તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31 જુલાઈનું રાશિફળ:શુક્રવારે કુંભ જાતકોને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે, મીન રાશિના લોકોને ધાર્મિક કાર્યોમાં રસ જાગશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

31 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે પ્રકૃતિ તમારો ભરપૂર સાથ આપી રહી છે. કોઇ લાભદાયક અને મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાથી તમે સ્વયંને આત્મબળ અને ભાવનાત્મક રૂપથી વધારે સશક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઇ સંબંધિત અથવા પાડોસીઓ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં પ્રોડક્શન સંબંધિત કાર્યોમાં ઘટાડો આવવાથી તણાવ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં સામંજસ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ થાક રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે. આર્થિક સમસ્યાઓનો ઉકેલાઇ જશે. અટવાયેલાં કોઇ જમીનના કાર્યોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- મનમાં કોઇ અનહોની જેવી આશંકા થવાનો ભય રહેશે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અન્ય લોકોને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ- કોઇ ઉચ્ચઅધિકારીનો સહયોગ તમારા કાર્યમાં મન પ્રમાણે સફળતા પ્રદાન કરશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસની પરેશાની રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે સુખ-સુવિધાઓ જેવી વસ્તુઓની ખરીદારીમાં સમય વ્યતીત થશે. તમારી પ્રતિભા અને ક્ષમતાઓને સમજો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ- આવકના સાધનોની કમી રહેશે. પરંતુ ખર્ચ વધતો જશે. તમારા બજેટ પ્રમાણે જ ખર્ચ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણય એકલા હાથે લેશો નહીં.

લવઃ- નજીકના સંબંધિઓને ત્યાં ડિનર કરવા જવાનો અવસર મળશે

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્તતા પૂર્ણ રહેશે. કામ વધારે રહેશે. સફળતા મળવાથી થાક હાવિ થશે નહીં અને ઉત્સાહ જળાવેયો રહેશે. ઘરમાં મહેમાનોના આવવાથી મોજ-મસ્તીથી સમયે વિતશે.

નેગેટિવઃ- અન્ય લોકોના કારણે કોઇ પ્રકારની ધનની હાનિ થઇ શકે છે. આ સમયે અકારણ તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયના ક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાથી નબળાઇ અનુભવ થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાઓને ગતિ આપવાનો સમય યોગ્ય છે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી મુક્તિ મળશે. જેના કારણે તમે તણાવમુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ- કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની રાખશો તો તમે પરેશાનીઓથી મુક્ત રહી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ બની રહેશે.

લવઃ- પરિવારના વ્યક્તિ તમારાથી થોડાં નિરાશ રહેશે,

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે પગમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમયની ચાલ તમારા પક્ષમાં રહેશે તેનો ભરપૂર ઉપયોગ કરો. તમારી સારી કાર્યપ્રણાલીના કારણે તમે લોકોની સમક્ષ પ્રશંસાનું પાત્ર રહેશો.

નેગેટિવઃ- ઘરના વડીલોની અવગણના બિલકુલ કરશો નહીં. ક્યારેક બેદરકારી અને આળસના કારણે તમારા બનતાં કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- ઓર્ડર સંબંધિત બધા જ કાર્યોનું પાક્કુ બિલ બનાવો.

લવઃ- લગ્ન સંબંધમાં થોડાં સમયથી ચાલી રહેલાં તણાવને સાથે બેસીને ઉકેલો.

સ્વાસ્થ્યઃ- યોગ ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ અને લાભદાયક સૂચના પ્રાપ્ત થશે. મિત્રો અને જાણકારો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો. આ સંબંધ તમારા માટે આર્થિક સંબંધિત નવી ઉપલબ્ધિઓ ઉત્પન્ન કરી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક વ્યવહારમાં ચિડીયાપણું તમને લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ કરતાં પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી.

લવઃ- પ્રેમ સંબંધમાં કોઇ પ્રકારની ખટાસ ઉત્પન્ન થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વારસાગત સંપત્તિ સંબંધિત મામલાઓ ઉકેલાઇ તેવી સંભાવના છે. ધનના રોકાણ સંબંધિત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં અકારણ જ ગુસ્સો કે ઉગ્રતા આવવાથી અચાનક જ બનતાં કામ બગડી જાય છે. આ સમયે તમે તમારું આત્મ અવલોકન કરો.

વ્યવસાયઃ- કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ તમારા વ્યવસાય માટે વધારે ફાયદાકારક રહેશે.

લવઃ- પરિવારમાં લગ્ન સંબંધિત કોઇ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સાફ-સફાઈનું ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધર્મ-કર્મ અને સામાજિક સેવા સંબંધિત કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના વિશે ઊંડાણથી વિચારો. ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે. તેમને માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે. મકાન અને ગાડી સાથે સંબંધિત કાગળોને સંભાળીને રાખો.

વ્યવસાયઃ- કોઇ ખોટી સલાહ તમારું નુકસાન કરાવી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક સ્વીકૃતિ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઇ ઉપલબ્ધિથી ઘરમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. ઘરમાં સુધાર કે સજાવટ સંબંધિત કોઇ યોજના બની રહી છે તો વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ- તમારા ખર્ચને સીમિત રાખો. કોઇ નજીકના સંબંધિ સાથે તમારા સંબંધો ખરાબ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા જ કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇ મિત્રની મુશ્કેલ સમયે તેની મદદ કરો. જેનાથી તમને સુખ પ્રાપ્ત થશે. તમારે તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું જેથી તમને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય.

નેગેટિવઃ- સંતાનની કોઇ ખોટી સંગતના કારણે ચિંતા રહેશે, તમારી સમજદારી અને સમજણથી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ઉદેશ્યને લઇને કોઇ નજીકની યાત્રા સંભવ છે.

લવઃ- જીવનસાથી તમારી પરેશાનીઓને સમજશે.

સ્વાસ્થ્યઃ- થોડી અસાવધાની નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રચનાત્મક અને ધાર્મિક ક્રિયા પ્રત્યે રસ રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદમાં પણ સમય વ્યતીત થશે. ચુનોતીઓનો સ્વીકાર કરવો તમારા માટે ઉપલબ્ઘિનો માર્ગ પણ ખોલશે.

નેગેટિવઃ- વિરોધી તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. તમે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. તમને વિજય પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- માર્કેટિંગ અને બહારના કાર્યોને આજે સ્થગિત રાખો.

લવઃ- ઘરના કોઇપણ મુદ્દાને શાંતિથી ઉકેલો

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીથી ચલાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser