4 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી સ્થિર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ મંગળ-ચંદ્ર વચ્ચે દૃષ્ટિ સંબંધ હોવાને કારણે મહાલક્ષ્મી યોગ પણ છે. આ બે શુભ યોગનો ફાયદો 9 રાશિને મળશે. મેષ રાશિના જાતકોને પરિવારની મદદ મળશે. આ સાથે જ આર્થિક ફાયદો થાય તેવા યોગ બની રહ્યાં છે. કર્ક રાશિને જમીન ખરીદ-વેચાણમાં મહત્ત્વની ડીલ થઈ શકે છે. કન્યા તથા તુલા રાશિ માટે આ સમય શુભ સાબિત થશે. બિઝનેસમાં રોકાણ માટે વૃશ્ચિક રાશિ માટે દિવસ સારો રહેશે. ધન રાશિના જાતકો માટે પરિવાર તથા આર્થિક દૃષ્ટિકોણથી દિવસ શુભ રહેશે. નવા એગ્રીમેન્ટ થઈ શકશે. મકર રાશિના નોકરિયાત જાતકોના કામથી કંપનીને ફાયદો થશે. આ કારણે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. કુંભ રાશિના જાતકોના અટવાયેલાં પૈસા પરત મળશે. મીન રાશિ માટે નોકરીમાં ઓફિસનો માહોલ અનુકૂળ રહેશે. એનર્જી તથા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ ઉપરાંત વૃષભ, મિથુન તથા સિંહ રાશિએ આખો દિવસ સંભાળીને પસાર કરવો.
4 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- ઘરના વડીલો સાથે થોડો સમય પસાર કરો. તેમનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. તમારું યોજનાબદ્ધ અને ડિસિપ્લિનથી કામ કરવું અનેક કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરશે.
નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે કામનો ભાર હોવાથી તણાવ તમારી ઉપર હાવી થઇ શકે છે. બહારની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો, તેનાથી તમને આર્થિક લાભની સંભાવના છે. આજે કોઇને ઉધાર આપશો નહીં.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે.
લવઃ- પારિવારિક વ્યવસ્થા શાંતિપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝને લગતી પરેશાની વધી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- આજે કામની જગ્યાએ પોતાના વ્યક્તિગત તથા રસને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો. આવું કરવાથી તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર થશે તથા રોજિંદાના થાકમાંથી પણ રાહત મળશે. તમારે તમારા વ્યવહારિક દૃષ્ટિકોણ અને ઉન્નત વિચાર દ્વારા કોઇ સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થઇ શકે છે તથા તણાવનું વાતાવરણ રહેશે. તમારી સલાહથી સમાધાન પણ મળી જશે. રૂપિયાની બાબતે કોઇના ઉપર વિશ્વાસ કરશો નહીં.
વ્યવસાયઃ- વેપારમાં કામની ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.
લવઃ- ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે કામની જગ્યાએ પગ તથા કમરમાં દુખાવાની સમસ્યા રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- માનસિક સુકૂન માટે કોઇ ધાર્મિક સ્થળમાં થોડો સમય પસાર કરો. બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે. જો કોઇ જમીનને લગતું નિર્માણ અટકી રહ્યું છે તો તેના સંદર્ભમાં યોજના બનાવવાનો યોગ્ય સમય છે.
નેગેટિવઃ- થોડા નજીકના સંબંધોને લઇને મનમાં શંકા કે નિરાશા જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા વિચારોમાં ધૈર્ય અને સ્થિરતા જાળવી રાખો. તેમાં યાત્રાને લગતી કોઇપણ ગતિવિધિ ટાળશો તો યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં પબ્લિકને લગતા રિલેશન તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘર-પરિવારની વ્યવસ્થાને લગતી યોજનાઓ ઉપર ચર્ચા કરશે.
સ્વાસ્થ્યઃ- શરદી અને વાયરલને લગતી પરેશાની થઇ શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ કરો. તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેસો. નજીકના સંબંધીઓ ઘરમાં આવી શકે છે અને ખાસ મુદ્દા અંગે ગંભીર ચર્ચા થઇ શકે છે.
નેગેટિવઃ- કામનો વધારે ભાર તમારી ઉપર લઇ શકો છો જેથી તણાવ વધી શકેછે. જેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડશે. મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરો. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર વધારે ધ્યાન આપો.
વ્યવસાયઃ- જમીનને ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ સંપન્ન થઇ શકે છે.
લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- થાક અને અનિદ્રાની સ્થિતિથી પરેશાન રહી શકો છો.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે તમારા જીવનમાં કોઇ અજીબ ઘટના બની શકે છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. તમારા સંબંધોમાં ગાઢ બનશે. બાળકો પણ આજ્ઞાકારી રહી શકે છે.
નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇ તમારા જ નજીકના સંબંધી કે મિત્ર ઇર્ષ્યાની ભાવનાથી તમારી છાપ ખરાબ કરી શકે છે. આ સમયે કોઇપણ પ્રકારના રોકાણ કરતાં પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય વિચારી લેવું જોઇએ.
વ્યવસાયઃ- વેપારમાં આ સમયે આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.
લવઃ- જીવનસાથીને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાથી પારિવારિક વ્યવસ્થા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમારું ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વધારે વિશ્વાસ કરવું તમને વધારે પોઝિટિવ બનાવી શકે છે. આ સમય શુભદાયક ગ્રહ સ્થિતિઓ બની રહી છે. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતાં કાર્યોમાં વ્યસ્તતા બની રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો બની શકે છે. ઘરની બધી સમસ્યાઓને એકબીજા સાથે બેસીને જ ઉકેલો. ક્યારેક અતિ આત્મવિશ્વાસ જ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વ્યવહારને સંયમિત રાખો.
વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે આજે વેપારને લગતા મોટાભાગના કામ ઘરેથી જ કરવા પડશે.
લવઃ- પતિ-પત્નીની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે. એટલે સમયનો ભરપૂર સહયોગ કરી લો. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ વધારે સુકૂન અનુભવ કરશો. પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખશો તથા તેમના માર્ગદર્શનને પોતાના જીવનમાં જરૂર અપનાવશો.
નેગેટિવઃ- કોઇપણ અજાણ વ્યક્તિ સાથે કોઇ વાતચીત કે મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો. દગો થવાની પણ સંભાવના છે. તમારા સ્વભાવમાં પરિપક્વતા લાવવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે તમારી હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા અનેક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો
લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. આ સમયે મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓ ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો. તમારી આર્થિક સ્થિતિ માટે પણ આ ગતિવિધિઓ ખૂબ જ લાભદાયક સાબિત થશે. તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવ કરશો.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા તથા ઉત્તેજિત સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઇપણ ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે તમારા નિર્ણયને સર્વોપરિ રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ પ્રકારના રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સમય અનૂકૂળ છે.
લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ હંમેશાં તમારી સાથે રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં સુસ્તી અને થાક જેવી સ્થિતિ અનુભવ થઇ શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક તથા આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયક રહેશે. થોડો સમય પોતાના માટે પણ કાઢો. આત્મ ચિંતન કરવાથી તમને ખૂબ જ વધારે માનિસક શાંતિનો અનુભવ થશે. મુશ્કેલથી મુશ્કેલ કાર્યોને તમે તમારા દઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.
નેગેટિવઃ- સ્વયં ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. અન્ય સાથે ચર્ચા-વિચારણાં કરવાથી તમે ખોટી સલાહનો પણ શિકાર થઇ શકો છો. આ સમયે કોઇ સ્થાને અવર-જવરની ગતિવિધિઓને ટાળો તો સારું રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખીને કામની ગતિને વધારી શકાય છે.
લવઃ- ઘરના સભ્યોમાં એકબીજા સાથે પ્રેમ પૂર્ણ તાલમેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજકાલ તમે જીવનના પોઝિટિવ દૃષ્ટિકોણને સમજવાની કોશિશ કરી રહ્યા છો, જે એક સારી સફળતા છે. આજે કોઇ અધ્યાત્મિક ગતિવિધિમાં તમારો વિશેષ રસ રહેશે અને તેમાં સમય પણ પસાર થશે. તમારી અંદર શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.
નેગેટિવઃ- ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર ન કરો. ઘરમાં કોઇપણ પ્રકારના પરિવર્તનમાં વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે. આજે તમારી વાણીમાં નિયંત્રણ રાખવું.
વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારો સમય ઓછો પસાર થશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- વાતાવરણની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- કોઇ પારિવારિક વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. જેનાથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ સમયે કોઇ અટવાયેલું પેમેન્ટ પણ મળી શકે છે.
નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વાતને લઇને બિલકુલ ન ગુંચવાશો. આ સમયે કોર્ટ કેસ અને પોલીસ કાર્યવાહી જેવી સ્થિતિઓ બની રહી છે. બાળકોના અભ્યાસને લગતા કાર્યોમાં વિધ્ન આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.
લવઃ- કામનો ભાર વધારે રહેવાથી તમે ઘર-પરિવારમાં સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઇપણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો. થાક હોવા છતાં તમારી અંદર ઊર્જા રહેશે.
નેગેટિવઃ- ક્યારેક તમારી શંકા અને વહેમ કરવાનો વ્યવહાર તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે તથા અન્ય સાથે સંબંધ પણ ખરાબ કરી શકે છે. તમારી ક્ષમતાથી વધારે દેવુ લેવાથી બચવું. કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું જરૂરી છે.
લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ સારો જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને સર્વાઇકલ જેવી સમસ્યા વધી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.