તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે વૃષભ રાશિના જાતકોએ કોઈ પર વિશ્વાસ કરવો નહીં, વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતાનો અભાવ રહેશે

5 મહિનો પહેલા
 • શુક્રવારે વધુ સાવચેતી સાથે કામ કરવું, મેષ-કુંભ રાશિ માટે દિવસ શુભ રહેશે
 • 4 ડિસેમ્બરે લક્ષ્મીપૂજા કરો, જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરો, ચંદ્ર કર્ક રાશિમાં રહેશે

ચાર ડિસેમ્બર, શુક્રવારના રોજ સવારે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રવારે પુનર્વસુ નક્ષત્ર હોવાથી લુંબક નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં કોઈ શુભ કામ કરવામાં આવે તો વધુ સાવચેતી રાખવી જોઈએ. શુક્રવારે દેવી લક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. શુક્ર ગ્રહ માટે જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરો.

4 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- તમારી બેદરકારીને કારણે થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે, જેનો નકારાત્મક પ્રભાવ તમારી માનસિક સ્થિતિ પર પણ પડશે. આ સમયે કોઇપણ યાત્રાને ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યમાં તમારા સહયોગીઓના નિર્ણયને પણ પ્રાથમિકતા આપો.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની સમસ્યાઓને ઉકેલવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે વિચાર કરવા અને તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રીતે એકાગ્રચિત્ત થઇને આગળ વધશો અને સફળતા પણ પ્રાપ્ત કરી લેશો, ખર્ચ પર નિયંત્રણ રાખીને આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- એકવારનું ધ્યાન રાખો કે કોઇના પર વધારે વિશ્વાસ કરવો નહીં. તમને કોઇ દગો આપી શકે છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે એકાગ્રતાનો અભાવ રહેશે. સોશિયલ મીડિયા તથા ફાલતુ વાતોમાં તમારો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં વધારે મહેનતની જરૂરિયાત છે. એક પછી એક પરેશાનીઓ સામે આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ તથા સીઝનલ બીમારીઓથી બચીને રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ અસંભવ કાર્યના અચાનક જ બનવાથી મનમાં ખૂબ જ વધારે પ્રસન્નતા રહેશે. તમારા વ્યક્તિગત મામલે ખુલાસો ન કરો. કોઇપણ કાર્ય ગુપ્ત રીતે કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. વડીલોના આશીર્વાદ અને સહયોગ પરિવાર પર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- ઘરની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓ પર ખર્ચ કરતી સમયે બજેટનું પણ ધ્યાન રાખો. આ સમયે કોઇ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે, જેના કારણે ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- બહારના ક્ષેત્રને લગતા વ્યવસાય દ્વારા સારી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- વિનાકારણે તણાવ અને ચીડિયાપણું રહેવાથી એની અસર ઘર પર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વારસાગત બીમારીથી પ્રભાવિત વ્યક્તિએ પોતાની કાર્યશૈલી, દિનચર્યા અને ખાનપાનને સાચવીને રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા રાજનૈતિક સંબંધોને વધારે મજબૂત કરો, આ સમયે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યુ કે સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

નેગેટિવઃ- પાડોશીઓ સાથે કોઇ પ્રકારનો ઝઘડો કે વિવાદ થઇ શકે છે. કોઇપણ સમસ્યાને ગુસ્સા કે આવેશની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. ધ્યાન રાખો કે કોઇ બહારની વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે સહયોગીઓ તથા કર્મચારીઓના સહયોગ અને સલાહથી અટવાયેલાં કાર્યોમાં ગતિવિધિઓ ફરીથી શરૂ કરવામાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક ઉત્સવમાં સામેલ થવાનો અવસર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સમય-સમયે આરામ કરતા રહો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતી ગતિવિધિઓમાં સારી સફળતા મળવાના યોગ છે. ફાઇનાન્સને લગતાં કાર્યોમાં પણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો તથા પરિવાર સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- આ સમયે તમારી ભાવનાઓ પર સંયમ રાખો. તમારી આ નબળાઇનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. કોઇ સાથે પણ વાદ-વિવાદ ન કરશો. પોલીસનાં ચક્કર વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્ય પર નિર્ભર રહેવાની જગ્યાએ જાતે જ કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનને કારણે ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારે વધારે વિચાર કરીને નિર્ણય લેવો અને કાર્યોને જાતે જ પૂર્ણ કરવા એ વિશેષ ગુણ રહેશે. આ સમયે તમે તમારી દિનચર્યાને યોગ્ય રાખીને મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિને પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ વડીલ વ્યક્તિનું તમારા દ્વારા અપમાન થાય નહીં. ક્યારેક-ક્યારેક કોઇ વિષય પર ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવું તથા પોતાનાં કાર્યો પ્રત્યે સમર્પિત ભાવ તમને સફળતા પ્રદાન કરશે. રોકાણને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. કોઇ દૂરની લાભદાયક યાત્રા થવાના પણ યોગ છે.

નેગેટિવઃ- ક્યારેક તમારા સ્વભાવમાં ઉગ્રતા અને ગુસ્સો તમને જ નુકસાન પહોંચાડી શકે છે. આ સ્વભાવને કારણે નજીકના લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકને કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય પ્રતિષ્ઠાવર્ધક છે. તમે તમારી વાતો દ્વારા તમામ વિઘ્નો પાર કરીને આગળ વધશો. વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત પણ સાર્થક રહેશે. તમારી કાર્યશૈલી વખાણવાલાયક રહેશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેવાને કારણે તમારા બજેટ પર અસર થશે. ક્યારેક વધારે વિચારવામાં સમય હાથમાંથી સરકી શકે છે, એટલે યોજના બનાવવાની સાથે-સાથે એને શરૂ કરવાની પણ કોશિશ કરો.

વ્યવસાયઃ- ઇન્શ્યોરન્સ અને પોલિસીને લગતા વ્યવસાયમાં નફાદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ- લગ્નજીવનમાં ખુશહાલી રહેશે તથા વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત તાજા થશે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇપણ કાર્ય કરતાં પહેલાં એના અંગે ઊંડાણપૂર્વક જાણો. એનાથી તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. સમાજમાં પણ માન-સન્માન વધશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરમાં શુકન રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આ સમયે સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. મકાન કે ગાડીને લગતા કાગળિયાઓને સંભાળીને રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધાં કામ વ્યવસ્થિત રીતે સંપન્ન થઇ જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડા મતભેદ ઊભા થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા દિનચર્યાથી અલગ પોતાનો સમય આત્મ અવલોકનમાં પસાર કરો.એનાથી તમને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળી જશે.

નેગેટિવઃ- આ સમયે અન્ય પર વધારે ડિસિપ્લિન ન રાખીને તમારા વ્યવહારમાં થોડું લચીલાપણું લાવો. એનાથી સંબંધોમાં સુધારો થશે, સાથે જ વધારે વિચાર કરવાની જગ્યાએ તમારી યોજનાઓને પણ શરૂ કરવામાં સમય લગાવો.

વ્યવસાયઃ- કોઇપણ પ્રકારની પાર્ટનરશિપને આજે ટાળો. આજે તમે તમારાં વ્યક્તિગત કાર્યો પર જ ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઇગોને લગતા વિવાદ ઊભા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહસ્થિતિ તથા ભાગ્ય તમારા માટે શુભ અવસર બનાવી રહ્યા છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. નજીકના લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક અભિમાન અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. ઘરના વડીલોની સલાહ પર અમલ કરો, તમને અવશ્ય જ કોઇ મહત્ત્વપૂર્ણ ઉપાય મળી જશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યો માટે ઉધાર કે લોન લેતી વખતે એકવાર ફરી વિચાર કરો.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં બેદરકારીને કારણે પાચનશક્તિમાં મુશ્કેલી આવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે કાર્યોમાં મુશ્કેલીઓ વધી રહી હતી, આજે એ ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. વસ્ત્ર, આભૂષણ જેવી ખરીદદારીમાં પણ સમય પસાર થશે. નજીકના લોકો સાથે સંબંધો સારા થશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓને શાંતિથી સાંભળો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. એનાથી તેમની અંદર આત્મવિશ્વાસ વધશે. કાલ્પનિક વાતો પર વધારે ધ્યાન ન આપીને વિશ્વાસ કરો.

વ્યવસાયઃ- આજે થોડા નવા કરાર મળવાની સંભાવના છે. કોઇપણ ડીલ ફાઇનલ કરતી વખતે એના દરેક સ્તરે ચર્ચા-વિચારણા કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો