31 ઓક્ટોબરનું રાશિફળ:શનિવારે ગ્રહ ગોચર ખૂબ જ લાભદાયક ફળ આપી રહ્યું છે, આ જાતકોએ એનો ભરપૂર ઉપયોગ કરવો

એક વર્ષ પહેલા

31 ઓક્ટોબર, શનિવારના રોજ ચંદ્ર મેષ રાશિ તથા અશ્વિની નક્ષત્રમાં રહેશે. આ કારણે સૌમ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્ર પર ગુરુની દૃષ્ટિ પડવાને કારણે કેટલીક રાશિના જાતકોને ગજકેસરી રાજયોગનું ફળ મળશે. આજે આખો દિવસ સિદ્ધિયોગ પણ છે. ગ્રહ-નક્ષત્રના શુભ સંયોગને કારણે ધન લાભ તથા નસીબનો સાથ મળશે. નોકરી તથા બિઝનેસમાં કામનાં વખાણ થશે. કેટલાક લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આમ, મહિનાનો અંતિમ દિવસ કેટલાક લોકો માટે સારો રહેશે.

31 ઓક્ટોબર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિની વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે.

નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયા કોઇના હાથમાં આવવા દેશો નહીં. આ અંગે કોઇ સાથે વાત કરશો પણ નહીં, નહીંતર કોઇ એનો ખોટો ઉપયોગ કરી શકે છે. બાળકની ગતિવિધિઓને પણ નજરઅંદાજ કરશો નહીં. તેમની કોઇ નકારાત્મક વાત તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ- દૈનિક આવક પહેલાં કરતાં વધારે સારી જળવાયેલી રહેશે. કોઇ દૂરની પાર્ટી પાસેથી કોઇ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ- પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ વાતાવરણને વધારે સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોના અનુભવ અને સલાહનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે, સાથે જ તમારા જીવનના પોઝિટિવ સ્તર સાથે પણ રૂબરૂ કરાવશે. ધાર્મિક કાર્ય પ્રત્યે પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ- જમીન, જાયદાદને લગતા કોઇપણ મામલે રૂપિયાની લેવડ-દેવડ કરશો નહીં, કેમ કે તેના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. સંબંધીઓ અને ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે આજે કોઇપણ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર ધરાવતા લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાયેલા રહેશે. બધા સભ્યોનું એકબીજા સાથે સારો તાલમેલ અને વ્યવહાર રહેશે. કોઇ માંગલિક કાર્યના આયોજન અંગે યોજના પણ બનશે. કોઇ સંબંધી પાસેથી શુભ સૂચના મળવાથી વાતાવરણ વધારે સારું જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો પાડોશીઓ સાથે, કોઇ વાતને લઇને મતભેદ ઊભો થઇ શકે છે. કોશિશ કરીને અન્યના મામલે પડશો નહીં. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિને સંભાળો.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ સારી ચાલતી રહેશે. આજે તેમાં કોઇપણ પ્રકારના પરિવર્તન કરવા માટે ગ્રહસ્થિતિ પક્ષમાં નથી.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે તમારા જે કાર્યને લઇને વધારે મહેનત કરી રહ્યા હતા, આજે એને લગતો લાભ પ્રાપ્ત થવાનો છે, એટલે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત કરો. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતાં કાર્યો થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ મિત્રને લગતો કોઇ જૂનો મામલો ફરી ઊભો થઇ શકે છે. શાંતિથી વ્યવહાર કરવો વધારે યોગ્ય રહેશે. અચાનક જ કોઇ એવો ખર્ચો સામે આવી જશે, જેના કારણે આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતાં કાર્યોમાં તમારો સમય પસાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજના દિવસનો મોટા ભાગનો સમય કોઇ વિશેષ કાર્યને લગતી યોજના બનાવવા તથા તેને પૂર્ણ કરવામાં પસાર થશે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે વધી રહેલી તમારી આસ્થા પણ તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- શેરબજાર અને સટ્ટા જેવાં જોખમી કાર્યોથી દૂર રહો. કોઇ મોટું નુકસાન થવાની આશંકા જોવા મળી રહી છે, સાથે જ એવું પણ ધ્યાન રાખો કે કોઇ નજીકની વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કંઈક નવું કામ શરૂ કરવાની યોજના બની રહી છે, આજે એ કાર્યોને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામને કારણે સર્વાઇકલ અને ખભામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રીતે પસાર કરો. આજનો દિવસ તમને સફળતા આપનાર રહેશે. તમારા અનેક અટવાયેલાં કામ ફરી ગતિ પકડશે. જો કોઇ વારસાગત સંપત્તિ સંબંધિત મામલો ચાલી રહ્યો છે, તો એને આજે સરળતાથી ઉકેલી શકાય છે.

નેગેટિવઃ- કોઇ પાસેથી વધારે આશા રાખશો નહીં. તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. વધારે ભાવુકતાથી બચવું, કેમ કે તેના કારણે અનેકવાર તમે તમારું નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ બહારની વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે વધારે ધૈર્ય અને સંયમ જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા પર કામનો વધારે ભાર રાખશો નહીં, પરંતુ અન્ય સાથે કામ વહેંચવાથી તમે પોતાને તણાવમુક્ત અનુભવી શકશો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં આજે સુધારો આવશે. તમે ફરી તમારાં વ્યક્તિગત કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો, સાથે જ પરિવારનો પણ યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સ્વભાવમાં થોડો ગુસ્સો અને ચીડિયાપણું જેવી સ્થિતિ રહેશે. કોઇ સાથે વધારે વિવાદમાં ઊતરશો નહીં, કેમ કે તેના કારણે તમારાં અનેક બનતાં કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થી વર્ગ પણ ખોટી વાતોમાં આવીને કરિયર ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- ઘરની વડીલ વ્યક્તિઓનો પરિવાર પ્રત્યે પૂર્ણ સ્નેહ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું યુરિનને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇપણ અનુભવી વ્યક્તિની સલાહને નજરઅંદાજ કરશો નહીં. તેમને કારણે તમે તમારા જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને લગતું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ અપ્રિય ઘટનાથી તણાવ અને ભય જેવી સ્થિતિ તમારા મન પર હાવી થઇ શકે છે. થોડો સમય મેડિટેશનમાં પસાર કરો, જેનાથી તમારામાં પોઝિટિવિટી આવશે. વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે ઉપલબ્ધિ પ્રાપ્ત ન થવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરો.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને કાર્યક્ષમતાને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- હળવી સીઝનલ પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના કાર્યરૂપમાં પરિવર્તન લઇ શકે છે, એટલે આ વિષય પર તમારું ધ્યાન વિશેષ રહેશે. કોઇ નજીકના મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇપણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે, સાથે જ અપમાનજનક સ્થિતિ પણ ઊભી થઇ શકે છે. પારિવારિક સભ્યોનો અનુભવ તથા સહયોગ તમારા માટે વધારે લાભદાયક રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- વ્યાવસાયિક પરેશાનીઓને તમારા પારિવારિક જીવન પર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની ફરિયાદ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. રાજનૈતિક સંપર્ક પણ વધશે. તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ તમારા માટે સન્માનજનક સ્થિતિ ઊભી કરશે.

નેગેટિવઃ- સામાજિક સંબંધને મધુર જાળવી રાખવા જરૂરી છે. વધારે વ્યસ્તતાને કારણે તમે તમારા વ્યક્તિગત તથા પારિવારિક કાર્યો પર વધારે ધ્યાન આપી શકશો નહીં, જેને કારણે તમારા સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયને લગતું કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- યોગ અને મેડિટેશન પ્રત્યે વધી રહેલી તમારી આસ્થા તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવી રહ્યું છે, જેના દ્વારા તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ વધી રહ્યાં છે, જેથી મહત્ત્વપૂર્ણ નિર્ણય સરળતાથી લઇ શકશો.

નેગેટિવઃ- ભાવુકતામાં વહીને તમે તમારી મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર કરશો નહીં, નહીંતર તમારી કોઇ નજીકની વ્યક્તિ જ તમારા સાથે વિશ્વાસઘાત કરી શકે છે. થોડો સમય બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પસાર કરો.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ મંદ જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે દેશી અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધન રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ એને લગતાં કાર્યો કરતાં પહેલાં અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરો. આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ લાભદાયક ફળ આપી રહ્યું છે. એનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- સ્વભાવમાં અકારણ જ ગુસ્સો આવવાથી તમારાં બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે. થોડો સમય આત્મ અવલોકન માટે પણ પસાર કરો. ધ્યાન રાખો કે માતા-પિતાના સ્વાભિમાનને કોઇ પ્રકારની ઠેસ પહોંચે નહીં.

વ્યવસાયઃ- કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત અને તેની સલાહ તમારા વ્યવસાય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

લવઃ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડી અથવા શરીરમાં એલર્જીને લગતી કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...