સોમવારનું રાશિફળ:સોમવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ ઉત્તમ બનશે, નવી આશા સાથે દિવસની શરૂઆત થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

5 ડિસેમ્બર, સોમવારના રોજ ચર નામનો શુભ યોગ છે. મેષ રાશિના અટકેલા કામો પૂરા થશે. વૃષભ રાશિને આકસ્મિક ફાયદો થાય તેવી સંભાવના છે. મિથુન તથા વૃશ્ચિક રાશિની આર્થિક સ્થિતિ સુધરશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત તુલા રાશિએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. ધન રાશિએ ઉતાવળમાં નિર્ણયો લેવા નહીં. કુંભ રાશિએ નવું કામ શરૂ કરવું નહીં.

5 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઈ નજીકના સંબંધી સાથે પ્રોપર્ટીને લગતા મામલે ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે. કોઈ યોગ્ય નિર્ણય પણ મળી શકશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક રૂપથી મદદ પણ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને સુકૂન જ મળશે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને આજ ઉપર હાવી થવા દેશો નહીં. તમારા વ્યવહારને પોઝિટિવ જાળવી રાખવા માટે મેડિટેશન કરો. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો તથા તેમની સાથે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- કોઈ રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનથી વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. કોઇ પારિવારિક સમસ્યામાં પણ તમારી હાજરી અને સલાહથી યોગ્ય સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવામાં લાગશે.

નેગેટિવઃ- આ સમયે સંબંધીઓને લગતા થોડા વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે કરો. ગુસ્સા અને આવેશથી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા માટે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- થોડી પારિવારિક જવાબદારી તમારી ઉપર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના લીધે થાક અને નબળાઈ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે દિવસની શરૂઆત સુકૂન આપશે. ફોન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. થોડી નવી તકનીકનો પ્રયોગ કરીને તમે તમારા કામને આગળ વધારશો. ધાર્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે.

નેગેટિવઃ- તમારી કાર્યશૈલી અને યોજનાઓને જાતે જ વ્યવસ્થિત જાળવી રાખો. અન્ય લોકોની સલાહ તમને ભ્રમિત કરી શકે છે. ક્યારેક એવી શંકા થશે કે ભાગ્ય તમને સાથ આપી શકતું નથી. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખે.

વ્યવસાયઃ- તમને તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે અને સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ઉત્તમ રહેણીકરણી તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે. કર્મ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો, ભાગ્ય આપમેળે તમારો સહયોગ કરશે.

નેગેટિવઃ- તમારા કઝિન ભાઈ-બહેન સાથે સંબંધને યોગ્ય રીતે સંભાળો. અકારણ જ મતભેદની સ્થિતિ બની શકે છે. કોઇ નજીકના સંબંધીની આર્થિક મદદ કરવાના કારણે તમારો હાથ થોડો તંગ રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી એકાગ્રતા અને હાજરી વાતાવરણને અનુશાસિત જાળવી રાખશે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ પણ તમને સ્વસ્થ જાળવી રાખશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી પરેશાનીમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. માનસિક તણાવથી રાહત મળી શકે છે. પારિવારિક સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવી શકે છે.

નેગેટિવઃ- થોડા કામ બનતા-બનતા ખરાબ થઈ શકે છે. જેના કારણે તમારી અંદર એકાગ્રતાની ખામી રહી શકે છે. ખરાબ પ્રવૃત્તિના લોકો સાથે સંપર્ક રાખશો નહીં. આ સમયે ખોટા ખર્ચથી પણ બચવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

લવઃ- જીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન ફાલતૂ ગતિવિધિઓથી હટાવીને પોતાના કાર્યો ઉપર જ કેન્દ્રિત કરો. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને પણ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમે નાની-નાની વાતોને લઇને વિચલિત થઈ શકો છો. થોડો સમય રચનાત્મક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તમારી મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- આજનો દિવસ કામનો ભાર વધારે રહી શકે છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક કાર્યોમાં સંબંધને યોગ્ય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે થોડું ખાસ કામ કરવા માટે સમય અનુકૂળ છે. થોડો સમય વડીલો સાથે પણ પસાર કરો. તેમના અનુભવોને જાણવાથી તમને નવી દિશા પ્રાપ્ત થઈ શકે છે. બાળકો તરફથી સંતોષજનક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- હળવી પરેશાનીઓ હોવા છતાં તમારા કાર્યો પૂર્ણ થતાં જશે. માત્ર તમારી અંદર ધૈર્ય જાળવી રાખવું. ધ્યાન રાખો કે કોઇ બહારના વ્યક્તિના કારણે તમારા ઘરની શાંતિ ભંગ થઈ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી એલર્જીની કોઈ સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- દિવસ ખૂબ જ સંતોષજનક પસાર થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસ સામે તમારા વિરોધીઓ પરાજિત થઈ શકે છે. નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે હળવા-મળવાનું થઈ શકે છે. ભેટની આપ-લે પણ થઈ શકે છે.

નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ કાર્યોને પણ ઇગ્નોર ન કરો. આ કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. ધ્યાન રાખો કોઈ લાભદાયક તક હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- કોઈ કંપની સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાની નીતિ સફળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવથી બચવા માટે થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં જરૂર લગાવો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ આવી શકે છે. એકબીજા સાથે સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. સામાજિક સીમા વધારે વિસ્તૃત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખો. સમજ્યા વિચાર્યા વિના કોઇપણ જગ્યાએ રોકાણ ન કરો. યુવાઓ પ્રેમમા પડીને પોતાના અભ્યાસ તથા કરિયર સાથે કોઈપણ સમજોતો કરે નહીં.

વ્યવસાયઃ- આજે તેજી મંદી અને શેરબજારના કાર્યોમાં ભૂલથી પણ રૂપિયાનું રોકાણ ન કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ પ્રકારની ઈજા પહોંચવાની સ્થિતિ બની શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં રહેવાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. મહિલાઓ માટે દિવસ ખૂબ જ ઉત્તમ ફળયાદી રહેશે. દરેક પરિસ્થિતિમાં તેમનો સામનો કરવાની હિંમત અને સાહસ રહેશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજ સાચવીને રાખો. નહીંતર કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. તમારી ક્ષમતાથી વધારે કાર્ય કરવાથી તેની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- દૈનિક આવકમાં નફો થઇ શકે છે. આ સમયે વ્યવસાયને લગતી સ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં તમે સમસ્યાનો ઉકેલ સરળતાથી મેળવી શકશો. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ તમને રાહત મળી શકે છે. સંપત્તિને લગતો વિવાદ ઉકેલવામાં પણ ઘરના કોઇ વડીલ સભ્યની સલાહ લો.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ ન કરો. તેનાથી તમારું માન-સન્માન ખરાબ થઈ શકે છે. આવકની અપેક્ષાએ ખર્ચ વધારે થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજાનો સહયોગાત્મક વ્યવહાર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. નવી આશા સાથે દિવસની શરૂઆત થશે. કોઇ નજીકના સંબંધીની મદદ કરીને તથા તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં પણ ઘણો સમય પસાર થઈ જશે.

નેગેટિવઃ- તમારા કાર્યોને પ્રાથમિકતા આપો. વધારે વ્યસ્ત રહેવાના કારણે તમારા પોતાના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. પાડોસીઓ સાથે કોઇપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર જ રહો.

વ્યવસાયઃ- કાર્યસ્થળમા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને ભાગદોડના કારણે થાક અને શરીરમા દુખાવાની સમસ્યા રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...