તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી વૃષભ સહિત 4 રાશિનો રવિવાર સુધરશે, આર્થિક સદ્ધરતા આવશે અને સારા સમાચાર મળશે

એક મહિનો પહેલા
  • મકર અને કુંભ સહિત 8 રાશિઓને જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે

4 જૂન, રવિવારની શરૂઆત સુકર્મા અને સર્વાર્થસિદ્ધિ નામના યોગથી થઈ રહી છે. આ બંને શુભ યોગને કારણે કેટલાય લોકો માટે રવિવારનો દિવસ ફાયદાનો બની રહેવાનો છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે આજે વૃષભ રાશિના જાતકો માટે સારી ગ્રહસ્થિતિ જળવાઈ રહેશે. ઉથલ પાથલમાંથી રાહત મળશે. કન્યા રાશિના જાતકોને પૈતૃક સંપત્તિનાં કામ પૂરાં થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ મજબુતાઈ આવશે. રવિવારનાં ગ્રહ, નક્ષત્ર અને ભાગ્ય વૃશ્ચિક રાશિના જાતકોની તરફેણમાં છે. મીન રાશિના જાતકોનાં અટવાયેલાં નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે. તે ઉપરાંત મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

4 જુલાઈ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમે છેલ્લાં થોડા સમયથી ખૂબ જ મહેનત કરીને દે દીર્ઘકાલીન યોજનાઓ બનાવી હતી, આજે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો શુભ સમય છે. બાળકોને કાર્યોમાં પણ મદદ કરવાથી તેમાં સુરક્ષાની ભાવના આવશે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધી શકે છે. જોકે, દરેક મુશ્કેલી અને પરેશાનીનો સામનો તમે નિડરતાથી કરશો અને તેનો ઉકેલ પણ મેળવી લેશો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ સારી જળવાયેલી રહેશે.

લવઃ- યુવાઓ ડેટિંગનો આનંદ લઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથળથી આજે થોડી રાહત મળી શકે છે. આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. રાજનૈતિક સંપર્કોને વધારે મજબૂત કરો. તમારું વર્ચસ્વ વધશે. સંબંધીઓ સાથે સંબંધ મધુર રહેશે.

નેગેટિવઃ- ધનને લગતા મામલાઓને લઇને ચિંતા રહી શકે છે. ધ્યાન રાખો કે રાજનૈતિક ગતિવિધિઓમાં તમારી છાપને સાફ સુધરી રાખવી જરૂરી છે. નહીંતર કોઈ નકારાત્મક ગતિવિધિના કારણે તમારી માનહાનિ પણ શક્ય છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે અને નોકરીમાં તમારું માન-સન્માન જળવાયેલું રહી શકે છે.

લવઃ- ફેમિલી સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે સંતુલિત ભોજન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી સમજણ તથા યોગ્યતા દ્વારા લેવામાં આવેલ નિર્ણય આર્થિક રીતે તમને મજબૂત અને સક્ષમ કરશે. કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું નિમંત્રણ પણ મળી શકે છે. આ મુલાકાત તમને ફ્રેશ કરી શકે છે. નવી-નવી જાણકારીઓનું પણ આદાન-પ્રદાન રહેશે.

નેગેટિવઃ- કોઇ અજાણ્ય કે અપરિચિત વ્યક્તિ સાથે રૂપિયા-પૈસાની લેવડદેવડ કરતી સમયે સાવધાની જાળવો. મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો. નહીંતર કોઈ સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈની ભૂલના કારણે તમારે નુકસાન ભોગવવું પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા કાર્યો સિવાય સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરો. તેનાથી માનસિક સુકૂન મળી શકે છે. કોઇ વડીલ વ્યક્તિના માર્ગદર્શનમાં તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- ઘરમાં થોડા તણાવની સ્થિતિ રહેશે. જોકે, તમે કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થઈ શકસો નહીં પરંતુ સમસ્યાનું સમાધાન શોધી લેશો. થોડા નકારાત્મક લોકો તમારા અંગે ખોટી અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા કાર્યો કરવાની યોજના બની શકે છે.

લવઃ- લગ્નના ઇચ્છુક લોકો માટે આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઈ બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો. પારિવારિક ગતિવિધિઓને વ્યવસ્થિત રાખવા માટે તમારી મહેનત અને કોશિશ સફળ રહેશે. નજીકના સંબંધીઓની અવરજવર પણ રહી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઇ ગતિવિધિને લઇને ચિંતા રહી શકે છે. થોડો સમય તેમની સાથે પણ પસાર કરો. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવુ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારમાં બધા સભ્યોનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે આખો દિવસ ઘરના કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. થોડી ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર પણ ચર્ચા-વિચારણાં થઈ શકે છે. કોઇ વારસાગત જમીન-જાયદાદને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે. જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. ભાડુઆતને લગતા મામલે કોઈ વિવાદમાં પડશો નહીં. વ્યક્તિગત ગતિવિધિઓમાં પોતાને વ્યસ્ત રાખો.

વ્યવસાયઃ- વેપારમાં વધારો કરવા માટે કોઈની સાથે પાર્ટનરશિપ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે છેલ્લાં થોડા સમયથી વધારે મહેનત દ્વારા જે દીર્ઘકાલીન યોજનાઓ બનાવી હતી, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે. તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવી શકે છે.

નેગેટિવઃ- આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધી શકે છે. દરેક મુશ્કેલી અને પરેશાનીનો સામનો તમે નિડરતાથી કરશો અને તેનો ઉકેલ પણ મેળવી લેશો. દુશ્મનો અને વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલી ખૂબ જ સારી રહી શકે છે.

લવઃ- પરિવારમાં સગાઈ કે લગ્ન જેવી થોડી યોજનાઓ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના લીધે થાક રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. કોઈ રાજનૈતિક સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જેથી સમાજમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા રાજનૈતિક વર્ચસ્વનો કોઈ ફાયદો ઉઠાવે નહીં. જેના કારણે તમારી માનહાનિ પણ શક્ય છે. બપોર પછી સ્થિતિ સચવાઈ શકે છે.

વ્યવસાયઃ- મશીન વગેરે સાથે જોડાયેલાં વેપાર આજે ફાયદો આપી શકે છે.

લવઃ- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે વાસી અને તળેલુ ભોજન લેવાનું ટાળો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું નિમંત્રણ મળી શકે છે. તમારી સમજણ દ્વારા લેવામાં આવેલા નિર્ણય આર્થિક દૃષ્ટિએ તમને મજબૂત અને સક્ષમ રાખશે. રોચક સાહિત્ય અને જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવામાં પણ સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે અન્ય ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ધ્યાન રાખો કે કોઈ કાર્ય અટકવાથી ધનને લગતુ નુકસાન પણ થઈ શકે છે અથવા કોઈ સફળતા પણ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ ફાઇલ કે પેપર ન મળવાના કારણે ચિંતા રહી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ અને બેચેની રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો. તેનાથી માનસિક સુકૂનની અનુભૂતિ રહેશે. આજે તમે જે કાર્યને કરવાનું નક્કી કરશો તેને પૂર્ણ કરીને જ રહેશો.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. નહીંતર પરિજનોની નિરાશા સહન કરવી પડી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં નવા કાર્યોને કરવાની યોજના બની શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો ઘરની દેખરેખને લગતી વસ્તુઓની ખરીદદારીની યોજના બની રહી છે તો ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપો. પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવામાં પણ તમારી વિશેષ કોશિશ રહેશે અને સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો. આ સમયે તેમને માર્ગદર્શન અને સલાહ આપવાની પણ જરૂરિયાત છે. કોઈ સાથે ઝઘડો કે વાદ-વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે છે. ફાલતૂ વાતોમાં ધ્યાન ન આપીને તમારા કામમાં એકાગ્ર રહો.

વ્યવસાયઃ- વ્યક્તિગત સમસ્યાઓના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારમાં બધા સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઈ અટવાયેલા રૂપિયા પાછા મળવાથી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા મેળવીને સુકૂન અનુભવ કરશે.

નેગેટિવઃ- કોઈ સંબંધી દ્વારા કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. જેના કારણે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. તમે તમારું મનોબળ જાળવી રાખો.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાનીઓ રહી શકે છે.