તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 નવેમ્બરનું રાશિફળ:બુધવારે મેષ રાશિના જાતકોને મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે, પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ પણ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ચાર નવેમ્બરના રોજ કરવાચોથ છે. આજે 4 રાજયોગ સહિત સાત શુભ યોગ બન્યા છે. શિવ, અમૃત, સર્વાર્થસિદ્ધિ, શંખ, ગજકેસરી, હંસ અને દીર્ઘાયુ નામના રાજયોગ પણ બની રહ્યા છે.

4 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. તમારી મહેનત અને પરિશ્રમથી અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થશે. તમારી યોગ્યતા અને ક્ષમતા પર પરિવારના સભ્યો ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- સફળતા મેળવવાની ઉતાવળમાં કોઇપણ અયોગ્ય કાર્ય અને તમારો ગુસ્સાવાળો વ્યવહાર તમારી યોજના પર પાણી ફેરવી શકે છે. કોઈ વિપરીત લિંગી વ્યક્તિ સાથે વ્યવહાર કરતા સમયે મર્યાદાનું ધ્યાન અવશ્ય રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી કોઇપણ યોજનાને આજે ટાળો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સીઝન બદલાવાને કારણે અપચો અને ભૂખ ન લાગવા જેવી પરેશાની અનુભવ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. કોઇ નજીકના સંબંધીના ઘરે સમારોહમાં આમંત્રિત થવાનો અવસર પ્રાપ્ત થશે. ઘણા લાંબા સમય પછી લોકોને મળવાથી સુખની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- કોઇ બહારની વ્યક્તિની વાતો પર વધારે વિશ્વાસ ન કરો. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના સારા-ખરાબ પાસા પર વિચાર કરો. અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી પણ બચવું.

વ્યવસાયઃ- તમારા સંપર્કસૂત્રોને વધારે મજબૂત કરો, સાથે જ માર્કેટિંગને લગતાં કાર્યો પર આજે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાથી અટવાયેલાં કામ પૂર્ણ થઇ શકે છે.

લવઃ- વધારે વ્યસ્તતાને કારણે પરિવારને લગતાં કાર્યોમાં તમારા જીવનસાથી તથા પારિવારિક સભ્યોની મદદ લો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી કાર્યક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને ગતિ આપો. તમને સફળતા પ્રાપ્ત થશે, સાથે જ વ્યસ્તતાને કારણે તમે તમારા ઘર-પરિવારના સુખ માટે પણ સમય કાઢશો.

નેગેટિવઃ- બાળકો પર વધારે નિયંત્રણ રાખવાની જગ્યાએ તેમની સાથે મિત્રો જેવો વ્યવહાર કરો, કેમ કે વધારે અનુશાસન રાખવાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે તથા હીનતાની ભાવના પણ જન્મી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ કંઈક નવું કરવાની જગ્યાએ વર્તમાન ગતિવિધિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક સભ્યોને થોડી પ્રાઇવસી આપો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે, તો એનો નિર્ણય તમારા પક્ષમાં રહેવાના યોગ બની રહ્યા છે, એટલે તમારા પક્ષને મજબૂત કરવાનું શીખો. કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદ ફરી તાજા થઇ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ પાડોશી કે બહારની વ્યક્તિ સાથે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે. તમારો મોટા ભાગનો સમય કામ અને ઘરમાં જ પસાર કરો. બાળકોને લગતી કોઇ સમસ્યાનું નિવારણ લાવવા માટે તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધો મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા પેટમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ પરિવારના લોકો કે સંબંધીઓ સાથે ચાલી રહેલો કોઇ મામલો ઉકેલવા માટે સમય ઉત્તમ છે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ તમારાં કાર્યોને વધારે સુગમ બનાવશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેવામાં હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવુકતામાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકે છો. કોઇ અન્ય વ્યક્તિ પણ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવારના લોકો માટે કાઢો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તહેવારોના વાતાવરણમાં ઘરની સજાવટનો સામાન તથા ભેટની ખરીદદારીમાં સમય પસાર થશે. કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરવું વધારે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે નજીકના સંબંધી સાથે થોડી ગેરસમજ ઊભી થવાને કારણે કટુતા આવી શકે છે, જેને કારણે મન નિરાશ રહેશે. કોશિશ કરવા છતાં ઘરના વડીલોની સલાહથી સંબંધ ફરી મધુર થઇ શકે છે.

વ્યવસાયઃ- હાલ થોડા સમયથી તમે જે વેપારમાં ફેરફારને લગતી નીતિઓ બનાવી રહ્યા હતા, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન પરિવારના સુખમાં જ લગાવો.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને શરદીની ફરિયાદ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ લાંબા સમયથી ખોવાયેલી વસ્તુ મળી શકે છે. સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં પણ તમારું વર્ચસ્વ રહેશે. વ્યસ્ત હોવા છતાં ઘરને લગતી જવાબદારીઓને સમજીને તેને ગંભીરતા સાથે પૂર્ણ કરશો.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ સમય ધૈર્ય અને સંયમથી કામ લેવાનો છે. વધારે ગુસ્સો અને તણાવ હાવી થવાની પરિસ્થિતિઓ વધારે ગંભીર થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો.

લવઃ- ઘરના વડીલોની સેવા અને દેખરેખમાં તમારા જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે થોડા અનુભવી તથા જવાબદાર લોકોના માર્ગદર્શનમાં તમને કંઈક શીખવા મળી શકે છે. તમને જીવનની એક અલગ હકીકત જાણ થશે. કોઇ નવા વિષય પર જ્ઞાન અને આધ્યાત્મિક જાણકારી મેળવવામાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- બધું જ ધ્યાન તમારા પર કેન્દ્રિત રાખવાને કારણે તમે પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં સામેલ થઇ શકશો નહીં. એને કારણે માનહાનિ પણ થઇ શકે છે. તમે આ બાબતોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે જ કામ કરશો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં તમારું કોઇ ખાસ યોગદાન રહેશે નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણને કારણે એલર્જી અને તાવ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીની ખરીદદારીને લગતી યોજના બની રહી છે તો આજે સમય સારો છે. સુખ-સુવિધાને લગતી વસ્તુઓ તથા ભેટની ખરીદદારીમાં પણ સમય પસાર થશે. તમારું કર્મ અને પુરુષાર્થ તમારા દરેક કામમાં સફળતા અને ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવશે.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓ કે ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખો, કેમ કે કોઇ પ્રકારનો વિવાદ ઊભો થવાની સ્થિતિ બની રહી છે. બહારની વ્યક્તિઓએ પોતાના વ્યક્તિગત સંબંધોમાં દખલ ન કરવી.

વ્યવસાયઃ- આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને લગતાં કાર્યો પૂર્ણ કરવામાં પસાર કરવો.

લવઃ- ઘરના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગભરામણ તથા ચક્કર આવવાની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર તમને આગળ વધવા તથા તમારાં કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે. ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો તમારાં કાર્યોમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારનું રોકાણ હાલ ટાળો, કેમ કે આ સમયે ધનને લગતી થોડી નુકસાનદાયક સ્થિતિ બની રહી છે. સંપત્તિને લગતા વિવાદમાં ધ્યાન રાખવું કે ભાઇઓ સાથે વિવાદ થાય નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં અનુભવી અને પરિવારના વડીલ સભ્યોનો સહયોગ અને સહમતીથી કામ કરવાથી સમસ્યાઓ ઉકેલી શકાશે છે.

લવઃ- પરિવાર તથા સંબંધીઓને મળવાનું તથા હરવા-ફરવાના પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે નક્ષત્રો તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારો દ્વારા ઉકેલાઇ જશે. તમે ફરી એક નવી ઊર્જા સાથે તમારા કામ પર ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તથા ઈગો તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. તમારી આ ખામીઓમાં સુધારો લાવવો ખૂબ જ જરૂરી છે. ભાઇઓ સાથે પણ ભૂમિને લગતા વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે મીડિયા તથા માર્કેટિંગને લગતાં કાર્યોમાં વિશેષ ધ્યાન આપો.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ પોઝિટિવ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારા સિદ્ધાંતો પર અડગ રહીને રાજનીતિ તથા સામાજિક લોકો વચ્ચે એક મિસાલ કાયમ કરશો. કોઇ મિત્રની મુશ્કેલીમાં તેમનો સહયોગ કરવો તમારી આત્માને સુખ પ્રદાન કરશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન નિરાશ રહેશે, પરંતુ તમારું સમજદારીથી કામ લેવું, સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ખૂબ જ સક્ષમ રહેશે. આ સમયે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો વધારે યોગ્ય છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ઉદ્દેશને લઇને કોઇ નજીકની યાત્રા સંભવ છે.

લવઃ- વ્યસ્તતાને કારણે તમે ઘર-પરિવારની દેખરેખમાં યોગ્ય સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યા હોય તો બેદરકારી કરશો નહીં.

આ પણ વાંચોઃ-

મહાવીર સ્વામીના વિચાર: આપણે કોઈ માટે સારું કામ કર્યું છે તો એને ભૂલી જવું જોઈએ, જો ક્યારેય કોઈ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તેને પણ ભૂલી જવું જોઈએ

તિથિ-તહેવાર/ કરવાચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઊઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નનાં મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

આજનો જીવનમંત્ર:લાઇફ મેનેજમેન્ટનો પહેલો બોધપાઠ, કોઇ વાત કહેતાં પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે સાંભળનાર કોણ છે

શ્રીરામ શર્મા આચાર્યના વિચાર/ પોતાને માફ કરતાં પહેલાં એ જાણી લેવું કે આખરે આપણે શું કર્યું હતું, કોઇ અન્યને દોષ આપવો નહીં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો