તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

4 ઓગસ્ટનું રાશિફળ:મંગળવારના ગ્રહ ગોચર મકર અને મીન જાતકોના પક્ષમાં રહેશે, આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

4 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢશો. મિત્રો અને સંબંધીઓ સાથે સમય વ્યતીત થશે. ઘરની સજાવટ સંબંધિત કાર્યોમાં સમય વિતશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવી શકે છે. બહારની ગતિવિધિઓમાં તેમનું વધારે ધ્યાન રહેશે. થોડાં લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરી દે તેવી અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતથી જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી દો

લવઃ- જીવનસાથી સાથે કોઇ મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી ઘરમાં વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે થોડાં ખાસ નિયમ બનાવશો. સંતાન તરફથી કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- તમારા પ્રતિસ્પર્ધી ઈર્ષ્યાની ભાવનાથી ખોટો આરોપ લગાવી શકે છે. જેના કારણે અપમાનની સ્થિતિ બનશે. આ સમયે તમારે તમારા ગુસ્સા અને આવેગ ઉપર નિયંત્રણ રાખવું પડશે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં ભાગદોડ વધારે રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ રાખો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય બાળકોની પરેશાનીઓને સમજવામાં વ્યતીત થશે. ઘરના વાતાવરણને સામાન્ય જાળવી રાખવા માટે મનોરંજન અને આમોદ-પ્રમોદ સંબંધિત કાર્યોમાં ખર્ચ થશે.

નેગેટિવઃ- સવાર-સવારમાં નજીકના સંબંધીઓ સાથે કોઇ પ્રકારનો વિવાદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ ધ્યાન રાખવું, કોઇ પોલિટિક્સની સંભાવના છે.

લવઃ- પરિવારજનો વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધા સાથે સંબંધિત કોઇ પ્રકારનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડાં નજીકના લોકો સાથે મેલ-મિલાપના સારા પરિણામ સામે આવશે. થોડી લાભદાયક પરિસ્થિતિઓ પણ બનશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ મળશે.

નેગેટિવઃ- તમારી ઉપલબ્ધિઓનો વધારે દેખાડો કરશો નહીં. આવું કરવાથી તમારા પ્રતિસ્પર્ધીઓમાં ઇર્ષ્યાની ભાવના આવશે.

વ્યવસાયઃ- વર્તમાન વાતાવરણના કારણે કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર આવવાની શક્યતા છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારા ઘરના કાર્યોમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યોને પૂર્ણ કરો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા આસપાસના વાતાવરણમાં તમારા વખાણ થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક એવું લાગશે કે તમારા સ્વભાવના કારણે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તમે તમારા આત્મબળમાં નબળાઇ અનુભવ કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે વધારે મહેનત કરવી પડશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાયેલાં વાતાવરણના નકારાત્મક પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ સંબંધિને તેમની જરૂરિયાતના સમયે તમે સંપૂર્ણ રીતે સહયોગ કરશો. જેના દ્વારા તમને પણ હાર્દિક આનંદ પ્રાપ્ત થશે અને સંબંધ પણ મજબૂત થશે.

નેગેટિવઃ- અનેકવાર તમે કાલ્પનિક યોજનાઓ બનાવશો. તમારા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. પરિવારમાં કોઇ દખલ કરે નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- આજે મહેનત વિરૂદ્ધ લાભ ઓછો પ્રાપ્ત થશે.

લવઃ- ઘરના સભ્યોને મન પ્રમાણે કામ કરવાની આઝાદી આપો

સ્વાસ્થ્યઃ- વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય ધર્મ-કર્મ અને સમાજસેવી સંસ્થાઓના સહયોગ સંબંધી કાર્યોમાં વ્યતીત થશે. અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ રસ જાગશે. તમારી ઉન્નતિ માટે થોડાં નવા માર્ગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોઈ વસ્તુની ચોરી થવાની સંભાવના છે. તમારી વસ્તુની સંભાળ જાતે જ કરો.

વ્યવસાયઃ- તમારા સંપર્ક સૂત્રોથી લાભદાયક પ્રોજેક્ટ મળવાના યોગ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકના કારણે નબળાઇ અનુભવ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો લાભ પ્રાપ્ત થશે. તમે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિ સંબંધિત કાર્યોમાં મોડું થઇ શકે છે. કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. કોઇ જૂની નકારાત્મક વાતના કારણે તણાવ ઉત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયા સાથે સંબંધિત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે સમય મનોરંજનમાં વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રોજિંદા કાર્યોથી અલગ તમારો સમય આત્મનિરીક્ષણમાં વ્યતીત કરો. આ સમયે કોઇ અસંભવ કાર્યની રૂપરેખા તૈયાર થઇ શકે છે.

નેગેટિવઃ- તમારા અહંકારના કારણે ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વાદ-વિવાદ થઇ શકે છે. દરેક સમસ્યાને પોતાની વ્યવહાર કુશળતા દ્વારા જ સમાધાન કરો.

વ્યવસાયઃ- કોઇપણ પ્રકારની પાર્ટનરશિપને આજે સ્થગિત કરી દો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઈગો સંબંધિત કોઇ વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો કોઇ સ્થાન પરિવર્તન સંબંધિત યોજના બની રહી છે તો આજે તેના ઉપર ગંભીર વિચાર કરો. ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે. આવક અને ખર્ચ સરખા રહેશે.

નેગેટિવઃ- અન્ય વ્યક્તિ ઉપર વધારે ડિસિપ્લિન ન રાખી તમારા વ્યવહારમાં લચીલાપણું રાખો. વધારે વિચારવાની અપેક્ષાએ પોતાની યોજનાઓને ગતિ આપવામાં સમય લગાવો.

વ્યવસાયઃ- નોકરી સંબંધિત કાર્યોમાં પરિસ્થિતિ સામાન્ય થઇ જશે.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો કોર્ટ સંબંધિત કોઇ કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. તમારા પક્ષને મજબૂત કરો. કોઇ જૂના મિત્રના મળવાથી જૂની યાદ તાજા થઇ જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ પાડોસી કે બહારના વ્યક્તિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. આજે તમારો મોટાભાગનો સમય કામ અને ઘરમાં જ વ્યતીત થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગંભીરતાથી ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનની વસ્તુઓમાં ધ્યાન રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ સ્થાપિત કરશો. તેના દ્વારા તમારો પ્રેમ વધશે. આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોના કામમાં દખલ કરશો નહીં. માંગ્યા વિના કોઇને સલાહ આપશો નહીં. તમારા ગુસ્સા અને ઉતાવળ ઉપર પણ અંકુળ રાખો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિકોણથી સમય વધારે લાભદાયક રહેશે નહીં.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે થોડો તણાવ રહી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો