તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારે મકર જાતકો પોઝિટિવિટીનો અનુભવ કરશે, બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે

10 દિવસ પહેલા
  • શનિ-ચંદ્ર એક જ નક્ષત્રમાં, ધન-મીન સહિત 5 રાશિ માટે દિવસ સારો નહીં
  • કુંભ સહિત 6 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે

ચાર મે, મંગળવારના રોજ શનિ તથા ચંદ્ર બંને શ્રવણ નક્ષત્રમાં છે. આ અશુભ સ્થિતિની અસર તમામ રાશિ પર પડશે. મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન તથા મીન રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું. આ પાંચ રાશિના જાતકોને કામકાજમાં અડચણ આવી શકે છે અને નુકસાન થવાની આશંકા છે. આ ઉપરાંત મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા તથા કુંભ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. માત્ર મકર રાશિના જાતકો પર અશુભ અસર બહુ થશે નહીં.

4 મે, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોના અભ્યાસ અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્યો આજે સંપન્ન થશે.

નેગેટિવઃ- આર્થિક પરેશાની રહેશે. કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધનને લગતું નુકસાન થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલા કોઇ વિવાદને વધારે લંબાવશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો પડકારરૂપ રહેશે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરની દેખરેખમાં પણ તમારો સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. ઘરમાં મહેમાનોના આવવાથી ચહેલ-પહેલ રહેશે તથા સંબંધો વધારે ગાઢ બનશે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ બની શકે છે, વધારે મેલજોલ ન રાખીને તમારે તમારા કાર્યો ઉપર જ ધ્યાન આપવું. તમારી કોઈપણ યોજના કોઇની સામે જાહેર ન કરો.

વ્યવસાયઃ- કોઇ નવા કાર્યને શરૂ કરવા માટે પરિસ્થિતિ અતિ અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોનું પરિણામ યોગ્ય રહે છે, એટલે પોતાના હાથમા આવેલી કોઇપણ સફળતાને પ્રાપ્ત કરવમાં મોડું ન કરો. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી અન્ય ઉપર સારી છાપ છોડશે.

નેગેટિવઃ- પરિવાર તથા સંબંધીઓ માટે થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમાં ખટાસ આવવા દેશો નહીં. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો હાલ તેના અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઉત્તમ તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બની રહી છે, તો તે તમારા માટે શુભ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જીવનની મૂડી રહેશે.

નેગેટિવઃ- માત્ર યોજનાઓ બનાવવામાં જ સમય ખરાબ ન કરીને તેને શરૂ કરવાની પણ કોશિશ કરો. ભાવના પ્રધાન થવાના કારણે કોઇ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પ્રોડક્ટની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખો તો સારું રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ મળી શકે છે, એટલે પોતાના જન સંપર્કોની સીમા વધારો. કામનો ભાર વધારે રહેશે, પરંતુ સફળતા મળવાથી થાક હાવી રહેશે નહીં.

નેગેટિવઃ- કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે તમારી દિનચર્યા ખરાબ થઇ શકે છે. પરિસ્થિતિઓને તણાવની જગ્યાએ ધૈર્ય અને સંયમથી ઉકેલો. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ટીમ બનાવીને કામ કરવાથી ઉત્તમ વ્યવસ્થા જળવાયેલી રહેશે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનર વગેરેનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે બળ પ્રદાન કરી રહી છે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને સુખ મળશે. ઘરની દેખરેખને લગતી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે. તમારો સહયોગાત્મક વ્યવહાર પરિવાર તથા સમાજમાં માન-સન્માન જાળવી રાખશે.

નેગેટિવઃ- ક્યારેક તમે તમારા ગુસ્સા તથા ઈગોના કારણે તમારા બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકો છો. દેખાડાની પ્રવૃતિથી દૂર રહો. તમારા વ્યવહારને સહજ જાળવી રાખો. પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેતા પહેલાં ફરી ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી આર્થિક મુશ્કેલીઓના કારણે જે કામ અટવાયેલું હતું, તે ફરી શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા પરિસ્થિતિઓને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો. પરિવારને લગતી યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામા સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લગતી ગતિવિધિઓને ગંભીરતાથી લેશે.

નેગેટિવઃ- બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહના કારણે તમે થોડા ખોટા નિર્ણય પણ લઇ શકો છો. તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. સંબંધોને બચાવવા માટે તમારા વ્યવહારમાં સમય પ્રમાણે લચીલાપણું લાવવું જરૂરી છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી પરેશાની ફરી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારી સંતુલિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે. જેના કારણે માનસિક સુકૂન રહેશે. કોઇ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. આ સમયે બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર નજર રાખો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ ખૂબ જ ધ્યાનથી કરો. નુકસાન થવાની સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ- નવી કામ કરવાની રીત કે યોજનાઓ બનશે. જેમાં સફળતા પણ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ તથા પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડો રાહત મળશે. તમે તમારા કાર્યો પ્રત્યે યોગ્ય ધ્યાન આપી શકશો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અને સહયોગ પણ તમારા માટે લાભદાયી સાબિત થશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતા પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારીના કારણે તમે થોડી ભૂલો પણ કરી શકો છો. એટલે સંયમ રાખવો જરૂરી છે. બાળકોની પરેશાનીઓને શાંતિથી ઉકેલો. કાર્યને આગળ માટે ટાળવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ ડીલ ફાઇનલ કરતી સમયે તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- લગ્ન સંબંધોમા કોઇપણ પ્રકારની ગેરસમજ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં આજે સારો સમય પસાર થશે. તમે માનસિક રીતે પોઝિટિવ અનુભવ કરશો. જમીનને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે. કોઇની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં કોઇ નિર્ણય લેતા પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તથા શારીરિક રૂપથી તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા અહંકારનો ત્યાગ કરીને વડીલોના માર્ગદર્શનનું અનુસરણ કરો. તમને સારી સફળતા મળી શકે છે. આવકના માર્ગ પણ મળી શકે છે. બાળકો તરફથી કોઇ શુભ સૂચના પણ મળી શકે છે.

નેગેટિવઃ- અકારણ જ કોઇ સાથે વિવાદમાં પડશો નહીં કેમ કે તેની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે. જમીન-જાયદાદને લગતું કોઇપણ પ્રકારનું દેવુ લેવા માટે સમય યોગ્ય નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલાઓમાં આજે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ- પરિવાર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ સાથે ભરપૂર આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતા તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો. જેનાથી તમને આત્મિક સુખ મળી શકશે. અનુભવી વ્યક્તિઓની સલાહને સર્વોપરિ રાખો, ચોક્કસ જ તમારા માટે લાભદાયી સાબિત થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વિવાદમાં પડશો નહીં આવું કરવાથી મામલો વધારે ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે તણાવ ન લે અને શાંતિથી પરીક્ષાની તૈયારી કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામને કરવાની જગ્યાએ વર્તમાન સ્થિતિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- પરિવારના લોકો માટે ભેટ લાવીને તેમની સાથે સમય પસાર કરવો વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો