શનિવારનું રાશિફળ:શનિવારે મકર રાશિના લોકોએ તેમની સફળતાનો વધારે દેખાડો ન કરવો અને ગુસ્સા પર કાબૂ રાખવો

2 વર્ષ પહેલા
  • 5 ડિસેમ્બરના રોજ ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, જરૂરિયાતમંદ લોકોને ધન તથા તેલનું દાન કરો
  • શનિવારનો સ્વામી ગ્રહ શનિ છે, આ દિવસે મેષ રાશિના જાતકો પરિવાર પર ધ્યાન આપે, વૃષભ રાશિના જાતકો ધીરજ રાખે

પાંચ ડિસેમ્બર, શનિવારના રોજ ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. શનિવારના રોજ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે મિત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં પૂજાપાઠ તથા શુભ કામની શરૂઆત કરી શકાય છે. શનિવારનો કારક એટલે કે સ્વામી શનિ ગ્રહ છે. આ દિવસે શનિદેવને તેલ ચઢાવીને 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો. જરૂરિયાતમંદ લોકોને ધન તથા તેલનું દાન કરો. હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો.

5 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- આજે વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહી છે. તમને તમારી પ્રતિભા અને યોગ્યતાને સાબિત કરવાનો અવસર મળશે. બાળકોને લગતી કોઇપણ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ બહારની વ્યક્તિને કારણે તમને ધનને લગતું નુકસાન થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. નાની વાત પણ ખૂબ જ મોટો વિવાદ બનશે. તમારી સુખ-સુવિધાઓ પર ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેતન અને ક્ષમતા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે ઘરેલું કાર્યોમાં સહયોગ કરવો એકબીજાના સંબંધને મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બાળકોની શિક્ષા અને કરિયરને લગતાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ આજે પૂર્ણ કરવામાં સમય પસાર થશે. તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમારી ઉન્નતિ અને સન્માનમાં મદદગાર રહેશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલા કોઈ વાદ-વિવાદનો પણ અંત આવશે.

નેગેટિવઃ- હાલ આર્થિક સ્થિતિ અસામાન્ય રહેશે, એટલે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. અચાનક થોડા એવા ખર્ચ આવશે, જ્યાં કાપ મૂકવો સંભવ રહેશે નહીં. અપરિચિત વ્યક્તિઓ ઉપર બિલકુલ વિશ્વાસ ન કરો, નહીંતર તમારું જ નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય પડકારભર્યો રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગ મર્યાદા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને વાયુની તકલીફ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ મુશ્કેલ કાર્યને સમજી-વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. કોઇ પ્રિય વ્યક્તિની મદદ અને સહયોગમાં પણ સમય પસાર થશે, જેનાથી તમને આત્મિક સુખ મળશે.

નેગેટિવઃ- પાડોશીઓને લગતા કોઇ મુદ્દા પર વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. ઘરે બેઠા જ તમે કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના ફેરફારની નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પડશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજન થવાની ચર્ચા-વિચારણા થશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળ રહેશો.

નેગેટિવઃ- ખર્ચ કરતી સમયે તમારા બજેટને નજરઅંદાજ ન કરો, નહીંતર પસ્તાવું પડી શકે છે. કોઇ બહારની વ્યક્તિ સાથે મનદુઃખ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. ફાલતુ વાતોમાં ધ્યાન ન આપીને પોતાનાં કાર્યો પ્રત્યે એકાગ્રચિત્ત રહો.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રો પર પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોનાં પરિણામ પણ યોગ્ય પ્રાપ્ત થાય છે, એટલે પોતાની યોગ્યતા અને પ્રતિભાને સમજો તથા તેમને યોગ્ય દિશામાં લગાવો. અન્ય પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ પણ બનાવી રહ્યું છે.

નેગેટિવઃ- કોઇ સંબંધી સાથે રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે. ધૈર્ય રાખો, સમય રહેતાં બધું જ ઠીક થઇ જશે. તમારા અહંકાર પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતાં કાર્યોમાં થોડી ગતિ આવશે.

લવઃ- કોઇ સંબંધીને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાક અનુભવ થશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇપણ પ્રકારની સ્પર્ધામાં સફળતા મળવાની ઉત્તમ સંભાવના છે, એટલે સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્યની પ્રાપ્તિમાં લગાવો. આ સમયે તમારું વ્યક્તિત્વ તથા પ્રભાવશાળી વાણી અન્ય પર ઉત્તમ છાપ છોડશે.

નેગેટિવઃ- પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધોમાં કડવાશ આવવા દેશો નહીં, કેમ કે કોઇપણ પ્રકારનું મનદુઃખ થવાની સંભાવના છે. ઘર પરિવર્તનની યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે તમારી કાર્યક્ષમતાને જાળવી રાખવી પણ જરૂરી છે.

લવઃ- જીવનસાથી પરિવારની દેખભાળ અને તાલમેલ જાળવી રાખવામાં સંપૂર્ણ સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતું કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બદલાતા પરિવેશને કારણે જે તમે નવી નીતિઓ બનાવી છે એ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો વીમા કે રોકાણને લગતા કોઇ પ્લાન બનાવી રહ્યા છો તો એ પણ તમારા માટે શુભ રહેશે. પરિવાર સાથે પણ હરવા-ફરવા અને મોજમસ્તીમાં ઉત્તમ સમય પસાર થશે.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ ન કરો. માત્ર યોજનાઓ બનાવવામાં સમય નષ્ટ ન કરો, એને ગતિ આપવી પણ જરૂરી છે. ભાવનાપ્રધાન હોવાના કારણે કોઇ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- ધ્યાન રાખો કે જીવનસાથી સાથે કોઇપણ વાતને લઇને વિવાદ ઉત્પન્ન થાય નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇ અનુભવી કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવામાં મદદ કરશે.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ ન કરો, કેમ કે તેનો નકારાત્મક પ્રભાવ તમારા પર પણ પડશે. તમારી વાતચીતની દૃષ્ટિમાં થોડી નરમાશ લાવો. ખોટાં કાર્યોમાં વધારે ખર્ચની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે સુખ-સુવિધા જેવી વસ્તુઓની ખરીદદારીમાં મોટા ભાગનો સમય પસાર થશે. તમારી પ્રતિભા અને ક્ષમતાને નિખારવામાં પણ થોડો સમય લગાવો. સમાજમાં તમારી છાપ વધારે સારી બનશે.

નેગેટિવઃ- આ સમયે આવકનાં સાધનમાં થોડો ઘટાડો આવશે, પરંતુ ખર્ચ થતાં રહેશે, એટલે સમજી-વિચારીને ખર્ચ કરો. શારીરિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો, પરંતુ તમારો આત્વિશ્વાસ તમને એક્ટિવ જાળવી રાખશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણય એકલા હાથે લેશો નહીં, ટીમ વર્ક બનાવીને કામ કરવાથી વ્યવસ્થા ઉત્તમ જળવાયેલી રહેશે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનર પર જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- થાક અને બેચેનીનો અનુભવ થશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકો સાથે હળીમળીને રહેવાથી સારું પરિણામ સામે આવશે અને લાભદાયક પરિસ્થિતિ પણ બનશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે. ઘરના વાતાવરણને સારું જાળવી રાખવા માટે તેમની સુખ-સુવિધાઓનું પણ ધ્યાન રાખો.

નેગેટિવઃ- સવાર-સવારમાં જ કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થઇ શકે છે, તમારા ગુસ્સા પર કાબૂ રાખો. શાંતિપૂર્ણ રીતે વાતનો ઉકેલ લાવો. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કોઇ બહારની વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો કરી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે મધુર બનશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે બળ પ્રદાન કરી રહી છે. બાળકની કોઇ સફળતાથી શુકન અને સુખ પ્રાપ્ત થશે. ઘરની સજાવટને લગતી વસ્તુઓની ખરીદદારી પણ સંભવ છે.

નેગેટિવઃ- જો પ્રોપ્રટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલાં આ અંગે વધારે વિચાર કરો, કેમ કે આ સમયે ગોચર તમારા પક્ષમાં નથી.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી ધનને લગતી જે મુશ્કેલીઓને કારણે પ્રોડક્શનનું કામ અટક્યું હતું, આજે તે ફરી શરૂ થઇ જશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાને કારણે કબજિયાત અને ગેસની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમાજ સેવી સંસ્થાઓમાં સહયોગને લગતાં કાર્યોમાં સમય પસાર થશે. જો પ્રોપર્ટી ખરીદવાની કોશિશ કરશો તો આજનો દિવસ ઉત્તમ છે. યુવાવર્ગ પોતાની મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ મળવાથી શુકન અને રાહત અનુભવ કરશે.

નેગેટિવઃ- આ સમયે તમારા અહંકાર અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, કેમ કે એને કારણે તમારાં બનતાં કાર્યો બગડી શકે છે. દેખાડાને કારણે ખોટા ખર્ચ પણ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક નવા પ્રભાવશાળી સંપર્ક બનશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે પ્રોગ્રામ બનાવવો યાદગાર ક્ષણમાં સામેલ થશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.