તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારનું રાશિફળ:મંગળવારે કુંભ જાતકોએ તેમના ઈગો અને ગુસ્સા ઉપર કાબૂ રાખવો, મીન રાશિના લોકોને લાભ મળશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કન્યા, ધન તથા કુંભ રાશિ માટે સારો સમય
  • વૃષભ, સિંહ તથા મીન રાશિએ સાવચેતી રાખવી

મંગળવાર, 31 ઓગસ્ટના રોજ ચંદ્ર આખો દિવસ વૃષભ રાશિમાં રહેશે અને રાત્રે 10 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળવાર સવારે 9 વાગ્યા સુધી રોહિણી અને પછી મૃગશિરા નક્ષત્ર રહેશે. આ જ કારણે સવારે માતંગ નામનો શુભ યોગ અને 9 પછી રાક્ષસ નામનો અશુભ યોગ બને છે. આ દિવસે કામમાં બેદરકારી રાખવી નહીં. નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો અને મંગળ ગ્રહ માટે લાલ મસૂરની દાળનું દાન કરો.

કન્યા, ધન તથા કુંભ રાશિ માટે ફાયદાકારક દિવસ છે. વૃષભ, સિંહ તથા મીન રાશિએ સતર્ક રહીને કામ કરવું.

31 ઓગસ્ટ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. સમાન વિચારધારા ધરાવતા લોકો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવો તમારા માટે પ્રસન્નતાદાયક રહેશે. જીવનસ્તરને સુધારવા માટે સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ પણ રાખશો.

નેગેટિવઃ- બાળકોના કરિયર કે લગ્નને લઇને ચિંતા રહેશે. ઘરની વિલાસિતાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં ખર્ચ રહેશે. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. તમારી કિંમતી વસ્તુઓને સાચવીને રાખો, તેના ખોવાઈ જવા કે ગુમ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- કામકાજનો વધારે ભાર તમારા ઉપર રહેશે

લવઃ- જીવનસાથીનો ભરપૂર સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં આજે તમારો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીઓ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે. આ સમયે તેઓ સંપૂર્ણ રીતે પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. તેમનાથી અંતર જાળવી રાખવું જરૂરી છે. કોઈને રૂપિયા ઉધાર ન આપો, કેમ કે તેના પાછા આવવાની આશા નથી. યુવાઓ મોજ-મસ્તીથી ધ્યાન હટાવીને કરિયર તરફ ફોકસ રહેશે,

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી યોજનાઓ સફળ રહી શકે છે.

લવઃ- તમારી કોઈપણ યોજનાને શરૂ કરતા પહેલાં તમારા જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- બાળકોની કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આજે પાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહેશે. પ્રોપર્ટીને લગતી યોજના સફળ રહેશે.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે તેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. કોઈને રૂપિયા ઉધાર ન આપો.

વ્યવસાયઃ- જો કોઈ વ્યવસાયમાં પાર્ટનરશિપની યોજના બની રહી છે તો તરત તેના ઉપર અમલ કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાની તક પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહેશો. જેથી તન અને મન બંને પ્રસન્ન રહી શકે છે. મિત્રોની સલાહ ભાગ્યોદયકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. તમે કોઈ ષડયંત્રમાં ફસાઈ શકો છો. આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે સમજી-વિચારીને નિર્ણય લેવો. શક્ય હોય તો હાલ તેને ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે પોઝિટિવ હલચલનો સમય છે.

લવઃ- ઘર-પરિવારની સુખ-શાંતિ માટે જીવનસાથીની પૂર્ણ સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે નસમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. ઘર કે વ્યવસાય બંને માટે તે સારી સાબિત થશે. તેના ઉપર તરત અમલ કરવાની જરૂરિયાત છે. ઘરમાં સગા સંબંધીઓ આવશે જેથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે. અનુભવી લોકોની દખલ દ્વારા સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે. સંતાનની સંગતિ ઉપર ધ્યાન રાખવું. સમય રહેતાં કઠોર નિર્ણય લેવો અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા સુધારને લગતા નિર્માણમાં વધારે ખર્ચ થઈ શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ચિંતા અને તણાવના કારણે માથાનો દુખાવો રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- અત્યાર સુધી જે તમે તમારી કાર્યશૈલીમાં પરિવર્તનને લગતી યોજના બનાવી હતી, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. તમે તમારા કાર્યોને સારી રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં પણ તમારો સારો સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને સંબંધ ખરાબ થઈ શકે છે. થોડી સમજદારી અને સમજણ દ્વારા જલ્દી જ ગેરસમજ દૂર થઈ જશે. ખર્ચ વધારે રહેવાના કારણે પણ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલ તણાવથી રાહત મળી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે કોઈ ધાર્મિક આયોજનમાં તમારે વધારે કામ રહેશે. તમારો સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારે નિખારશે. કોઈ અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ્ય યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- પારિવારિક સભ્યોના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. પરંતુ આ સમયે ધૈર્ય અને વિવેક દ્વારા સમસ્યાઓનો ઉકેલ મેળવો. ઘરની દેખરેખ તથા વિલાસિતાને લગતી વસ્તુઓ ઉપર ખર્ચ થવાથી બજેટ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- તમે કાર્યક્ષેત્રમાં થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાને ઘટાડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે સફળતાને લગતા જે સપના સજાવ્યાં હતાં, તે પૂર્ણ થવાના છે. એટલે સંપૂર્ણ જોશ અને મહેનત સાથે પોતાના કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો. પોતાને સાબિત કરવા માટે સ્થિતિ સારા સમયનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ- આજે કોઈ અપ્રિય સમાચાર પણ મળી શકે છે, જેના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. વાહન ખરાબ થવાના કારણે મોટો ખર્ચ સામે આવી શકે છે. જો ઘરમાં કોઈ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદદારીની યોજના બની રહી છે, તો આજે તેને ટાળો.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાય સફળ રહી શકે છે.

લવઃ- તમે પ્રબળતા સાથે પ્રેમ અને રોમાન્સના વિષયો તરફ આકર્ષિત થશો.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય પોતાના રસના કાર્યોને કરવામાં પસાર કરો. તેનાથી તમે પોતાને ફરી ફ્રેશ અનુભવ કરી શકો છો. તમારી દિનચર્યાને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન લગાવો.

નેગેટિવઃ- ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. થોડી બેદરકારીના કારણે કોઈ કાયદાકીય વિવાદમાં તમે પડી શકો છો. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા કોઈપણ કાર્યમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ- તમારા થાક અને તણાવને દૂર કરવા માટે પારિવારિક લોકો તમારી જરૂરિયાતોનું પૂર્ણ ધ્યાન રાખશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે આંતરિક ઊર્જાને સમજવા માટે કોશિશ કરી છે, તેના કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ પોઝિટિવ પરિવર્તન આવ્યું છે. અન્યના દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારો વિશેષ ગુણ રહેશે.

નેગેટિવઃ- જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બની રહ્યો છે, તો આજે તેને ટાળો. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં નથી. અચાનક ખર્ચ સામે આવે તેવી શક્યતા છે. આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી ધનને લગતી મુશ્કેલીઓના કારણે જે પ્રોડક્શનના કામ અટવાયેલાં હતાં, આજે તેના ઉપર ફરી કામ શરૂ થશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માનસિક થાક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. એકબીજાના વિચારોનું આદાનપ્રદાન ઘરના વાતાવરણને સુખમય બનાવશે. કોઈ ખાસ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે. યુવાઓને કોઈ વડીલ વ્યક્તિના સાનિધ્યમાં પોતાની સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન કરીને મિત્ર જેવો વ્યવહાર કરો. તેનાથી તેઓ સરળતાથી પોતાની સમસ્યાઓને તમારી સાથે શેર કરશે. તમારા ઈગો અને ગુસ્સાના કારણે વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ કર્મચારીની બેદરકારીથી કોઈ મોટું નુકસાન થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે લાભ ઊભા કરી રહી છે. જો કોઈ કોર્ટને લગતો મામલો ચાલી રહ્યો છે, તો આજે તેનો નિર્ણય તમારા હકમાં આવી શકે છે. કોઈ રાજનૈતિક વ્યક્તિ દ્વારા તમને સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. તમારા બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. તમારી કોઈપણ યોજના કોઈ સામે જાહેર ન કરો, નહીંતર તમારે જ હાનિનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોને સાવધાની પૂર્વક કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...