ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મકર જાતકોએ બધા નિર્ણય જાતે જ લેવા, કોઇના ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • વર્ષનો છેલ્લો દિવસ છ રાશિ માટે શુભ, ધન લાભ તથા ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે
  • મકર તથા કુંભ સહિત છ રાશિ માટે મધ્યમ દિવસ

31 ડિસેમ્બર, ગુરુવારના રોજ પુનર્વસુ નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ઈન્દ્ર તથા સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. વર્ષના છેલ્લા દિવસે ગ્રહ-નક્ષત્રની આ સ્થિતિનો ફાયદો છ રાશિને મળશે. મેષ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક તથા મીન રાશિના જાતકોને અનેક રીતે દિવસ શુભ સાબિત થશે. રોકાણ તથા લેવડ-દેવડમાં ફાયદો થશે. જોબ તથા બિઝનેસ માટે પણ દિવસ સારો રહેશે. આ ઉપરાંત વૃષભ, મિથુન, તુલા, ધન, મકર તથા કુંભ રાશિ માટે મધ્યમ રહેશે. આ છ રાશિના કામ તો પૂરા થશે પરંતુ સમસ્યા પણ રહેશે.

31 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે આખો દિવસ આરામ તથા પરિવાર સાથે પસાર કરવાના મૂડમાં રહેશો. કોઇ લાભદાયક મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી ખુશ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. ધર્મ, કર્મ અને અધ્યાત્મમાં વિશ્વાસ જાળવી રાખો.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે, જોકે, તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેશો વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે.

વ્યવસાયઃ- યુવા વર્ગને કોઇ કામને લગતું પહેલું પેમેન્ટ આવવાથી પ્રસન્ન રહેશે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે તમારો વિશેષ રસ રહેશે. સુકૂન અને આરામ મેળવવાની ઇચ્છામાં થોડો સમય મનોરંજનને લગતાં કાર્યોમાં પસાર થશે.

નેગેટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ યોજના બનાવતાં પહેલાં ધ્યાન રાખો. મનમાં કોઇ ચંચળતા જેવી સ્થિતિ રહેશે. તમારી અંદર થોડો ઈગો જેવી ભાવના ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે. કોઇ મોટો ઓર્ડર પણ મળવાની સંભાવના છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે. પતિ-પત્નીમાં કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ભરપૂર ઊંઘ ન લઇ શકવાના કારણે થાક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારુ તમારા કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ તમારા અનેક કાર્યોનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશે. કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારું વિશેષ યોગદાન અને નિષ્ઠાના કારણણે માન-સન્માન તથા યશમાં પણ વધારો થશે. યુવા તથા વિદ્યાર્થીઓને કોઇ વિશેષ કાર્યમાં સફળતા મળશે.

નેગેટિવઃ- અન્યની વાતોમાં આવીને વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે. વિચારોમાં નકારાત્મકતા આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે પોતાના કાર્યો તથા યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો.

લવઃ- તમારી યોજના અને કાર્યોમાં જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનને સંયમિત રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે ઇમોશનલ થવાની જગ્યાએ પ્રેક્ટિકલ વિચાર રાખવા તમારા માટે લાભદાયક રહેશે. જો કોઇ પ્રકારના પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે, તો આજે તેના અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત સંભવ છે.

નેગેટિવઃ- અસ્વસ્થતાના કારણે થોડા કામ અટકી શકે છે. સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી શકે છે. આ સમયે શાંત ચિત્ત થઇને અવલોકન કરો. તમારી ઊર્જાને પોઝિટિવ સ્વરૂપમાં ઉપયોગમાં લો.

વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી તમારું કોઇ કામ પૂર્ણ થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે. ધ્યાન રાખો લગ્ન સંબંધ તમારા પારિવારિક જીવનને ગ્રહણ લગાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના લોકોએ બેદરકારી ન કરવી.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ યોજના બનાવવી તમને ભૂલ કરતાં અટકાવી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિની મદદ કરવી પડી શકે છે, પરંતુ આવું કરવાથી તમને માનસિક અને આત્મિક સુખ જ મળશે.

નેગેટિવઃ- મામા પક્ષ સાથે સંબંધો ખરાબ થવા દેશો નહીં. આજે તમારો મોટાભાગનો સમય ઘરની બહાર જ પસાર થશે, પરંતુ તેનું કોઇપણ લાભદાયક પરિણામ તમને જોવા મળશે નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં આ સમયે નફો મળી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો ગાઢ બનશે. પતિ-પત્નીના સંબંધોમાં ઈગોને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભાવનાત્મક રૂપથી તમે પોતાને મજબૂત અનુભવ કરશો. ઘર-પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ પણ જળવાયેલો રહેશે. થોડો સમય પોતાના રસ પૂર્ણ કાર્યોમાં પસાર કરવાથી તમને નવી ઊર્જાનો અનુભવ થશે.

નેગેટિવઃ- તમારા વિચારોમાં લચીલાપણું રાખો. કોઇ વાત ઉપર જિદ્દ કરવાથી તમારું જ કામ ખરાબ થઇ શકે છે. કોઇ મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરશો તો તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવહારમાં નફો મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે, બપોરે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં અનુકૂળ રહેશે. તમારા કાર્યો આપમેળે જ પૂર્ણ થતાં જશે. તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો.

નેગેટિવઃ- આ સમયે ભાવુકતા અને આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. અનુકૂળ સમયનો સારો ઉપયોગ કરો. આત્મ કેન્દ્રિત થવાની જગ્યાએ સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામને લગતું કોઇ નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- પરિવાર તથા નજીકના મિત્રો સાથે થોડો સમય પસાર કરવાથી સંબંધ વધારે મજબૂત થઇ જશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાના કારણે શરીરમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. તમારી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓને લગતાં કોઇ કામમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે.

નેગેટિવઃ- આ સમયે વધારે વિચારોમાં સમય નષ્ય ન કરો. તમારી યોજનાઓને તરત જ શરૂ કરો. બહારના વ્યક્તિઓની દખલ પણ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદીથી બચવું, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત જાળવી રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી તમે જે કાર્યો માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તે કાર્યો પૂર્ણ થવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ સમયે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું શરૂ થઇ જશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની યોગ્ય દેખરેખ કરો. તેમના ખોવાઇ જવાની કે ચોરી થવાની સંભાવના છે. ભાવનાઓમાં વહીને કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હેઠળ કામ કરી રહેલાં કર્મચારીઓ સાથે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે તમારી કાર્ય કરવાની રીતમાં જે પરિવર્તન કર્યું છે, તે તમારા માટે લાભદાયી રહેશે. આજે મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં પસાર થશે. યોજનાબદ્ધ રીતે પોતાના કાર્યને પૂર્ણ કરો.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતો ઊભી થવાથી નજીકના સંબંધીઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે શાંતિ અને ધૈર્યથી સમસ્યાનો ઉકેલ લાવો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં બધા નિર્ણય જાતે જ કરો. અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવો અને સલાહ લેવી નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કામ વધારે રહેશે. તેમને એકાગ્રચિત્ત થઇને પૂર્ણ કરવાની કોશિશ કરો, તમને તેના શુભ પરિણામ પણ પ્રાપ્ત થશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ શક્ય છે.

નેગેટિવઃ- કાર્યો અંગે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય પસાર ન કરો તથા તરત જ નિર્ણય લો. કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થવાથી મનમાં થોડી પરેશાની રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમં વધારે વ્યસ્તતા જળવાયેલી રહેશે.

લવઃ- ઘર-પરિવારમાં વધારે દખલ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બાળકના અભ્યાસને લઇને અથવા કરિયરને લગતી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી સુકૂન અને રાહત મળશે અને તમારા વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- આ સમયે ખર્ચની સ્થિતિઓ વધારે બની રહી છે, બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક તમારી ઉતાવળ અને રોકટોક ઘરના વાતાવરણને અસ્ત-વ્યસ્ત કરી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં કાર્યક્ષેત્રમાં જે કામ ચાલી રહ્યું છે, તે યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે.

લવઃ- કામના થાકથી રાહત મેળવવા માટે થોડો સમય પરિવારના લોકો સાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.