31 મેનું રાશિફળ:રવિવારે મેષ જાતકોના પરિવારજનો કોઇ નાની વાતને લઇને રાઈનો પહાડ બનાવી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

31 મે, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- બહારના લોકોના હસ્તક્ષેપ સિવાય તમને જીવનસાથી દ્વારા દરેક સંભવ રીતે સમર્થન મળશે. આજના દિવસે તમે વિના કોઇ ઝંઝટે આરામ કરી શકશો. આજે સર્જનાત્મક વિચારો આવી શકે છે.

નેગેટિવઃ- તમારા પરિવારના લોકો કોઇ નાની વાતને લઇને રાઇનો પહાડ બનાવી શકે છે. પારિવારિક જવાબદારીઓનો ભાર વધી શકે છે. જે તમને તણાવ આપશે.

લવઃ- તમે કોઇ એવા વ્યક્તિ સાથે જોડાશો જે તમારી રચનાત્મકતા અને સમજદારીની પ્રશંસા કરશે.
વ્યવસાયઃ- શુક્ર તમારી આવકને સારી જાળવી રાખવાનો સંકેત આપી રહ્યો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે તે વસ્તુઓનું ફરી મૂલ્યાંકન કરો જેણે તમને બનાવ્યાં છે. તમારા મૈત્રીપૂર્ણ અને સારા ગુણો અને તમારા પ્રોફેશનલ જીવનશૈલીમાં ટીમવર્કની ક્ષમતાને જાળવી રાખો.

નેગેટિવઃ- આજે તમે એવું કોઇ ગેરજવાબદારી ભર્યું કામ કરશો નહીં જેને કર્યાં બાદ તમારે પછતાવું પડે. આ સમયે યાત્રા કરવી તમારા માટે ફાયદાકારક પણ મોંઘી સાબિત થશે.

લવઃ- આ સમય તમે તમારા જીવનમાં રોમાન્સ અને આનંદની ભાવનાની શોધમાં રહેશો.
વ્યવસાયઃ- આજે રોકાણની યોજનાઓ તમને આકર્ષિત કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવનો તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- હાલ તમારો દૃષ્ટિકોણ પોઝિટિવ છે, ઊર્જા વધારે છે અને જીવનની ગુણવત્તા સૌથી સારી છે. તમારે તમારા સપનાનું પાલન કરવું, ભવિષ્યમાં તમને સુખ પ્રાપ્ત થાય તેવું કંઇક કરવું.

નેગેટિવઃ- આ સમય ખૂબ જ સારો છે જે તમારા માટે સફળતા અને ખુશહાલી લાવશે. જેના માટે તમારે તમારી કોશિશ અને તમારા પરિવાર પાસેથી મળતાં સહયોગનો ધન્યવાદન કરવો જોઇએ.

લવઃ- તમારી લવ લાઇફને પ્રેમની જરૂરિયાત રહેશે.
વ્યવસાયઃ- બુધ ભાગ્ય તથા કર્મ ભાવને સારું જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા પરિવાર અને સહકર્મીઓ સાથે મિત્રતા અને સહયોગની ભાવના વધારો. ગયા મહિને શરૂ થનારાં બધા જ કાર્યો આ મહિને ગતિ અને દિશા પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર સાથે ગેરસમજ અપ્રિય પરિસ્થિતિ ઊભી કરી શકે છે. કોઇપણ નિર્ણય પર પહોંચતાં પહેલાં સંતુલિત દૃષ્ટિથી બંને પક્ષને તપાસો.

લવઃ- રોમાન્સ માટે સમય કાઢો
વ્યવસાયઃ- સૂર્ય તમારા આવકના ભાવથી ગોચર કરી રહ્યો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધારે સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે પોતાને એક નવા વાતાવરણ સાથે તે લોકોની આસપાસ મેળવશો જે તમારા માટે મહત્ત્વપૂર્ણ છે અને તમારા માટે સારું ઇચ્છે છે. તમે આ સમયે પોતાના લક્ષ્ય વિશે વધારે વિચારી રહ્યા છો.

નેગેટિવઃ- તમારે તમારા સંબંધિત વિષયોની તૈયારીમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિના કારણે પોતાની આલોચના કરતાં રહેવું આત્મવિશ્વાસને ઘટાડી શકે છે.

લવઃ- આ સમય લગ્નના બંધનમાં બંધાવાનો હોઇ શકે છે.
વ્યવસાયઃ- સારા લાભ થવાના અણસાર મજબૂત રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા શારીરિક બળમાં વધારો થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું દિમાગ સાવધાન, તીવ્ર અને સક્રિય છે અને તમારી પાસે અસામાન્ય અને સારા વિચારોની ક્ષમતા છે. અન્ય લોકો સાથે તમારા વિચારોને વ્યક્ત કરવા તમારી એક પ્રમુખ રૂચિ છે.

નેગેટિવઃ- તમારે ચિંતામુક્ત થઇને તમારા નજીકના મિત્ર અને પરિવાર વચ્ચે સુખ શોધવાની જરૂરિયાત રહેશે. બહારના લોકોનો હસ્તક્ષેપ તમારા લગ્નજીવનમાં પરેશાની ઉત્પન્ન કરી શકે છે.

લવઃ- આ સમયે તમારા સંબંધને આગળ વધારવાનો હોઇ શકે છે.
વ્યવસાયઃ- તમે તમારી આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાનો પ્રયાસ કરશો.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ તમારા સુખને વધારનાર રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે વિવિધ રીતે આંતરિક અને બહારી બંને સ્તરે કાર્ય કરતાં રહેશો. લોકોનો પ્રેમ, આનંદ અને મિત્રતા પણ તમારી પ્રાથમિકતા છે. આ બધા સાથે તમે પોતાને પણ જીવનમાં આગળ વધારી શકશો.

નેગેટિવઃ- તમારે તમારી હારથી બધું જ શીખવાની જરૂરિયાત છે. આજે તમે તમારા હ્રદયની વાત જાહેર કરશો તો નુકસાન ભોગવવું પડી શકે છે.

લવઃ- તમે હાલ પ્રોફેશનલ અને સામાજિક સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યા છો.
વ્યવસાયઃ- આ સમયે કરિયરમાં તમે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.
સ્વાસ્થ્યઃ- કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવાની કોશિશ કરવી જોઇએ.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન તમે તમારી યોજના અને રણનીતિઓને કુશળ રીતે લાગૂ કરવામાં સક્ષમ રહેશો, જે તમને શુભ પરિણામ આપી શકશે. પ્રતિયોગી અને સરકારી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને આ સમયે સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- કરિયરમાં ફેરફારની દૃષ્ટિએ આ સમય તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે. આજે તમે ત્યાં સુધી કોઇ વાયદો આપશો નહીં જ્યાં સુધી તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ ના હોવ.

લવઃ- તમે તેટલાં જ વાસ્તવિક છો જેટલો સાચો તમારો પ્રેમ છે.
વ્યવસાયઃ- તમે તમારા કરિયર વિશે વિચારોને વધારે વિકસિત કરશો.
સ્વાસ્થ્યઃ- ફિટ અને સ્વસ્થ રહેવા માટે આ સમયે વધારે પાણી પીવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. તમને સારા પરિણામ મળશે. જો તમારી યોજના બહાર હરવા-ફરવાની છે તો તમને સુકૂન મળશે. યાત્રા દરમિયાન નવી જગ્યાઓ વિશે તમે જાણી શકશો.

નેગેટિવઃ- તમારો મૂડી વ્યવહાર તમારા ભાઈનો સ્વભાવ ખરાબ કરી શકે છે. સ્નેહ બંધનને જાળવી રાખવા માટે તમારે એકબીજાને સન્માન અને વિશ્વાસ પેદા કરવાની જરૂર છે.

લવઃ- આ સમય ખૂબ જ અદભૂત અને રોચક છે.
વ્યવસાયઃ- તમે તમારી આવકના નક્કી લક્ષ્યની નજીક રહેશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને આ દરમિયાન તમારે સાવધાની જાળવવી પડશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા માટે ભાગ્યનો સમય છે, જેમાં તમારું આકર્ષણ તમને નેટવર્કિંગ અને તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ- તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે પરેશાનીનું કારણ સાબિત થઇ શકે છે. ટેક્સ અને વીમા સાથે જોડાયેલાં વિષયો ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- તમારા અંગત ઇતિહાસ વિશે વિચાર કરો.
વ્યવસાયઃ- તમારા અર્થલાભને પ્રાપ્ત કરવામાં સંલગ્ન રહો.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમય તમે તમારા કામને, મિત્ર અને અન્ય મામલે પ્રસન્ન અનુભવ કરશો. પૂર્ણ પ્રયાસ કરો, વિજય તમારો સાથ અવશ્ય આપશે. તમારા આધ્યાત્મિક દૃષ્ટિકોણ ઉપર વિશ્વાસ કરો.

નેગેટિવઃ- આ સમયે તમારી સુખ વિશે વિચાર કરવાથી ગભરાશો નહીં અને તેને પ્રાપ્ત કરવા માટે મહેતન કરો. રિસ્કી ખરીદારીથી બચવું અને તમારા મિત્ર અથવા પરિવારના કોઇ વડીલની મદદ લેવી.

લવઃ- તમારા પ્રિયજન કોઇ મુશ્કેલી આવે ત્યારે મદદ માટે તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ કરે છે.
વ્યવસાયઃ- કરિયરને સારું જાળવી રાખવા તથા કાર્યોને સિદ્ધ કરવાની સ્થિતિ બનશે.
સ્વાસ્થ્યઃ- વધારે સાવધાની સાથે ખાન-પાનની વસ્તુઓની પસંદગી કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારી સીમાઓ વિશે સારી રીતે જાણો છો. ઉપલબ્ધિઓ, પ્રેમ અને રચનાત્મકતા માટે આ સમય સારો છે. કોઇ ખાસ કાર્યસૂચીમાં તમને રસ રહેશે અને અન્ય લોકો સાથે સંપર્ક બનાવવાની ઇચ્છા પણ રહેશે.

નેગેટિવઃ- થોડાં જરૂરી પ્રશ્નોના ઉત્તર શોધવા માટે સાવધાન થવાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

લવઃ- રોમાન્સ અને પ્રેમ માટે સમય સારો નથી.
વ્યવસાયઃ- તમારે તમારા નિર્ણયને લીધે કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સમય કાઢો.

અન્ય સમાચારો પણ છે...