તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:આજે શુભ યોગથી તુલા સહિત 9 રાશિને ફાયદો, મીન જાતકોનું ઘર-સમાજમાં માન-સન્માન વધશે

2 મહિનો પહેલા
  • મકર રાશિને વધારાની આવક, મીન રાશિને વિશેષ ઉપલબ્ધિ મળવાના યોગ
  • વૃષભ, વૃશ્ચિક તથા કુંભ રાશિ માટે દિવસ સારો નહીં, સ્ટ્રેસ રહેશે તથા કામકાજમાં અડચણો આવી શકે છે

30 માર્ચ, મંગળવારના રોજ ધ્વજ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગનો ફાયદો 9 રાશિને મળશે. મેષ રાશિને પ્રોપર્ટી અંગેના બિઝનેસમાં ફાયદાકારક સોદો થઈ શકે છે. મિથુન રાશિને સ્ટ્રેસ દૂર થશે અને માનસિક શાંતિ મળશે. કર્ક રાશિ માટે લાભદાયી સમય છે. સારા સમાચાર મળી શકે છે. અધિકારીઓની મદદ સારી સાબિત થશે. સિંહ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવું કામ શરૂ કરવાની યોજના પણ બનશે.

કન્યા રાશિ માટે બિઝનેસની યોજનાઓ પર કામ કરવા માટે સારો સમય છે. તુલા રાશિ માટે સુખ તથા શાંતિદાયક દિવસ રહેશે. મહેનતનો ફાયદો મળશે. ધન રાશિના જાતકો ભવિષ્યની નવી યોજના બનાવશે અને ઓફિસમાં કામના વખાણ પણ થશે. મકર રાશિ માટે ગ્રહની સ્થિતિઓ ઘણી જ ફાયદાકારક સાબિત થશે. આ રાશિને વધારાની આવક મળે તેવા યોગ બની રહ્યાં છે. મીન રાશિને વિશેષ ઉપલબ્ધિ મળવાના યોગ છે. આ ઉપરાંત વૃષભ, વૃશ્ચિક તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

30 માર્ચ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સામાજિક સીમા વધશે. નવી જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ રહેશો. તમારી પ્રતિભા ઉભરીને સામે આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કોશિશ કરશે તો સારી સફળતા મળી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ પાસેથી ભેટ મેળવીને હાર્દિક સુખ મળશે.

નેગેટિવઃ- જોખમી કાર્યોથી દૂર રહો. ઈજા પહોંચવાની સ્થિતિ બની શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મજબૂત રાખવામાં તમારી વિશેષ કોશિશ રહેશે. જમીન-સંપત્તિના મામલે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં થોડા લાભદાયક સોદા હાથમાં આવી શકે છે.

લવઃ- પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકશો.

સ્વાસ્થ્યઃ- કોઇ અશુભ સમાચાર મળવાથી શારીરિક અને માનસિક રૂપથી નબળા અનુભવ કરશો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા વિચારો કાર્યને શરૂ કરશે. તમારા અનુભવોથી પ્રેરણા લઇને તમે એક સંદર ભવિષ્યની તરફ આગળ વધવાની કોશિશ કરશો. રચનાત્મક કાર્યમા રસ વધશે. સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવાની તક મળી શકશે.

નેગેટિવઃ- કોઇ મિત્રના વ્યવહારના કારણે મન નિરાશ રહેશે. અચાનક જ કોઇ ચિંતા સામે આવી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. વ્યક્તિગત લાભના કાર્યોમાં તમારા અહંકારને આડે આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવી યોજના બનશે, તેના ઉપર યોગ્ય રીતે અમલ પણ થશે.

લવઃ- જીવનસાથીનો પૂર્ણ સહયોગ અને ભાવનાત્મક સપોર્ટ પણ મળશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે તથા માનસિક શાંતિનો અનુભવ કરશો. આવક અને વ્યયમાં પણ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવાર સાથે શોપિંગમાં પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેશો, પછી પછતાવું પડી શકે છે. કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવાથી બચવું. કોઇ પાડોસી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. અન્યના માલમે વધારે ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાણાકીય મામલાઓને ગંભીરતાથી પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- ઘરેલૂ મામલાઓમાં વધારે દખલ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતા રોગ પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- લાભકારી સમય છે. ક્યાંકથી શુભ સમાચાર મળશે. વાહન કે જમીનની ખરીદદારી પણ શક્ય છે. સામાજિક મેલજોલ વધશે. બાળકોને પોતાના માતા-પિતાનો સહયોગ મળી શકશે. કોઇ ધાર્મિક સ્થાને પણ જવાની તક મળી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ પાડોસી સાથે ઝઘડાની સ્થિતિ બની શકે છે. કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત પરેશાનીનું કારણ બની શકે છે. અચાનક જ કોઇ મિત્ર સાથે સંબંધ ખરાબ થવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- દૈનિક કાર્યોને સરળતાથી અને સુગમતાથી પૂર્ણ કરવાની કોશિશ કરો. ઘરના રિનોવેશન અને સારી દેખરેખની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે. તમે તમારી પ્રતિભાના બળે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે અંજામ આપશો.

નેગેટિવઃ- બપોર પછી સમય થોડો વિપરીત થઇ શકે છે. કોઇ કામ ખરાબ થવાથી મન દુઃખી થઇ શકે છે. આ સમયે ભાવનાઓમાં ન વહીને પ્રેક્ટિકલ રીતે વ્યવહાર કરો. મહિલાઓ ઉપર ઘરની જવાબદારી વધી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે શારીરિક અને માનસિક મહેનતના કારણે થાક અને તણાવ હાવી રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારા માટે ઉન્નતિદાયક છે, તેનો યોગ્ય સહયોગ કરો. સામાજિક ગતિવિધિઓમાં તમારો રસ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના કરશે તથા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ધનને લગતા મામલે તમારે કોઇના ઉપર વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવી પડશે. રોકાણ, ફંડ વગેરે મામલાઓમાં સાવધાની જાળવવી.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પ્રેમ ભાવ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમય સુખદાયક તથા શાંતિદાયક છે. તમને તમારી વ્યસ્તતાના યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. જીવનમાં ખૂબ જ સહજ અને સરળ પ્રતીત થશે. અન્ય કરતા વધારે આગળ જવાની ઇચ્છા તમારા આત્મબળ તથા કાર્યક્ષમતાને વધારશે.

નેગેટિવઃ- બાળકોની કોઇ હરકતના કારણે મન નિરાશ રહી શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇ અપ્રિયજનના ઘરમાં આવવાથી મન નિરાશ રહેશે. અન્યના મામલે ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારી મહેનત રંગ લાવશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમય થોડો મિશ્રિત પ્રભાવ આપશે. તમારા મનગમતા કાર્યોને મહત્ત્વ આપો, તેનાથી તમને માનસિક સુકૂન મળશે. ઘરમાં સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં પણ તમારી મદદ મળશે. કોઇ પ્રિય સાથે બેસીને તમે તમારું દુઃખ વ્યક્ત કરશો.

નેગેટિવઃ- તમારા ઉપર કામનો ભાર વધારે રહેશે. તમે એકલા કામ કરતા-કરતા થાકી પણ જશો. અનુભવમાં ખામી હોવાના કારણે થોડા કામ અટકી શકે છે. થોડા નજીકના લોકો તમારી ભાવનાઓનો ખોટ ફાયદો ઉઠાવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે.

લવઃ- પારિવારિક સભ્યોમાં ભાવનાત્મક મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર શારીરિક અને માનસિક થાક વધારશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા બાળકોને દરેક ઉત્તમ વસ્તુ આપવા માટે કોશિશ કરતા રહો. બાળકોને શિષ્યતા અને સંસ્કાર આપવામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. ભવિષ્ય માટે નવી-નવી યોજનાઓ બનશે. તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે ઈગોના કારણે થોડું અંતર વધી શકે છે. અન્યની વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા પરિવાર સાથે સુખમય સમય પસાર કરો. કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત અને કોશિશ કરવાની જરૂર છે.

વ્યવસાયઃ- તમારા સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સહયોગાત્મક વ્યવહાર રાખો

લવઃ- પારિવારિક વાતાવરણ યોગ્ય અને તાલમેલ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે પોતાને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. કઠોર મહેનત દ્વારા કોઇપણ પરેશાનીમાં ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. ઘરમાં મહેમાનોની અવર-જવરથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ સમયે કોઇપણ યાત્રા કરવી કષ્ટકારી રહેશે. એટલે કોઇપણ યાત્રાને લગતી યોજના બનાવશો નહીં. મોજ-મસ્તી સાથે પોતાના કામ ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા કોઇપણ નિર્ણયને તરત લેવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને ધૈર્ય અને સંયમથી ઉકેલવામાં સક્ષમ રહેશો. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશો.

નેગેટિવઃ- આ સમયે તમને તમારી વાણી તથા વ્યવહારમાં થોડી ઉદારતા અને લચીલાપણું પણ લાવવાની જરૂરિયાત છે. કોઇ વડીલ વ્યક્તિ કે વૃદ્ધની નિરાશા સહન કરવી પડી શકે છે.

વ્યવસાયઃ- તમારા વ્યવહારમાં નવી-નવી સંભાવનાઓ અને અવસરોની પ્રાપ્તિ થઇ શકે છે.

લવઃ- તમારી કોઇપણ મુશ્કેલ સ્થિતિમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી કોઇ વિશેષ સફળતાના કારણે ઘર અને સંબંધોમાં માન-સન્માન વધશે. તમે કોઇપણ પારિવારિક સમસ્યાને એકબીજાની સલાહ અને સમજણ દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- તમારી આર્થિક સ્થિતિ સારી જાળવી રાખવા માટે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. બાળકોના વ્યવહાર તથા સંગતીનું પણ ધ્યાન રાખો. ક્યારેક-ક્યારેક તમને મનમાં થોડી નિરાશા અને બેચેની અનુભવ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરીને તથા નવી તકનીક અપનાવીને તમે તમારા કાર્યોને વધારે સારા જાળવી રાખવાની કોશિશ કરશો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને કસરત જેવી દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો