4 સપ્ટેમ્બરનું રાશિફળ:શુક્રવારના દિવસે મીન જાતકો કોઇની આલોચના અને નિંદાનો શિકાર બનશે, સાવધાન રહો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

4 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- માનસિક અને શારીરિક રીતે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આ સમયે તમારા લક્ષ્ય અને કાર્ય પ્રત્યે પ્રાથમિકતા રહેશે. કોઇ જમીન, સંપત્તિની ખરીદારી સંબંધિત રૂપરેખા પણ બનશે.

નેગેટિવઃ- સંતાન સંબંધિત કોઇ વાતને લઇને ઘરના વાતાવરણમાં નિરાશા છવાયેલી રહેશે. એકબીજાના સહયોગ દ્વારા સમસ્યાઓ ઉકેલાઇ જશે. જોખમી કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપારમાં કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ માટે સમય ઉત્તમ છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- નસ ખેંચાવાના કારણે પગમાં દુખાવો થઇ શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે જે અટવાયેલાં કાર્યોના કારણે પરેશાન હતાં, આજે તે કાર્ય સરળતાથી પૂર્ણ થઇ જશે. ઘરની સજાવટ અને સુધારમાં સમય વ્યતીત થશે. કોઇ સમારોહમાં જવા મળી શકે છે. જ્યાં તમારું વર્ચસ્વ વધશે.

નેગેટિવઃ- આવકની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. કોઇ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થશે. જેથી તમારે તમારી જ ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો.

વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિત કાર્યમાં ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો સારા જળવાયેલાં રહેશે. કોઇ પારિવારિક ધાર્મિક યાત્રાનો પ્લાન બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહી શકો છો. મિત્રોનો સાથ ભાગ્યોદયકારક સાબિત થઇ શકે છે. કોર્ટ કેસની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. આ સમયે તમે કોઇ ષડયંત્રના શિકાર થઇ શકો છો. આર્થિક રોકાણ સંબંધિત નિર્ણય સમજી-વિચારીને લેવાં.

વ્યવસાયઃ- મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે.

લવઃ- ઘરની સુખ-શાંતિ માટે જીવનસાથીની પૂર્ણ સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને પગના દુખાવાની સમસ્યા રહેશે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે ઘર સંબધિત વસ્તુઓની ખરીદારીમાં સમય વ્યતીત થશે. આજે મનોરંજનભર્યું વાતાવરણ રહેશે. તમે વ્યવસાય તથા પારિવારિક જીવનમાં સારું તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તમે કોઇ ષડયંત્રનો શિકાર બની શકો છો. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં ધન સંબંધિત મામલાઓને ગતિ આપવા માટે સમય યોગ્ય છે.

લવઃ- ઘરના વાતાવરણને સારું જાળવી રાખવામા સાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કાર્યોને લઇને વધારે તણાવ લેવાથી શુગર લેવલ ઘટી શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત જ ખૂબ જ સુખદ રહેશે. થોડું નવું કરવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. ભાગ્ય પ્રબળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને અવશ્ય જ સફળ બનાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલો કોઇ ખોટો નિર્ણય તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો વિદ્રોહી બની શકે છે. તમારી વાતોને તમારે શાંતિથી સમજાવવી જરૂરી છે.

વ્યવસાયઃ- યુવાઓને રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે

લવઃ- ક્યારેક તમારો ઈગો, જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- મેડિટેશન કરવામાં થોડો સમય વ્યતીત કરો.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ દિવસ સંપત્તિદાયક રહેશે. થોડાં સમયથી મનમાં ચાલી રહેલાં અનેક સવાલો દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત થવાથી સુખ પ્રાપ્ત થશે. મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- ઘરમાં બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિઓને લઇને ક્લેશનું વાતાવરણ બની શકે છે. સરકારી કામમાં કોઇપણ પ્રકારનું દખલ કરશો નહીં. વારસાગત સંપત્તિ સંબંધિત કોઇ મામલે ગેરસમજ વધશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રણાં આજે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં પ્રેમ અને પોઝિટિવ ઊર્જાનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગ અથવા એડીમાં દુખાવાની ફરિયાદ રહેશે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી પરેશાનીઓમાં નજીકના સંબંધીઓનો પૂર્ણ સહયોગ રહેશે. જેના કારણે તમને તણાવમાંથી ઘણી રાહત અનુભવ થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ- વિરોધી સક્રિય થઇને તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. ખોટાં ખર્ચ કરવાથી બચવું. પારિવારિક ગતિવિધિઓ ઉપર વધારે અનુશાસન રાખવું તેમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી આજે તમને થોડી રાહત મળશે. વીમા, રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. સંપત્તિ સંબંધી વિવાદ કોઇ ત્રીજા વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- આર્થિક પક્ષમાં વધારે સુધાર થશે નહીં. કાર્યોમાં મોડું થવાથી અને વિઘ્નોના કારણે મૂડ ખરાબ થઇ શકે છે. દુશ્મન અને વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનો પ્રભાવ તમારા કામ ઉપર પડશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમે તમારી આજુબાજુની ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવીને આત્મ કેન્દ્રિત થવાનો પ્રયત્ન કરશો. જેના દ્વારા તમને શાંતિ અને તણાવથી મુક્તિ મળશે. આજે નવા કામની શરૂઆતની યોજના બનશે.

નેગેટિવઃ- આત્મ કેન્દ્રિત થવાના કારણે નજીકના સંબંધોમાં અંતર વધશે. જેના કારણે તમારે તેમની નિરાશા સહન કરવી પડશે. આધ્યાત્મિક ગતિવિધિઓમં તમારું ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત સંબંધિત યોજના બનશે. કાર્યસ્થળમાં સહયોગીની મદદથી બધી જ ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે.

લવઃ- દાંપત્ય જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓથી હાલ આરામ મળશે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારે તમારા કામની પૂર્ણ ચૂકવણી પ્રાપ્ત થશે. લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવામાં તમને સફળતા મળશે તથા આવકમાં પણ વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- વધારે સમજવા કે વિચારવાના કારણે થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. તરત નિર્ણય લઇને તમે તમારું કામ શરૂ કરો. બિનજરૂરી યાત્રાઓ કરશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- લગ્નજીવ સુખકારક રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતી ઋતુના કારણે કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધાર આવી શકે છે. સમાજમાં તમારી યોગ્યતા અને આવડતના વખાણ થશે. વીમા, રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોના ઝઘડામાં દખલ કરશો નહીં નહીંતર મોંઘું પડી શકે છે. થોડાં બિનજરૂરી ખર્ચ પણ સામે આવશે. પ્રોપર્ટી સંબંધિત કોઇ મુદ્દાને લઇને ઝઘડો થઇ શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવશે. તમે દરેક મુશ્કેલી અને પરેશાનીનો ઉકેલ વિવેકપૂર્ણ શોધી શકશો.

લવઃ- પતિ-પત્નીમાં ચાલી રહેલી ગેરસમજનું નિરાકરણ થઇ જશે.

સ્વાસ્થ્યઃ- સંયમિત દિનચર્યા અને આદતોમાં ફેરફાર તમને સ્વસ્થ રાખશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે બુદ્ધિ બળ અને ચતુરાઈથી એક-એક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરશો. તમને તમારા પ્રયાસોને લઇને મનમાં સંતોષ રહેશે. વિનમ્રતા અને સૌમ્યતાથી ફસાયેલ રૂપિયા કાઢવામાં પણ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને નિંદા કરી શકે છે. એટલે થોડું સાવધાન રહેવું જરૂરી છે. મહિલા વર્ગને સાસરિયા પક્ષથી કોઇ પ્રકારની ફરિયાદ રહી શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં નવી-નવી રીતે અપનાવવી જરૂરી છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે સર્વાઇકલ અને ખંભામાં દુખાવો રહેશે.

અન્ય સમાચારો પણ છે...