રવિવારનું રાશિફળ:મેષ, મિથુન સહિત 4 રાશિને ફાયદાના યોગ, 2 રાશિ માટે આર્થિક રીતે દિવસ ભારે રહેશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

4 સપ્ટેમ્બર, રવિવારના રોજ મેષ રાશિના જાતકોની મુશ્કેલીઓનો ઘણે અંશે અંત આવી જશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. વૃષભ અને કુંભ રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. મિથુન રાશિના બિઝનેસ કરતા લોકો માટે સારો દિવસ રહેશે. જોકે કન્યા રાશિના જાતકોને બિઝનેસમાં નુકસાન જવાની આશંકા છે. તુલા રાશિના નોકરિયાત લોકોએ વધુ મહેનત કરવી પડશે. અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર જોવા મળશે.

4 સપ્ટેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ઘરની દેખરેખનાં કાર્યોમાં પસાર થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક પરેશાનીઓ પણ તમારા પોઝિટિવ અને સંતુલિત વિચારોના કારણે ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- મનને સંયમિત કરીને રાખવું પણ જરૂરી છે. ક્યારેય ઈગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કોઈ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. કોઈપણ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો ઘરના વડીલ સભ્યોની સલાહ લેવી તમારા માટે હિતકારી રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં નવા ઓર્ડર મળવાની શક્યતાઓ છે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જો સ્વાસ્થ્યને લગતી કોઈપણ સમસ્યા ચાલી રહી છે તો બિલકુલ બેદરકારી ન કરો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારે કોઈ સંબંધી કે મિત્રના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને આત્મિક સુકૂન જ મળશે. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. કોઈ વિશેષ કાર્યને લઇને બનાવેલી યોજના આજે શરૂ થઈ શકે છે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બની રહ્યો છે તો પોતાની ક્ષમતાથી વધારે લોન લેવાની કોશિશ ન કરો. અચાનક જ ખર્ચ સામે આવી શકે છે. પોતાની પારિવારિક સમસ્યાઓને જાતે જ ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી આર્થિક પરેશાનીના કારણે જે વ્યવસાયિક કાર્ય અટવાયેલાં હતા, તે ફરી શરૂ થઈ શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર-પરિવારમાં તેમનો સહયોગ કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાની મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી દુવિધાથી આજે રાહત મળશે. ભવિષ્યને લગતા નિર્ણય લેવા માટે આજે હિંમત આવશે.

નેગેટિવઃ- કોઈ સભ્યને લઇને તમારી અંદર શંકા અને વહેમની સ્થિતિ ઊભી થઇ શકે છે. પોઝિટિવ થઈને પરિસ્થિતિઓને સમજવાની કોશિશ કરો. ખોટી વાતોમાં દિમાગ રાખવાથી નિર્ણય પણ ખોટા લેવાઇ શકે છે.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતી કોઈ યોજના હાથમાં આવશે.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોના કારણે તણાવ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લા ઘણા સમયથી કામ વધારે રહેવાના કારણે થોડી રાહત મળી શકે છે. મન પ્રમાણે દિવસ પસાર થઈ શકે છે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા તમારા વ્યવહારમાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- જોખમી કાર્યોથી દૂર રહો. આ સમયે મોટું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. ઘરના વડીલોના માન-સન્માનમાં કોઈપણ પ્રકારની ખામી ન આવે તેનું ધ્યાન રાખો. તેમની નિરાશાથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે મોટાભાગના વ્યાવસાયિક કાર્યો ઘરેથી જ પૂર્ણ થતાં જશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ લાવશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય સંતોષજનક છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. અન્યના સહયોગની આશા ન કરો તથા તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. થોડા નજીકના લોકો સાથે મુલાકાત લાભદાયી સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. જેના કારણે તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. પોતાના સ્વભાવમાં સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ- વેપારમાં રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યો કરતી વખતે સાવધાની જાળવવી.

લવઃ- તણાવના કારણે જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચન પ્રણાલી નબળી રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રોજિંદાં કાર્યોથી રાહત મેળવવા માટે થોડો સમય પોતાના રસના કાર્યો પૂર્ણ કરવામાં તથા ઘરની ગતિવિધિઓમાં દિવસ પસાર થશે. તેનાથી તમે ફરી ઊર્જાવાન અનુભવ કરશો. થોડો સમય એકાંત કે ધાર્મિક સ્થળે વિતાવવો જરૂરી છે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમે તમારા કામથી જ કામ રાખો તો સારું રહેશે. ગુસ્સો કે ચીડિયાપણુ પણ તમારા ઉપર હાવી થઇ શકે છે. તમારે તમારી એનર્જી પોઝિટિવ કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ સમય યોગ્ય રીતે પસાર થશે. માત્ર પોતાના કાર્યોને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચર્ય થઈને કામ કરવાનું રહેશે. ઘરની દેખરેખને લગતા સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડી એવી છે કે અન્યની સલાહ ઉપર કામ કરવાની જગ્યાએ પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરો. ઘરની વ્યસ્તતાના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે, જે ખૂબ જ જરૂરી હતાં.

વ્યવસાયઃ- વેપારમાં તમને મેનેજમેન્ટ તથા કર્મચારીઓનો યોગ્ય સહયોગ પ્રોડક્શનને વધારશે.

લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી તકલીફ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો જ્ઞાનવર્ધક કાર્યો થતા અભ્યાસમાં પસાર થશે. નવા વિષયોની જાણકારી પણ પ્રાપ્ત થશે. કોઈ અટવાયેલા કે ઉધાર આપેલા રૂપિયા આજે સરળતાથી પાછા મળી શકે છે. તમે તમારી વાતો દ્વારા કામ કઢાવવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઈપણ મોટું રોકાણ કરતાં પહેલાં તેને લગતા સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે જ ખર્ચ થવાની પણ સ્થિતિ જળવાયેલી રહેશે. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ પાસેથી તમને નવા કરાર મળી શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે પરિવારના લોકોને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેવાના કારણે હોર્મોનને લગતી સમસ્યા વધી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ રહેશે. સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ વધારે નિખાર આવી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. કોઇ અટવાયેલું સરકારી કામ પણ પૂર્ણ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની જાળવો અને અન્ય લોકોની વાતોમાં આવશો નહીં. નહીંતર તમારી સાથે છળ થઈ શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- તમારા કોઈપણ વ્યવસાયની યોજનાને અન્ય સામે જાહેર ન કરો.

લવઃ- વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવાર સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તેમની કાર્યક્ષમતા તથા પ્રતિભા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તેમની મદદ કરશે. પરિવારના કોઈ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વાર્તાલાપ થવાથી તમારી સલાહને મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં આવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વિતેલી નકારાત્મક વાતો તમારું આજ પણ ખરાબ કરી શકે છે. પોજિટિવ બની રહો તથા વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ ઊર્જા લગાવો. કટુ વાણી ઉપર પણ કાબૂ રાખવો જરૂરી છે. તેના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા કામ પ્રત્યે વધારે વિચારવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે. આ સંબંધ તમારા માટે અનેક શુભ અવસર પણ પ્રદાન કરશે. નજીકના સંબંધીઓના ઘરે આવવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- કોઈ પ્રકારની યાત્રા કરવી કે વાહનનો ઉપયોગ કરવાનું ટાળો. કેમ કે આ સમયે કોઈ ઈજા પહોંચે તેવી શક્યતાઓ છે. ધ્યાન રાખો કે તમારી જે યોજના ઉજાગર થઈ જાય છે, તેનું ફળીભૂત થવું ખૂબ જ મુશ્કેલ રહેશે,

વ્યવસાયઃ- આજે થોડી સમજણ દ્વારા જ તમે પરિસ્તિતિઓને યોગ્ય જાળવી રાખશો.

લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગભરામણ જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સંબંધીઓમાં કોઈનાં લગ્નને લગતા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. તમને તમારી કાર્યકુશળતા દ્વારા જ આશા કરતાં વધારે લાભ થવાનો છે. એટલે તમારાં કાર્યોમાં સંપૂર્ણ રીતે ફોકસ કરો. અનુભવી લોકોના માર્ગદર્શન ઉપર પણ અમલ કરવો જરૂરી છે.

નેગેટિવઃ- વ્યવહારમાં નરમી અને સૌમ્યતા રાખો. કેમ કે ગુસ્સાથી પરિસ્થિતિઓ ખરાબ થઈ શકે છે. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી હોસ્પિટલનાં ચક્કર વધી શકે છે. પોતાના કામને અન્ય સભ્યો સાથે વહેંચો.

વ્યવસાયઃ- આજે મોટાભાગના વ્યાવસાયિક કાર્ય ફોન દ્વારા જ પૂર્ણ થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા વ્યવસ્થિત રહી શકે છે.