સોમવાર, 30 નવેમ્બરના રોજ દેવદિવાળી અને નવેમ્બર મહિનાનો અંતિમ દિવસ છે. આ દિવસે ગુરુનાનક જયંતી પણ છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ ઉપરાંત રોહિણી નક્ષત્ર હોવાથી પ્રવર્ધ નામનો શુભ યોગ પણ બને છે. આ યોગમાં કરવામાં આવેલા શુભ કામ જલદી સફળ થાય છે. સોમવારે શિવજીની પૂજા કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. નવેમ્બર મહિનાનો અંતિમ દિવસ પાંચ રાશિ માટે શુભ રહેશે જ્યારે સાત રાશિના જાતકોએ સાવચેત રહીને કામ કરવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
30 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા દિવસથી અટવાયેલાં કામ પૂર્ણ કરવાનો આજે ઉત્તમ દિવસ છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેશો તો સ્થિતિ તમારા પક્ષમાં આવી જશે. સાથે જ બાળકોના કરિયર અને શિક્ષણને લગતી ચિંતાનું પણ નિવારણ થઇ જશે.
નેગેટિવઃ- ભાવુકતા અને ઉદારતામાં લીધેલાં નિર્ણય થોડાં નુકસાનદાયક રહી શકે છે. એટલે તમારી આ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરો. તમારી કોઇ યોજના ખોટી સાબિત થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થિતિ સારી રહેશે.
લવઃ- પારિવારિક સુખ-શાંતિ માટે દિવસ ઉત્તમ છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- જો કોઇ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. આ સમયે ભાગ્ય અને કર્મ બંને તમારા પક્ષમાં છે. અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.
નેગેટિવઃ- કોઇ બાળકના કારણે તણાવ ઊભો થઇ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન કરો, સફળતા અવશ્ય મળશે. સાસરિયા પક્ષ સાથે સંબંધોમાં કોઇ પ્રકારનો વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
લવઃ- બાળકોના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. એવું લાગશે કે કોઇ દૈવીય શક્તિનો આશીર્વાદ તમારી સાથે છે. વિદ્યાર્થીઓના શિક્ષણને લગતી કોઇ બાધા દૂર થવાથી તેમને રાહત અનુભવ થશે.
નેગેટિવઃ- થોડી પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે તમારા મનોબળ દ્વારા તેમને દૂર કરવામાં સક્ષમ પણ રહેશો. જમીનને લગતાં કાગળિયાને સાવધાનીપૂર્વક સંભાળીને રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
લવઃ- વ્યવસાય અને લગ્નજીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારી લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. તમારો સિદ્ધાંતવાદી દૃષ્ટિકોણ સમાજમાં તમને વિશેષ સ્થાન પ્રાપ્ત કરાવશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.
નેગેટિવઃ- ક્યારેક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. જેની અસર તમારા સંબંધો ઉપર પણ પડશે. કોઇપણ કામ શરૂ કરવામાં વધારે વિચાર કરવાથી સમય હાથમાંથી સરકી શકે છે.
વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં થોડા ઠોક નિર્ણય લેશો જે સફળતા અપાવશે.
લવઃ- પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણિત થવાના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- યુવા વર્ગ કોઇ દુવિધા દૂર થવાથી રાહતનો શ્વાસ લેશે. કોઇ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. આ સમય ઉન્નતિદાયક છે, પરિશ્રમ દ્વારા કરેલાં કાર્યોનું યોગ્ય પરિણામ આવશે. ઘર-પરિવાર સાથે સમય પસાર કરો.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇ તીખી વાતથી કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમારે અપમાનની સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમયે રોકાણ કરતી સમયે દરેક બાબત ઉપર યોગ્ય વિચાર કરી લો.
વ્યવસાયઃ- કોઇ કારોબારી વિસ્તારને લગતી યોજના હાથમાં આવી શકે છે.
લવઃ- તમારી વ્યસ્તતાના કારણે તમે તમારા પારિવારિક જીવન ઉપર ધ્યાન આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણને કારણે શારીરિક પરેશાનીઓ રહેશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો વધારે સમય પસાર થશે. તમારી બોલચાલ અને રહેણીકરણીની પ્રભાવશાળી રીત લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. જો કોઇ સરકારી કામ અટકેલું હશે તો આજે તેના ઉપર ફરી વિચાર કરો.
નેગેટિવઃ- બાળકની કોઇ ગતિવિધિને લઇને મન પરેશાન રહેશે. ગુસ્સાની જગ્યાએ ધૈર્યથી સમસ્યાનો ઉકેલ શોધો. ધનને લગતી લેવડ-દેવડમાં સાવધાની જાળવો, કેમ કે કોઇ પ્રકારના વિશ્વાસઘાસની સંભાવના છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવો. નવા ઓર્ડર મળવાની સંભાવના છે.
લવઃ- તમારા કામમાંથી થોડો બ્રેક લઇને પરિવાર સાથે અને જીવનસાથી સાથે સમય વિતાવો.
સ્વાસ્થ્યઃ- પગ અને ઘૂંટણના દુખાવાની ફરિયાદ રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને લગતાં કાર્યોની યોજના બનાવવાનો દિવસ છે. અન્ય પાસેથી સલાહ લેવાની અપેક્ષા પોતાના મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો.
નેગેટિવઃ- આજે કોર્ટ કેસને લગતાં કોઇપણ મામલા ટાળો. આવક સાથે-સાથે ખર્ચ પણ થશે. થોડાં લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે પરિવારમાં કોઇ ગેરસમજ ઊભી કરી શકે છે.
વ્યવસાયઃ- આજે દિવસ તરક્કીવાળો રહેશે. કોઇ સરકારી ટેન્ડર કે સરકારી સંસ્થાઓને લગતાં કરાર પ્રાપ્ત થશે.
લવઃ- પારિવારિક સભ્યોની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. સફળતા મેળવવા માટે કર્મ પ્રધાન તો થવું જ પડશે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્ય પણ બનવાની સંભાવના છે.
નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ જાતે જ કરો. ખોવાઇ જવાની કે ચોરી થઇ જવાના યોગ છે. ભાવનાઓમાં આવીને કોઇ નિર્ણય લેશો નહીં. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓ સાથે કોઇપણ વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો.
લવઃ- પતિ-પત્ની બંને જ પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- આજે સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સાની સ્થિતિ રહેશે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- તમારું તમારા કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ અપાવશે. જો ઘરમાં કોઇ સુધારને લગતી યોજના બની રહી છે તો તેમાં વાસ્તુના નિયમોનું પાલન કરો. સાથે જ વ્યક્તિગત કાર્યો માટે થોડો સમય કાઢો.
નેગેટિવઃ- અન્ય લોકોની વાતમાં આવીને વિવાદ કે ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે જેના કારણે થાણા વગેરેના ચક્કર લગાવવાની પણ સંભાવના છે. આ સમયે તમારા સ્વભાવમાં ખૂબ જ ઘૈર્ય અને સંયમ જાળવી રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે થતાં જશે.
લવઃ- તમારી કોઇપણ યોજનમાં જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાનમાં સંયમ રાખો.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે તમારા નજીકના લોકો સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વાતચીત થવાથી સારું પરિણામ સામે આવશે. ભવિષ્યને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ અટવાયેલું કામ પણ પૂર્ણ થવા માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે.
નેગેટિવઃ- અસ્વસ્થતાના કારણે તમારી કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે. પરંતુ તમારો આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કાર્યોમાં વિઘ્ન આવી જવાના કારણે ગુસ્સા અને તણાવ તમારી ઉપર હાવી થશે.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં દરેક કામ પાક્કા બિલ સાથે જ લેવડ-દેવડ કરો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં તમારા યોગદાન અને નિષ્ઠાના કારણે તમારા માન-સન્માન અને યશની વૃદ્ધિ થશે. તમારા વ્યક્તિગત કાર્ય યોગ્ય રીતે ચાલતાં રહેશે.
નેગેટિવઃ- અન્યના માલમે દખલ ન કરો, તેના કારણે તમે પણ મુશ્કેલીમાં પડી શકો છો. મનમાં થોડા નકારાત્મક વિચાર પણ ઉત્પન્ન થઇ શકે છે. થોડો સમય મેડિટેશનમાં પસાર કરવો યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં બધા કામ વ્યવસ્થિત રીતે થતાં જશે એટલે કોઇપણ પ્રકારની ચિંતા ન કરો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં તણાવની અસર ઘરના વાતાવરણ ઉપર પણ પડશે.
સ્વાસ્થ્યઃ- પરિવારમાં સભ્યો વચ્ચે થોડું અસ્વસ્થતાનું વાતાવરણ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- તમારો તમારી જીવનશૈલી તથા કાર્યક્ષમતા પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત કરાવશે. સામાજિક સંસ્થાઓમાં પણ તમારી વિશેષ ઓળખ બનશે. આ સમયે આર્થિક ગતિવિધિઓમાં વધારે નફો મળવાની આશા છે
નેગેટિવઃ- ધ્યાન રાખો તમારા કોઇ વહેમના કારણે તમારે કોઇ મિત્ર કે સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. આ સમયે તમારે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો. અન્યના મામલે હસ્તક્ષેપ ન કરો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ- તણાવ વધારે રહેવાથી પાચન તંત્ર તથા કાર્યક્ષમતા ઉપર અસર થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.