તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 જુલાઈનું રાશિફળ:ગુરુવારે ગ્રહોનું ગોચર મેષ જાતકો માટે લાભદાયક સિદ્ધ થશે, વૃષભ રાશિના લોકોને શુભ સમાચાર મળશે

6 મહિનો પહેલા

30 જુલાઈ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે સર્વોત્તમ છે. આજના ગ્રહ ગોચર તમને થોડી ઉપલબ્ધિઓ આપશે. જે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.

નેગેટિવઃ- તમે ક્યારેક આળસના કારણે કામને ટાળી શકો છે, જેથી તમારું જ નુકસાન થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગને પણ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ વર્તમાન પરિસ્થિતિના કારણે ધીમી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યો સાથે તેમની જરૂરિયાતની વસ્તુઓનું શોપિંગ કરવામાં દિવસ પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં અને છાતીમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સંતાન દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં આનંદદાયી વાતાવરણ રહેશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- આત્મવિશ્વાસમાં ખોટ અને આળસના કારણે બનતાં કાર્યોમાં વિઘ્નો પેદા થઇ શકે છે. તમારી આ નકારાત્મક ખામીઓને દૂર કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- તમારા સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ સારા જાળવી રાખો.

લવઃ- કામ સાથે પરિવારના સભ્યોનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય પ્રાપ્ત થશે. તમારી ગુપ્ત પ્રતિભાઓને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો. આ સમયે તમારે અન્ય લોકો ઉપર વધારે નિર્ભર રહેવું નહીં.

નેગેટિવઃ- તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખો. અનેકવાર તમે સમજી-વિચારીને કરેલાં કામના કારણે પણ હાથમાંથી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ સરકી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે જે બદલાવ કરવામાં આવ્યાં છે તેના ભવિષ્યમાં સારા પરિણામ મળશે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમારી પોઝિટિવિટી અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતેબધા કાર્ય સંપન્ન થઇ જશે. આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે રૂપિયા સંબંધિત લેવડ-દેવડને લઇને કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રણાં કોઇ મહત્ત્વપૂર્ણ નર્ણય લેતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી.

લવઃ- પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકશો. તમારા ઉદેશ્ય ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- વધારે ભાવુકતા પણ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. રૂપિયાના મામલે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ- મીડિયા સાથે સંબંધિત વ્યવસાયમાં કોઇ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા ઘાવ થવાની સંભાવના છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બને છે. તમારા વિચારોને પોઝિટિવ રાખવા જરૂરી છે. ઘરમાં કોઇ નિર્માણ સંબંધિત કાર્ય ચાલી રહ્યું હોય તો તેમાં વિઘ્ન આવે તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળ પર કોઇ પ્રકારની ડીલ કરતી સમયે ધૈર્ય જાળવી રાખો.

લવઃ- બાળકોના કરિયર સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના વાતાવરણને પોઝિટિવ જાળવી રાખો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે જરૂરિયાતમંદ અથવા નબળા લોકોની મદદ કરવાના ઇચ્છુક છો. અન્યની ભાવનાઓનું સન્માન કરવું તમારા સારા ગુણોનું પ્રતીક છે. આ સમયે તમે નવા ઉત્સાહ સાથે જીવનમાં આગળ વધી રહ્યા છો.

નેગેટિવઃ- ઘરેલુ મુદ્દા હાલ તમારો મોટાભાગનો સમય અને ઊર્જા લઇ શકે છે, જેનાથી તમારી યોજનાઓ પ્રભાવિત થશે.

લવઃ- તમે તમારા પરિવારથી સુરક્ષા અને પ્રેમની શોધ કરી રહ્યા છો.

વ્યવસાયઃ- હવે તમે તમારા લક્ષ્યનો વિસ્તાર કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- હાલ તમે તમારા મિત્રો, પરિવાર, સહકર્મીઓ સાથે વિચાર વ્યક્ત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છો. તમારું અંતર્જ્ઞાન તમને પ્રોફેશનલ અને વ્યક્તિગત બંને મામલે યોગ્ય સંભાળવા માટે પ્રેરિત કરશે.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે નમ્ર રહો. રિસ્ક લેવું અને કઇંક નવા અથવા આકર્ષક અવસરનો ફાયદો ઉઠાવવો.

લવઃ- આ સમયે તમે કોઇ સંબંધ અથવા કનેક્શનના અચાનક તૂટવાનો સામનો કરી શકો છો.

વ્યવસાયઃ- તમે તમારી જીતનો આનંદ ઉઠાવી શકો છો.

સ્વાસ્થ્યઃ- માનસિક પરેશાની હોય તો ધ્યાન અને યોગની મદદ લેવી.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયગાળો તમને આગળ વધારવામાં મદદગાર બનશે. જ્યાં તમે સુરક્ષાની સાથે સુખનો આનંદ પણ ઉઠાવી શકો છો.

નેગેટિવઃ- ઘરમાં સુખ તમારી પ્રાથમિકતા રહેશે. તમારા માતા-પિતા, વડીલો અથવા બાળકો સાથે સમય વિતાવો.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીતમાં સમય પસાર કરો.

વ્યવસાયઃ- તમારી માનસિક શક્તિઓ અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓમાં વધારે સમય વિતશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી ઉદારતા તમને એક સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરશે. તમે ખૂબ જ ઉત્સાહી છો અને આ કારણે મુશ્કેલ કામને પણ સરળતાથી સંભાળી લેશો.

નેગેટિવઃ- આવનાર બદલાવ અને નવા વિચારો માટે તૈયાર રહો. કોઇ સમારકામ અને નિર્માણ માટે કરેલાં અનુબંધ અથવા કાનૂની સમજોતા તમારા સમય અને ધ્યાન ઉપર હાવી થઇ શકે છે.

લવઃ- આ સમયે તમે ભાવનાત્મક રૂપથી નબળા રહેશો.

વ્યવસાયઃ- બની શકે તો દરરોજના કાર્યોથી રજા લઇ લો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથેનું બંધન મૃત્યુ બાદ પણ તોડી શકાય નહીં. તમે આ બાબતનો જ આનંદ લઇ રહ્યા છો. આ સમયે અચાનક કોઇ અનર્જિત આવક પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પરિવારના એક સભ્ય, લગભગ એક માતા સમાન સ્ત્રીની મદદ કરવા વિશે વિચારવું તમારા માટે મોંઘુ પડશે.

લવઃ- તમારા સાથી માટે પ્રેરણા સ્ત્રોત બનો.

વ્યવસાયઃ- જીવનમાં કઇંક મેળવવું હોય તો તમારી રીત બદલો, લક્ષ્ય નહીં.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમે શારીરિક અને માનસિક રીતે તૈયાર રહો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જો તમને અન્ય લોકોની મદદથી આનંદ મળે છે તો તમને તમારા સારા કર્મોના કારણે આધ્યાત્મિક આનંદ મળશે. તમારું કામ તમને આંતરિક શાંતિ પણ પ્રદાન કરશે.

નેગેટિવઃ- જોખમ લેવાથી બચવું. આ સમયે તમારી ટીમમાં વધારે લોકોની જરૂરિયાત રહેશે.

લવઃ- રોમેન્ટિક ક્ષણમાં મજબૂતી અને ઉત્તેજનાનો અનુભવ કરો.

વ્યવસાયઃ- ધન સાથે જોડાયેલાં મામલાઓને રોમાન્સનથી દૂર રાખો.

સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser