીબનો સાથ મળશે. વીમા, શૅર તથા કમિશનના કામમાં ફાયદો મળશે. કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

5 જુલાઈ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- થોડા દિવસથી કોઈ કાર્ય માટે ચાલી રહેલી મહેનત રંગ લાવશે. તમે ઘણું હળવું અનુભવ કરશો. તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે તથા આત્મવિશ્વાસ પણ વધશે. વિશ્વાસપાત્ર લોકોનો સહયોગ મળશે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવવા માટે કોઈ નકારાત્મક ગતિવિધિની મદદ લેવી નહીં. સારા સમયની રાહ જોવી યોગ્ય રહેશે. અન્યની સલાહને ગંભીરતાથી લો અને તેના ઉપર વિચાર કરીને પોતાના અનુભવોમાં લઇને આવો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજનાઓ શરૂ કરવા માટ સમય અનુકૂળ છે.

લવઃ- જીવનસાથી સાથે ઘર-પરિવારમાં સમય ન આવવાના કારણે વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીમા પોતાની રક્ષા કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. હંમેશાં તમે જે કાર્ય પ્રત્યે આકરી મહેનત કરી રહ્યા હતાં, તે કામ આજે સરળતાથી અને મન પ્રમાણે ઉકેલાઈ જશે. મિત્રો તથા સંબંધીઓ સાથે પણ વાર્તાલાપમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- કલ્પનામાં ન જીવનીને હકીકતમાં આવો. નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરતા શીખો. બાળકોના વિચારોને સમજો અને તેમની સાથે કઠોરતાથી વ્યવહાર કરવો તેમના આત્મબળને ઘટાડી શકે છે.

વ્યવસાયઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા વ્યવસાયને ગતિ આપવા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહી છે.

લવઃ- જીવનસાથીને સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ ગુરુ સમાન વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર પોઝિટિવ ઊર્જા પ્રવાહિત કરશે. તમે જીવનસાથે જોડાયેલી કોઈપણ સમસ્યાનું સમાધાન શોધવામાં સક્ષમ રહેશો. તમારો સંતુલિત સ્વભાવ બધાનું મન મોહ લેશે.

નેગેટિવઃ- આળસ અને બેદરકારી જેવી નકારાત્મક વાતો તમારા ઉપર હાવી થવા દેશો નહીં. શારીરિક અને માનસિક રૂપથી પોતાને મજબૂત કરો. આજે મિત્રો સાથે વધારે સંપર્કમાં રહેશો નહીં.

વ્યવસાયઃ- નોકરી તથા વેપારમાં અનુકૂળતા જળવાયેલી રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી કોઈ મુશ્કેલી થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા કડવા અનુભવોથી બોધપાઠ લઇને તમે તમારી કામ કરવાની રીતમાં ફેરફાર કરશો. જે તમારા માટે યોગ્ય સાબિત થશે. કોઈ ખોવાયેલી વસ્તુ આજે અચાનક મળી જવાથી અથવા કોઈ મન પ્રમાણે કામ બની જવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- તમારા ઉપર કામની એટલી વધારે જવાબદારી ન લેશો કે તેને પૂર્ણ કરવામાં પરેશાની આવે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો યોગ્ય નથી. કોઇ અન્ય વ્યક્તિ પાસેથી મદદ લેવાની જગ્યાએ તમારી બનાવેલી નીતિઓ ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- સ્વાસ્થ્યને લગતી યોજનાઓનૈે કોઈ સામે જાહેર ન કરશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ગરમીના કારણે ગભરામણ અને બેચેની રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમે સંપૂર્ણ મનથી સહયોગ કરશો. કોઇ જગ્યાએથી સારા કે ખરાબ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ધર્મ-કર્મના કાર્યો પ્રત્યે પણ રસ રહી શકે છે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ મનમુટાવ થવાની સ્થિતિ બની શકે છે. આ સમય શાંતિ અને સમજદારીથી કામ લેવાનો છે. કેમ કે અહંકારના કારણે વાત વધારે ખરાબ થઈ શકે છે. ખોટા ખર્ચના કારણે બજેટ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતી વધારેમા વધારે ચર્ચા કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીની કોઇ હાજરીથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દૈનિક કાર્યોમાં આજે વધારે કામ રહી શકે છે. તમે તમારા બધા કામ જોશ અને ઉત્સાહપૂર્ણ કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે. કોઇ યોગ્ય નિર્ણય લેવાના કારણે તમારી યોગ્યતા અને પ્રતિભાના પણ વખાણ થશે.

નેગેટિવઃ- કોઈ પ્રોપર્ટીને લગતો મામલો વધારે ગુંચવાઈ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો. મિત્ર વર્ગ સાથે થોડું બચીને રહો, કોઇ તમને ખોટી સલાહ પણ આપી શકે છે. તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે સપના સાકાર કરવાનો સમય છે. વડીલોના માર્ગદર્શન ઉપર અમલ કરવાથી મુશ્કેલી સરળ રહેશે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મેળવવામાં પણ તમે સક્ષમ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ ધનદાયક ચાલી રહી છે, તેનો યોગ્ય સુદપયોગ કરો.

નેગેટિવઃ- અન્ય લોકોની વાતોમાં આવવાની જગ્યાએ પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો. કામ ટાળવાની પ્રવૃત્તિ નુકસાન આપી શકે છે. પ્રોપર્ટીને લગતો કોઇ મામલો ગુંચવાઈ શકે છે. ધૈર્ય જાળવી રાખો જલ્દી જ સમાધાન મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ ઓર્ડર કે ડીલ અટકી શકે છે.

લવઃ- વધારે કામના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાથી રાહત મળી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- દિવસ વધારે વ્યસ્ત રહી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આજે કોઈ કામમાં સફળતા મળી શકે છે. છતાંય કોઈપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણા કરી લો.

નેગેટિવઃ- કોઇ જગ્યાએથી દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. રોકાણને લગતા કાર્યોમાં કોઇ પ્રકારની ભૂલ થઈ શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં, કેમ કે તેના પાછા આવવું શક્ય નથી.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘણાં સમય પછી કોઇ પ્રિયજન સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા વિચારોમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. બાળકોનું તેમના અભ્યાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- જમીન કે વાહનને લગતી લોન લેવી પડી શકે છે. આ લોન સમય રહેતા ચૂકવી શકો છો એેટલે ચિંતા રહેશે નહીં. અકારણ જ કોઇ સાથે વિવાદ કે મનમુટાવ થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ વધારે અનુકૂળ નથી.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ સુકૂનદાયક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને સુસ્તી હાવી થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ થોડા એવા લોકો સાથે મુલાકાત થશે, જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થઈ શકે છે. સાથે જ, તમે તમારી બુદ્ધિબળ દ્વારા લાભના નવા માર્ગને મેળવવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. આવા લોકોથી દૂર રહેવું. વારસાગત સંપત્તિને લગતા ભાગલાની વાત પણ ઊભી થઈ શકે છે. અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

લવઃ- ઘર કે વેપારમાં યોગ્ય સંતુલન જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ અટવાયેલું કામ અચાનક વ્યવસ્થિત રીતે બની જવાથી વિજય પ્રાપ્ત કરવા જેવી ફિલિંગ આવશે. સમય આનંદદાયક પસાર થશે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવામાં પણ સમય પસાર કરો. તેનાથી તમારું આત્મબળ વધશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ યોજના અસફળ થવાથી થોડી ચિંતા રહેશે. તેના અંગે ફરીથી વિચાર કરો. ચોક્કસ જ તમને કોઈ સફળતા મળી શકે છે. અન્ય લોકોની સલાહ ઉપર અમલ કરવું નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારી હેઠળ કામ કરતા લોકોનો યોગ્ય સહયોગ મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અચાનક જ સાંધાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જો ઘરના વડીલ તમને કોઈ સલાહ કે માર્ગદર્શન આપે, તો તેનું જરૂર પાલન કરો. ચોક્કસ જ તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે. કોઇ મશ્કેલ સમયનો ઉકેલ પણ શોધવામં સફળતા મળી શકે છે. થોડો સમય ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં પસાર કરો.

નેગેટિવઃ- તમારી કોઈ ગુપ્ત વાત જાહેર થઇ શકે છે. તેના કારણે કોઇ ખાસ મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. ખર્ચ વધારે રહી શકે છે. તેના ઉપર નિયંત્રણ લાવો. નહીંતર બજેટ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્તરે થોડું પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો તો વાસ્તુ નિષ્ણાતની સલાહ લો

લવઃ- જીવનસાથીને તમારી દરેક વાત જણાવો.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર થોડી નબળાઈ અનુભવ થઈ શકે છે.