શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મિથુન જાતકોએ આવક અને વ્યયના મામલે તાલમેલ જાળવવું, આજનો દિવસ સમજી-વિચારીને કામ કરવાનો રહેશે

એક વર્ષ પહેલા
  • તુલા સહિત ચાર રાશિ માટે આજનો દિવસ શુભ
  • કુંભ-મીન સહિત 8 રાશિ માટે દિવસ મધ્યમ

4 જૂન, શુક્રવારના રોજ આયુષ્માન તથા ધ્વજ નામના 2 શુભ યોગ બની રહ્યાં છે. મિથુન રાશિના જાતકોની મુશ્કેલીઓ ઓછી થશે. નોકરિયાત વર્ગને અધિકારીની મદદ મળશે. કર્ક રાશિના અટકેલા કામો પૂરા થશે. મહેનત પ્રમાણે પરિણામ મળશે. કન્યા રાશિના જાતકોના કામની પ્રશંસા કરવામાં આવશે. કામકાજ પણ સમય સર પૂર્ણ થશે. તુલા રાશિના અટવાયેલા પૈસા તથા નવી ઉપલબ્ધિઓ મળવાના યોગ છે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

4 જૂન, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિ અતિ અનુકૂળ છે. પારિવારિક તથા સામાજિક સ્તરે તમારું વર્ચસ્વ વધશે. તમારા ભાવી લક્ષ્યો પ્રત્યે મહેનત અને યોગ્ય રીતે કામ કરવું તમને સફળતા આપશે. કોઇ નજીકના સંબંધી સાથે વાર્તાલાપ થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહો. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આ સમયે ફાલતૂ ગતિવિધિઓમાં વધારે રહી શકે છે.

વ્યવસાયઃ- તમારા કામ કરવાની રીતમા થોડો ફેરફાર લાવો.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા જૂના મતભેદોનું નિવારણ આજે થઈ શકે છે. જેને ઉકેલવામા તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તમારા વિનમ્ર અને મધુર સ્વભાવના કારણે માન-સન્માન રહેશે. આ સમયે સારો લાભ થવાની શક્યતા છે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓમાં પણ ધ્યાન આપો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન જાતે જ રાખો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ હાનિકારક સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે પબ્લિક ડીલિંગને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ફોકસ રહેવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમ સંબંધોમા એકબીજાના તાલમેલમાં ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય રાખવું જરૂરી છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આવક અને વ્યયમા યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. આજે સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરીને કામ કરવાનો દિવસ છે. તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- કોઈને પણ માંગ્યા વિના સલાહ ન આપો. નહીંતર તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આજે બહારની ગતિવિધિઓમાં વધારે રસ લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાં ઘટાડો આવી શકે છે.

લવઃ- ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવું.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિના કારણે બેદરકારી ન કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં અને સંપૂર્ણ ઊર્જા સાથે પોતાના કામ ઉપર ધ્યાન આપો. કેમ કે, આ સમયે લાભદાયક અને સુખમય પરિસ્થિતિઓ બની રહી છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થવાથી ઘર-પરિવારમાં સુકૂન અનુભવ થશે.

નેગેટિવઃ- તમારા વ્યવહારમાં સમય પ્રમાણે પરિવર્તન લાવો. કોઇ વાત ઉપર અડગ રહી જવાના કારણે પરિસ્થિતિ ગુંચવાઈ શકે છે. બાળકો ઉપર વધારે પ્રતિબંધ રાખવો તેમના આત્મબળમા ઘટાડો લાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકશે.

લવઃ- થોડો સમય પરિવારના લોકો તથા જીવનસાથી સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ- કામકાજની વચ્ચે આરામ પણ લેવો જરૂરી છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પ્રકૃતિ તમારી ઉન્નતિ માટે નવા રસ્તા બનાવી રહી છે. આત્મવિશ્વાસ જાળવી રાખો તથા વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરો. કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્ય સુધારને લગતા શુભ સમાચાર પણ મળી શકે છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે મહેનત કરવાથી ભાગ્ય તમારો સહયોગ કરશે. જમીનને લગતું કોઈપણ કામ કરતા પહેલાં કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો. અન્ય મામલે દખલ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે પોતાના સંપર્કોને વધારવા જરૂરી છે.

લવઃ- પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે લેશો નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ સમાજ સેવી સંસ્થા પ્રત્યે તમારો સહયોગ પ્રોત્સાહનીય રહેસે. જો કોઇ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. સ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- કોઇ સાથે વિવાદમા ઉતરવું તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારા કામથી જ કામ રાખો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માનનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે છે.

લવઃ- બહારના લોકોની દખલ તમારા ઘર-પરિવાર ઉપર થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- વ્યસ્ત દિનચર્યાના કારણે તમે તમારા ખાનપાન પ્રત્યે બેદરકારી કરશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું કામ પ્રત્યે સમર્પણ તમને નવી સફળતા આપી શકે છે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં ધાર્મિક ગતિવિધિઓ પણ થઈ શકે છે.

નેગેટિવઃ- વધારે કામના ભારના કારણે સ્વભાવમા ગુસ્સો અને ચીડિયાપણુ રહી શકે છે. તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. થોડો સમય બાળકો સાથે પણ તેમની સમસ્યાઓનો ઉકેલ કરવામાં પસાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ફેરફારને લગતી શક્યતાઓ પ્રબળ થશે.

લવઃ- લગ્નજીવનમા યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય ઘરની વ્યક્તિગત ગતિવિધિઓને પૂર્ણ કરવામાં જ પસાર કરો. થોડો સમય તમારા રસના કાર્યોમા પણ પસાર કરો. તેનાથી તમને આત્મિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઇ ખોટી ગતિવિધિ જાણ થવાથી ચિંતા રહી શકે છે પરંતુ સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. જેથી સમસ્યાને સરળતાથી ઉકેલો.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની ખોટા વિવાદમાં પડે નહીં.

સ્વાસ્થ્યઃ- દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- શારીરિક રૂપથી આજે તમે સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકો છો. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવાથી દિવસ વ્યવસ્થિત રીતે પસાર થશે. ઉધાર આપેલા રૂપિયા પણ પાછા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- આ સમયે કોઈ અપ્રિય સમાચાર મળવાના સંકેત મળી રહ્યા છે. જેના કારણે મનમા ભય અને અવસાદ જેવી સ્થિતિ રહી શકે છે. મિત્રો પાસેથી કોઇ પ્રકારની મદદની આશા ન રાખો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રની દરેક નાનામાં નાની વાતનું ગંભીરતાથી મૂલ્યાંકન કરો.

લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ તમને બળ આપશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણમા તમારા સ્વાસ્થ્યને સાચવો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા જવાબદાર વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ ઉપર અમલ કરો. આ સમય છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને આગળ વધવાનો છે. જોકે તમારો સંતુલિત અને સ્વાભિમાની વ્યવહાર તમને અનેક તક આપી શકે છે.

નેગેટિવઃ- કોઇ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરતા પહેલાં તે અંગે જરૂરી તપાસ કરી લો. તમારું કોઇ નજીકનું સંબંધી જ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આ સમયે યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું યોગ્ય છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામા ઇન્ફેક્શન જેવી સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે લાભની વધારે શક્યતા નથી. પરંતુ તમે તમારું બજેટ સંતુલિત રાખવામાં સક્ષમ રહેશો. ફોન કે ઈમેલ દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી તમને હિંમત અને આત્મવિશ્વાસને બળ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ બનતા કાર્યોમાં પરેશાની અને વિઘ્ન આવવાથી થોડો સમય નિરાશા રહી શકે છે. પરંતુ ફરી તમે તમારી ઊર્જા એકઠી કરી જ લેશો. કોઇ શુભચિંતકની સલાહ પણ લાભદાયી રહી શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા નોકરી બંને જગ્યાએ પોતાની કાર્યપ્રણાલીમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ અને મોજમસ્તીમાં સમય પસાર કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે તથા લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે.

નેગેટિવઃ- દેખાડાના ચક્કરમા વધારે ખર્ચ કરવાથી ઉધાર લેવાની સ્થિતિ બની શકે છે. કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમા પારિવારિક મંજૂરીથી લગ્નને લગતી યોજના શરૂ થઈ જશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ રહેશે.