તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારનું રાશિફળ:શનિવારે મેષ જાતકોએ ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રહીને કામ કરવું યોગ્ય રહેશે

15 દિવસ પહેલા
  • મિથુન સહિત 4 રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે
  • કુંભ સહિત 8 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

4 સપ્ટેમ્બર શનિવારના રોજ પુષ્યનક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે અને તેને કારણે મિત્ર તથા માનસ નામના બે શુભ યોગ બને છે. મિથુન રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. કન્યા રાશિને આવકમાં વધારો થશે અને સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. નસીબનો સાથ મળશે. મકર રાશિને સરકારી નોકરીમાં પ્રગતિ થાય તેવી સંભાવના છે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય છે.

4 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રીતે તમારા કાર્યને પૂર્ણ કરો. તેનાથી તમે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. જો ઘર બદલવાને લગતી કોઈ યોજના બની રહી છે તો આજે તેના અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારે તમારા વ્યવહાર ઉપર વિચાર કરવાની જરૂરિયાત છે. કેમ કે ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં પ્રયોગમાં લાવો, તો તમારા માટે અતિ લાભદાયક રહેશે.

વ્યવસાયઃ- ઘણાં સમયથી વેપારમાં જે ગતિવિધિઓ મંદ હતી, તેમાં હવે ગતિ આવી શકે છે.

લવઃ- ઘર કે વેપાર બંનેમાં તાલમેલ જાળવી રાખવામાં તમે સફળ રહેશો.

સ્વાસ્થ્યઃ- આર્થિક ગતિવિધિઓને લઇને મનમાં નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડા એવા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો કે તમને તમારા ઉપર ગર્વ અનુભવ થશે. સમાજ તથા નજીકના સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન વધશે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરીથી સામે આવી શકે છે. જેના કારણે નજીકના મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે. ઘરના વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો. થોડો સમય તેમની સાથે પણ પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં આજે થોડી ખામી રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા મનોબળને વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ વિચારોથી તમારી અંદર ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા દ્વારા ઘર-પરિવારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. જો તમારા રૂપિયા કોઈ જગ્યાએ ફસાયેલાં છે તો આજે તેને પાછા માગવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી સંબંધ ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. સાથે જ વિના કારણે અન્ય લોકોના મામલે પડવું નહીં.

વ્યવસાયઃ- મશીન વગેરેને લગતા કારોબારમાં થોડા નવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદી જેવી ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિને ઘણી હદે પોતાના અનુકૂળ બનાવી છે. આજે તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. વિરોધી પરાસ્ત રહેશે. તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે સંપન્ન કરો.

નેગેટિવઃ- સફળતાઓ જલ્દી જ પ્રાપ્ત કરવાની કામનાથી કોઇ અયોગ્ય કાર્ય કરવાનું વિચારશો નહીં. તેનાથી તમારું અપમાન કે બદનામી થઈ શકે છે. વિદ્યાર્થી પણ મનોરંજન તથા ખોટા કાર્યોમાં પડીને પોતાના કરિયર સાથે સમજોતો ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતા સાથે કામ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારો સમય તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે યોજનાઓમાં પસાર થશે. જેથી તમારી કાર્ય ક્ષમતા વધારે સશક્ત થઈ શકે છે અને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે. ધનને લગતી નીતિઓ ઉપર ઉતાવળ ન કરો.

નેગેટિવઃ- વારસાગત પ્રોપર્ટીને લગતો કઈ વિવાદ વધી શકે છે. એટલે આજે તેને લગતા કોઈપણ કાર્ય ટાળો તો સારું રહેશે. ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે જ પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનતનું જલ્દી જ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- જીવનસાથીનો તમને ભાવનાત્મક સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક ગતિવિધિઓને વધારે સારી જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. આવકના સ્ત્રોત પણ વધી શકે છે. કોઈપણ કામને યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી મનમાં થોડી પરેશાની રહી શકે છે. જેથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. કોઈની ચાલાકી અને વાતોમાં આવશો નહીં. તમારા નિર્ણય જાતે જ લેશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- જો તમે કારોબારમાં કોઈ નવો પ્રયોગ અમલ કરી રહ્યા છો તો કોશિશ કરતા રહો.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી મુશ્કેલીઓ વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ઘરમાં સંબંધીઓની અવરજવર રહી શકે છે. બધા લોકોનું એકબીજા સાથે મળવું વાતાવરણમાં ઉત્સાહ લાવશે. કોઈ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- ઘરની કોઈ સમસ્યાને લઇને ગુસ્સો કરવાની જગ્યાએ એકબીજાને મળીને તેનો ઉકેલ લાવો. કેમ કે ગુસ્સાના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સાથે જ એવું પણ ધ્યાન રાખો કે વડીલોનું અપમાન કે માનહાનિ જેવી સ્થિતિ બને નહીં.

વ્યવસાયઃ- આજે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે થોડું વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઈપણ કામને કરવામાં હ્રદયની જગ્યાએ દિમાગના અવાજને સાંભળવો. કેમ કે ભાવુકતામાં કામ ખરાબ થઈ શકે છે. નવી શક્યતાઓ પ્રાપ્ત થવાની છે. એટલે હાથમાં આવતી સફળતાને તરત પ્રાપ્ત કરો. સમય ભાગ્યવર્ધક છે.

નેગેટિવઃ- યાત્રાને લગતા કોઈપણ કાર્યને ટાળવા યોગ્ય રહેશે. કેમ કે તેનાથી કોઈપણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે નહીં. કોઈ નજીકના સંબંધી સાથે કોઈ પ્રકારનો ક્લેશ અને વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ક્યારેક ચીડિયાપણુ અને ગુસ્સો પરિવારમાં તણાવ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિ તમારા અનુકૂળ છે. ખાસ કરીને મહિલાઓ માટે દિવસ ઉત્તમ ફળ આપનાર રહેશે. કોઈ નવી યોજના બની શકે છે. સાથે જ ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ તમારા ભાગ્યમાં વધારો કરી શકે છે. તેમનું યોગ્ય માન-સન્માન જાળવી રાખવું તમારું કર્તવ્ય છે.

નેગેટિવઃ- તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તેનો દુષ્પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. એટલે કાર્યભાર હળવો કરવા માટે કામને અન્ય લોકો સાથે વહેંચવું જોઈએ. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાનમાં જીવશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- જો વેપારને લગતી કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારી પાસે આવશે નહીં.

લવઃ- પતિ-પત્નીમાં કોઈ નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહી અને પગને લગતી કોઈ સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા અને પ્રતિભા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થશે અને કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પણ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈપણ લોકો સાથે ખોટા વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે તથા સમય ખર્ચ થઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. ધનની લેવડ-દેવડને લગતા કાર્યોમાં કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધન સંબંધિત પેપરને લગતા કાર્યોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાને મહત્ત્વ આપશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પ્રોપર્ટીને લગતા કોઈ ગંભીર મુદ્દે ચર્ચા વિચારણાં થઈ શકે છે. તેનું પરિણામ પોઝિટિવ રહેશે. માત્ર આ વાતનું ધ્યાન રાખો કે ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય લેશો નહીં.

નેગેટિવઃ- પારિવારિક કાર્યમાં તમારી દખલ ન કરો બધાને પોતાના પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપો. આવું કરવાથી તેમનામાં આત્મવિશ્વાસ જાગૃત થશે, તમારો કામનો ભાર પણ હળવો થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે વેપારમાં કોઈ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- ઘર-પરિવારના કાર્યોમાં સહયોગ કરવો પરિવારના લોકોને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો થોડો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર કરવો તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર કરશે. વિદ્યાર્થી વર્ગ પોતાનો કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- માતા-પિતા પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખે. વધારે અંકુશ રાખવો તેમના સ્વભાવને વધારે જિદ્દી બનાવી શકે છે. કોઈ પાડોસીને સાથે નાની વાતને લઇને મોટો વિવાદ ઊભો થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક રીતે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહી શકે છે.

લવઃ- લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર છે તેવા લોકોએ બેદરકારી ન કરવી.