31 ઓગસ્ટનું રાશિફળ:મહિનાના છેલ્લાં દિવસે મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે, તેઓ પોતાની વાણી દ્વારા વિઘ્નો દૂર કરી આગળ વધશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

31 ઓગસ્ટ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વ્યતીત થશે. સંબંધોને વધારે મજબૂત કરવા અને તેમને ખાસ મહત્ત્વ આપવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- આજે તમે કોઇ ષડયંત્ર કે કોઇ પ્રકારની ગુપ્ત યોજનાના શિકાર થઇ શકો છો. આજે સાવધાન રહેવાનો દિવસ છે.

વ્યવસાયઃ- વ્યવસાયના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી જવાથી તણાવ વધશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અચાનક કોઇ શુભ સમાચાર મળવાથી સુખનો અનુભવ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. લાભદાયક યાત્રાઓ બનવાના પણ યોગ છે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લઇને ચિંતા રહેશે. ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિત તમારી ગતિવિધિઓને સીક્રેટ રાખો.

લવઃ- પતિ-પત્ની વ્યસ્ત હોવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- શરીરના કોઇ ભાગમાં સોજો આવી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કરેલી મહેનત અને પ્રયત્ન તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદગાર બનશે. વડીલોનો આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી પૂંજી છે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું સંપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખો. આજે અકારણ જ મનમાં નિરાશા અનુભવ થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ક્વોન્ટિટિની અપેક્ષા ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદે તમારા કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિક સ્થિતિ સારી કરશે.

નેગેટિવઃ- પાડોસી સાથે ક્લેશ અને વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આ સમયે વાતચીત કરતી સમયે તમારે નરમ રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ નવું એગ્રીમેન્ટ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોને લઇને કોઇ સમસ્યા કે તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સંયમિત ખાનપાન દ્વારા વજનને કંટ્રોલ કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિથી આજનો દિવસ ઉત્તમ છે. તમારા નજીકના પરિજનોની પરેશાનીઓમાં તેમની મદદ કરવાથી તમને સુખની અનુભૂતિ થશે. પ્રોપર્ટી ખરીદવા સંબંધી જો કોઇ પ્રોગ્રામ બની રહ્યો છે તો સમય સાથ આપશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઇને એકાગ્ર રહે. મામા પક્ષ સાથે તમારા સંબંધો મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

સ્વાસ્થ્યઃ- હાડકામાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- દૈનિક દિનચર્યાથી કંટાળીને આજે જ્ઞાનવર્ધક ગતિવિધિઓમાં સમય વ્યતીત કરો. જેના દ્વારા માનસિક શાંતિ મળશે. દૈનિક અને રોજિંદા કાર્યો તેમની ગતિ પ્રમાણે ચાલતાં રહેશે. સમય સારો છે.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી અંતર જાળવી રાખો. તમે કોઇ ઉપર લાંછન લગાવી શકો છો તથા કોઇ ષડયંત્રનો શિકાર પણ થઇ શકો છો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

લવઃ- જીવનસાથીનો ઘર પ્રત્યે સહયોગ અને સમર્પણ ભાવ તમને ચિંતા મુક્ત રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત સિઝનલ પરેશાની થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય તમારા પક્ષમાં ચાલી રહ્યો છે. તમારી યોજનાઓને ગતિ પ્રાપ્ત થશે. સમૃદ્ધિ અઅને લાભ થવાના યોગ બની રહ્યા છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. તેમનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. બાળકોની કોઇ સમસ્યાને લઇને ઘરમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઘરમાં રહીને થશે.

લવઃ- તમારી મુશ્કેલીઓમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કામકાજ અને પરિવાર વચ્ચે સારું સામંજસ્ય જળવાયેલું રહેશે. ઈશ્વરીય શક્તિ ઉપર દઢ વિશ્વાસ રાખવાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન સંબંધિત યોજના બની શકે છે.

નેગેટિવઃ- વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ અને કાબૂ રાખવું જરૂરી છે. આ સમયે બિનજરૂરી યાત્રાઓ પણ સ્થગિત રાખો.

વ્યવસાયઃ- વેપાર અને કારોબારમાં અચાનક શુભ ઘટના બની શકે છે.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે એસિડિટી થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય સર્વ લાભકારી છે. મહેમાનોની અવર-જવર રહેવાથી ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે. તમારા આદર્શવાદી તથા સારા-ખરાબની સમજણ અને વ્યવહાર તમારી સામાજિક છાપને વધારે નિખારશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે થશે જેની અસર તમારા બજેટ ઉપર પડશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સંબંધિત કાર્યમાં તમારા નિર્ણય સર્વોપરિ અને ફાયદાકારક રહેશે.

લવઃ- લગ્નજીવનમાં સુખ વધશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગ વિશેષ રૂપથી પોતાનું ધ્યાન રાખે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય પ્રતિષ્ઠા વર્ધક છે. ભાગ્ય તમારા પક્ષમાં નવી ઉપલબ્ધિઓ પ્રદાન કરી રહ્યું છે. તમે તમારી વાણી દ્વારા તમારા વિઘ્નો દૂર કરીને આગળ વધી શકશો.

નેગેટિવઃ- ક્યારેક તમારા વધારે વિચારવાના કારણે લાભની સ્થિતિ હાથમાંથી સરકી શકે છે. કોઇના વ્યક્તિગત મામલાઓમાં વધારે દખલ કરવી નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીનો તમારા કાર્ય પ્રત્યે સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના બધા સભ્ય પોત-પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશે. જેના કારણે તમે તણાવમુક્ત થઇને તમારા રસ સંબંધિત કાર્યોમાં સમય વ્યતીત કરશો.

નેગેટિવઃ- થોડી નકારાત્મક સ્થિતિઓ પણ ઉત્પન્ન થશે પરંતુ તમે તમારી ક્ષમતાથી તેમનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. માત્ર વાણી અને ગુસ્સા ઉપર કાબૂ જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહકર્મી તથા સહયોગી સંપૂર્ણ મનોયોગથી કાર્યો પૂર્ણ કરશે.

લવઃ- પતિ-પત્નીમાં અહંકારના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ, ઉધરસના કારણે છાતિમાં ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સંતાનની ઉપલબ્ધિઓને લઇને મનમાં સુકૂન તથા પ્રસન્નતા રહેશે. ઘરમાં બાળકોની કિલકારી સંબંધિત શુભ સૂચના મળવાથી ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે તથા નવી વસ્તુઓની ખરીદારી પણ સંભવ છે.

નેગેટિવઃ- થોડાં વિરોધીઓ તમારા કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે જેના કારણે વિવાદની સ્થિતિ બની શકે છે. ક્યારેક-ક્યારેક વિપરીત પરિસ્થિતિ હોવાના કારણે તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવન સુખી અને સમૃદ્ધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...