તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 માર્ચનું રાશિફળ:મંગળવારે મિથુન જાતકોએ શેરબજારમાં રોકાણ કરવું નહીં, નુકસાન થવાની સંભાવના છે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 31 માર્ચ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા દ્વારા કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં શાનાદર પરિણામ મળશે. આ સમય ભાવનાત્મક રહેશે અને તમે ઘરેલુ મામલાઓથી છુટકારો મેળવવા માટે પ્રયાસ કરતાં રહેશો.

નેગેટિવઃ- વિદેશ યાત્રા કરવા માટે આ યોગ્ય સમય નથી. આ સમય તમારા ખર્ચને વધારશે અને તમને કોઇ લાભ મળી શકશે નહીં. ગ્રહોની સ્થિતિ આ સમયે અનુકૂળ નથી.

લવઃ- પ્રેમી સાથે વિવાદની સ્થિતિ આ સમયે બની શકે છે.
વ્યવસાયઃ- તમે કાર્ય-સ્થળ પર ઉત્કૃષ્ટ સમયનો આનંદ લેશો.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમય વિષયો ઉપર જબરદસ્ત નિયંત્રણ સિવાય અભ્યાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. તમે સૌથી સારા ગુણ ઇચ્છાશક્તિ સાથે એકાગ્રતા રહેશે, જે તમને સામાન્ય ભીડથી અલગ કરશે.

નેગેટિવઃ- કોઇપણ નવી ગતિવિધિને શરૂ કરવા માટે આ સમય યોગ્ય નથી. તમને નુકસાન થઇ શકે છે, માટે તમારે ધૈર્ય રાખવું જોઇએ. તમે તમારી આર્થિક સ્થિતિને નિયંત્રણમાં રાખી શકશો.

લવઃ- લાંબા સમયથી પ્રેમમાં રહેલાં જાતકો હવે લગ્નું વિચારી શકે છે.
વ્યવસાયઃ- તમને આગળ વધવા માટે અનેક અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- તમે બિમારીઓથી ગ્રસ્ત રહેશો નહીં.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારું ધ્યાન તમારા કાર્ય અને વ્યવસાય પર રહેશે. તમારા માટે પરિવાર, સંબંધો અને ઘરેલુ મામલાઓ પ્રાથમિકતા રહેશે નહીં. આ સમયે તમે કરિયરમાં સમૃદ્ધ થઇ જશો.

નેગેટિવઃ- બજારમાં રોકાણ કરવા માટે આ સમય યોગ્ય નથી. તમને હાનિ થઇ શકે છે. જ્યારે તમે અન્યની મદદથી કામ કરો છો, ત્યારે તમને એક અલગ દ્રષ્ટિ જોવા મળશે.

લવઃ- તમારો જીવનસાથી તમારી પાસે કોઇ એવી વસ્તુની માંગ કરી શકે છે, જેને આપવા માટે તમે સમર્થ નથી.
વ્યવસાયઃ- હાલ સમય ધીમો છે, થોડાં દિવસો પછી કામમાં ગતિ વધશે.
સ્વાસ્થ્યઃ- તણાવ તમારા સ્વાસ્થ્ય માટે ભયાનક છે
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે પરિવાર સાથે મિલનસારિતા અને આમોદ/પ્રમોદનો આનંદ લેશો. આ ક્ષણ હંમેશાં તમારી સ્મૃતિમાં રહેશે. તમે આ સમયે આકરો પરિશ્રમ કરશો.

નેગેટિવઃ- તમે વ્યવસાય માટે યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેનાથી બચવું જોઇએ. તમારા માટે સારી કમાણી કરવી થોડી મુશ્કેલ રહેશે.

લવઃ- તમારે તમારા જીવનસાથીને તમારી સ્થિતિ વિશે સમજાવવાની જરૂર છે.
વ્યવસાયઃ- આ સમય આર્થિક બાબતે થોડો ધીમો રહેશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન સંબંધો અને તમારી નજીકના પ્રિય લોકો ઉપર રહેશે. તમારો પરિવાર આ સમયે તમારી પ્રાથમિકતા છે અને તમારો પ્રયાસ તમારા સંબંધી અને પરિવારના સભ્યોને પ્રસન્ન રાખવાનો રહેશે.

નેગેટિવઃ- તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે અને પરિણામ પ્રાપ્ત કરવા માટે વધારે પરિશ્રમ કરવો પડશે. તમારા કરિયરને આગળ વધારવા માટે એક મજબૂત યોજના બનાવવા માટે સમય યોગ્ય છે.

લવઃ- આ સમયે તમારે માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- ઉદ્યોગમાં તમારા પ્રોફેશનલ ગંઠબંધનો અને તમારા સંપર્કોનું સમર્થન પ્રાપ્ત કરવું એક સારો વિચાર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારું આકર્ષક અને મનમોહત વ્યક્તિત્વ ઘણાં લોકોને તમારી તરફ આકર્ષિત કરશે અને થોડાં સારા લાભ કમાશો. તમારા મિત્ર અને પરિવાર તમારા સારા અને ખરાબ સમયમાં તમારી સાથે રહેશે.

નેગેટિવઃ- સામાજિક મેલ-મિલાપ, પાર્ટી વગેરે તમારા માટે વિવિધ લોકો સાથે વાત કરવા અને સંબંધને વિકસિત કરવાનો આ અવસર નથી. આ મહિને તમને યોગ્ય અવસર મળશે નહીં.

લવઃ- જે લોકો સિંગલ છે અને કોઇને પ્રેમ કરે છે, તેઓ આજે તેમની ભાવના વ્યક્ત કરી શકે છે.
વ્યવસાયઃ- આજે મૂડીનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરશો.
સ્વાસ્થ્યઃ- વજન ઘટાડવા વિશે વિચારવું જોઇએ.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે અનેક પુસ્તકો વાંચશો અને તે જ તમને જીવન વિશે સારો દ્રષ્ટિકોણ આપશે. તમારો માનવતા અને આધ્યાત્મિકતા તરફ રસ વધારે રહેશે. આ સમયે નવી યોજના તમે શરૂ કરી શકો છો.

નેગેટિવઃ- તમારે થોડાં કૌશલ શીખવા માટે થોડો સમય સમર્પિત કરવો જોઇએ. તમે કામ અને પારિવારિક મદ્દાઓના મધ્યમાં વ્યસ્ત રહેશો.

લવઃ- જો તમે તમારા પ્રેમીને સમજવામાં માંગો છો તો તેની સાથે સમય વિતાવો.
વ્યવસાયઃ- તમારા ગ્રહો એક અનુકૂળ સ્થિતિમાં નથી.
સ્વાસ્થ્યઃ- તમે આહાર પ્રણાલીનું પાલન કરો.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- એક સારો સંપર્ક ક્ષેત્ર વિકસિત કરવા માટે થોડાં નવા રસ્તા શોધવા માટેનો શાનદાર સમય છે. તમે આકરી મહેનત કરશો અને પરિણામ છેલ્લે જોવા મળશે. વ્યાવસાયિક રૂપથી તમે આગળ વધવા માટે તૈયાર રહેશો.

નેગેટિવઃ- પરિચાલન ખર્ચને જાળવી રાખવા માટે તમારે બજારથી થોડાં રૂપિયા ઉધાર લેવા પડી શકે છે.

લવઃ- પ્રેમ જીવનમાં તમે તમારા સાથીને સમય આપશો.
વ્યવસાયઃ- રોજમર્રાના ખર્ચને જાળવી રાખવા માટે સંધર્ષ કરવો પડશે.
સ્વાસ્થ્યઃ- રોગ પ્રતિરોધક શક્તિનું સ્તર સારું રહેશે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી પોતાની વૃદ્ધિ સિવાય તમે અન્યને નવા કૌશલ શીખવા અને તેમની ભૂમિકાઓમાં વધારવામાં પણ મદદ કરશો. આ સમયે તમને પ્રશંસા અને શાબાશી મળશે.

નેગેટિવઃ- તમારે બચત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમે આ સમયે આવનારી સ્થિતિઓ અને લોકો સાથે તાલમેલ જાળવી રાખવા માટે પ્રયાસરત રહેશો.

લવઃ- તમારે તમારા અહંકારને દૂર કરવા તમારા લવમેટ સાથે વાત કરવી જોઇએ.
વ્યવસાયઃ- તમારે થોડી અચલ સંપત્તિમાં રોકાણ કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દરેક બાબતો સારી રહેશે
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું પ્રેરણા સ્તર અવિશ્વસનીય રહેશે અને તમે તમારા વ્યક્તિત્વ/વ્યાવસાયિક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરશો. તમને તમારા ઉદેશ્યો સુધી પહોંચવા માટે સહયોગ મળશે.

નેગેટિવઃ- એક અશાંત અને કઠોર સમયની ભવિષ્યવાણી કરવામાં આવી છે. તમારે તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે.

લવઃ- પરણિત જાતકોની અનેક સમસ્યાઓ આ દરમિયાન દૂર થઇ જશે.
વ્યવસાયઃ- તમારી પ્રાથમિકતાઓ તમારા કરિયર તરફ રહેશે.
સ્વાસ્થ્યઃ- આંખ સાથે સંબંધિત પરેશાનીઓ થઇ શકે છે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમને તમારા કરિયરને આગળ વધારવામાં મદદ મળશે. આ સમય તમારા માટે આર્થિક રીતે આકર્ષક છે અને તમે વ્યવસાયથી સારો લાભ કમાશો.

નેગેટિવઃ- સટ્ટા પ્રતિભૂતિઓમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. યાત્રાની યોજના તમારા માટે વિશેષ ફળદાયી રહેશે નહીં. તમે ઘરેલુ મુદ્દા અને ભાવનાત્મક મામલાઓને પ્રાથમિકતા આપી શકશો નહીં.

લવઃ- તમારો જીવનસાથી તમારા પ્રત્યે આકર્ષિત રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમે થોડાં વ્યાપારિક સોદા કરી શકશો.
સ્વાસ્થ્યઃ- કમરના દુખાવાથી રાહત મળશે.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કાર્ય સ્થળ પર તમારી મદદ કરતી પ્રકૃતિ તમને અન્ય પાસેથી પ્રશંસા અપાવશે. જે પ્રકારે તમે કાર્યસ્થળ પર જાતે સંચાલન કરો છો, તે તમારા પર્યવેક્ષકો અને સહકર્મીઓ પાસેથી પ્રશંસા અર્જિત કરશો.

નેગેટિવઃ- જો તમે જિદ્દી રહેશો, તો તમે કંઇ હાંસલ કરી શકશો નહીં અને તે તમારા વિકાસ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારે થોડાં મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું પડશે.

લવઃ- દાંપત્ય જીવનમાં કોઇ ગેરસમજથી કડવાશનો સ્વાદ મિક્સ થઇ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમે રોકાણ કરી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારું ઊર્જા સ્તર સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...