તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ શુભદાયક રહેશે, દરેક કાર્યોનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે

25 દિવસ પહેલા
  • મેષ, કન્યા તથા કુંભ રાશિના અટકેલા કામો પૂરા થશે
  • કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકોએ સાવચેતીથી દિવસ પસાર કરવો

પાંચ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ વૃદ્ધિ તથા માતંગ નામના 2 શુભ યોગ બની રહ્યાં છે, જેનો સીધો ફાયદો 9 રાશિને મળશે. મેષ રાશિના જાતકો માટે આજે ગ્રહ સ્થિતિ સારી રહેશે. અટકેલાં કામો પૂરા થશે. વૃષભ રાશિ માટે રોકાણ કરવાનો અનુકૂળ સમય છે. મિથુન રાશિને આર્થિક લાભ થશે. કન્યા રાશિના નોકરિયાત જાતકોથી ઉચ્ચ અધિકારી ખુશ થશે. વૃશ્ચિક રાશિને કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિને અચાનક કોઈ ગુડ ન્યૂઝ મળશે. સંપત્તિના લેવડ-દેવડ સંબંધિત કામો પૂરા થશે. મકર રાશિને નસીબનો સાથ મળશે. કુંભ રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થઈ શકે છે. પ્રગતિની તકો મળશે. મીન રાશિને નવા કામની ઓફર મળી શકે છે. આ ઉપરાંત કર્ક, સિંહ તથા તુલા રાશિને ગ્રહ નક્ષત્રનો સાથ મળશે નહીં. આ ત્રણ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

5 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ લાભદાયક છે. એટલે સમયનો ભરપૂર સહયોગ કરો. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે રાહત અનુભવ થશે. થોડા રચનાત્મક અને સામાજિક કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે.

નેગેટિવઃ- જોખમી કાર્યોથી દૂર રહો. કેમ કે તેના દ્વારા નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો તમને દગો આપી શકે છે. સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે તમારી હિંમત અને વિશ્વાસ દ્વારા અનેક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- દિનચર્યા તથા ખાનપાનને સંયમિત રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. મીડિયા તથા સંપર્ક સૂત્રને લગતી ગતિવિધિઓમાં તમારું ધ્યાન ખાસ રહેશે. કોઇપણ ફોનકોલને નજરઅંદાજ ન કરો. ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ યોજના બનાવતી સમયે અન્યની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. કોઇ વાત વિના નિરાશ થવા જેવા તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. સમય પ્રમાણે સ્વભાવમાં ફેરફાર લાવો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં વધારે મહેનત તથા થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજાનો સહયોગ અને મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે સુસ્તી અને થાક જેવી સ્થિતિ અનુભવ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કામનો ભાર વધારે હોવા છતાં તમે તમારા પોતાના માટે સમય કાઢી શકશો. વ્યક્તિગત રસના કાર્યોમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ સફળતાદાયક રહેશે.

નેગેટિવઃ- પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરો. કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. મિત્રો કે નજીકના સંબંધીઓ સાથે સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ કામની ગતિને વધારશે.

લવઃ- ઘરમાં સભ્યોનો એકબીજા સાથે તાલમેલ પ્રેમપૂર્ણ તથા આત્મીય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ ઇન્ફેક્શન થવાની પરેશાની રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો. તમને સારું વાતાવરણ મળશે. ઘરમાં રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

નેગેટિવઃ- વડીલ વ્યક્તિઓની સલાહ તથા માર્ગદર્શન ઉપર જરૂર અમલ કરો. અન્યના મામલે દખલ કરવું યોગ્ય નથી. તેનો નકારાત્મક પ્રભાવ તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે તમને તમારા કાર્યમાં મહેનત પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખદ તથા સહયોગાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક વિવાદનો ઉકેલ મળવાથી આજે ઘરમાં સુકૂન અનેં શાંતિનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે સંબંધો ગાઢ બનશે. ઘણાં સમયથી કોઇ અટવાયલું પેમેન્ટ પણ મળી શકે છે. કોઇ નજીકના મિત્રનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વાતને લઇને વાદ-વિવાદમાં પડશો નહીં. ધ્યાન રાખો કે ઇર્ષ્યાની ભાવનાથી કોઇ નજીકના વ્યક્તિ જ તમારું નુકસાન કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસને લઇને સાવધાન રહેવું.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- વ્યસ્તતાના કારણે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોનું વર્ચસ્વ વધશે. આ સમયે તમારા લાભદાયક સંપર્ક સૂત્ર પણ સ્થાપિત થશે. કોઇ મુશ્કેલ કાર્યને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો. થાક હોવા છતાં ખૂબ જ વધારે સુખનો અનુભવ થશે.

નેગેટિવઃ- આ સમયે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જમીન, વાહન વગેરેને લગતી ખરીદદારીને લઇને દેવુ લેવાનો પ્લાન પણ બની શકે છે. ચિંતા ન કરો, સમય પ્રમાણે આ ઉત્તર પણ મળી જશે.

વ્યવસાયઃ- વેપારમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદીના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે આરામને લગતી ગતિવિધિઓમાં સુખદ સમય પસાર થશે. કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- આળસના કારણે થોડા અધૂરા કામ છૂટી શકે છે. એટલે પોતાની ઊર્જા અને કાર્યક્ષમતામાં ઘટાડો આવવા દેશો નહીં. ક્યારેક તમારો ગુસ્સાવાળો સ્વભાવ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યપારિક મામલે આજે કોઇ મોટો નિર્ણય લેતી સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પ્રેમ પ્રસંગમાં ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિક લોકો પોતાનું ધ્યાન રાખે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે મસ્તીના કાર્યોમાં સમય પસાર થશે. ઘરની જરૂરિયાતોને લગતી વસ્તુઓની ખરીદદારી પણ થશે. યુવાઓને કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી રાહત અને સુકૂન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- થોડા ખોટા કાર્યોમાં સમય પસાર કરવાથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં મુશ્કેલીઓ આવશે. જેના કારણે તણાવ પણ રહી શકે છે. એટલે વ્યવસ્થિત રીતે દિનચર્યા જાળવીને કામ કરો.

વ્યવસાયઃ- સારા ઓર્ડર મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી. વર્તમાન કાર્યો ઉપર જ ધ્યાન આપો. સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે સંબંધ યોગ્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને કબજિયાતની પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ ખૂબ જ ઉત્તમ પસાર થશે. પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતા થોડા કામ સંપન્ન થશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવવાથી પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ પારિવારિક મુદ્દાને લઇને ભાઇઓ સાથે થોડો વાદ-વિવાદ થઇ શકે છે. ઘરના વાતાવરણને પણ યોગ્ય જાળવી રાખવું જરૂરી છે. રૂપિયા ઉધાર લેવા કે દેવાનું ટાળો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલી તથા યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો.

લવઃ- તમારી પારિવારિક વ્યવસ્થાને જાળવી રાખવામાં કોઇ અન્ય વ્યક્તિની સલાહ કે દખલથી દૂર રહો

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય બંને જ તમને બળ આપી રહ્યું છે. તેનો ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. સામાજિક તથા ધાર્મિક ક્રિયાઓમાં સમય પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે. રોકાણને લગતી ગતિવિધિઓ પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

નેગેટિવઃ- ખોટી કાર્યોમાં ખર્ચ કરવાથી બજેટ ખરાબ થઇ શકે છે. ક્યારેક વિના કારણે પણ અશાંતિ અને અસહજ અનુભવ કરશો. પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરો. ઘરમાં વડીલોનું માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય સારો છે.

લવઃ- ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્ન માટે સંબંધ આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ એલર્જી પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રભાવશાળી કે રાજનૈતિક વ્યક્તિની મદદથી તમારું કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. ઉન્નતિના અવસર પણ બનશે તથા તમારા કામ જાતે જ બનતાં જશે. પરિવારની દેખરેખ માટે પણ તમારે સમય કાઢવો પડશે.

નેગેટિવઃ- ક્યારેક આળસમાં બેદરકારીના કારણે તમે થોડા કામ ટાળવાની કોશિશ કરી શકો છો. જેના કારણે પછી પછતાવું પડી શકે છે. આ સમયે ઉધારને લગતી કોઇ ગતિવિધિ ન કરશો.

વ્યવસાયઃ- જો કોઇ પાર્ટનરશિપને લગતી ગતિવિધિઓ ઉપર કામ કરી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અન્યની વાતો ઉપર ધ્યાન આપશો નહીં. ગંભીરતાથી તથા મહેનતથી તમારા કાર્યો કરતાં રહો. સમય પ્રમાણે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ શુભદાયક છે. જો કોઇ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ લાવવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- ક્યારેક મન પ્રમાણે કામ ન બનવાથી તમે અસહજ થઇ જાવ છો. તમારી આ ખામીમાં સુધાર લાવો. કોઇપણ ગાડી કે પ્રોપર્ટીને લગતી ગતિવિધિઓને ટાળો તો સારું રહેશે. કોઇપણ મુશ્કેલી આવવાથી પારિવારિક સભ્યોની સલાહ અવશ્ય લો.

વ્યવસાયઃ- આજે મન પ્રમાણે કોઇ વ્યવસાયિક કોન્ટ્રેક્ટ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે સંબંધ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને તણાવના કારણે નબળાઇ અને આત્મબળની ખામી અનુભવ થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો