શનિવારનું રાશિફળ:શનિવારે સૌભાગ્ય અને પદ્મ નામના બે શુભ યોગ, મેષ, વૃષભ સહિત 9 રાશિને પ્રગતિનાં દ્વાર ખૂલશે, કારકિર્દી આગળ ધપશે

2 વર્ષ પહેલા

30 જાન્યુઆરી, શનિવારના રોજ ગ્રહ-નક્ષત્ર 2 શુભ યોગ બનાવી રહ્યા છે. તેનાથી સૌભાગ્ય અને પદ્મ નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. આ શુભ યોગોથી 9 રાશિઓનો દિવસ શુભ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન અનુસાર આજે મેષ રાશિના જાતકોનાં કામથી ઑફિસના અધિકારીઓ ખુશ રહેશે. વૃષભ રાશિના જાતકોના ઇન્કમ સોર્સમાં વધારો થશે. મિથુન રાશિના જાતકો પોતાનાં કામ સમયસર પૂરાં કરી શકશે.

કર્ક રાશિના ધારકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરીમાં કોઈ મહત્ત્વપૂર્ણ કામ કે પદ મળશે. કન્યા રાશિવાળા નોકરિયાત લોકોથી તેમના અધિકારીઓ પ્રસન્ન રહેશે. તુલા રાશિના લોકો પણ પોતાનાં કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરાં કરી શકશે. વૃશ્ચિક રાશિવાળા લોકોની કારકિર્દી વિષયક સમસ્યાઓ દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે. ધન રાશિના લોકો અડચણો આવવા છતાં સફળ થશે. એ જ રીતે કુંભ રાશિના જાતકો માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ છે. પદોન્નતિ સંબંધી અટવાયેલાં કામ પણ આગળ ધપશે. આ ઉપરાંત સિંહ, મકર અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

30 જાન્યુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ વિશેષ કાર્યની મહેનતનું પૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. સારા પરિણામ માટે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાનો વિચાર કરશો.

નેગેટિવઃ- આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઇની સાથે ચર્ચા ન કરો. પાડોશીઓ સાથે કોઇ વાતને લઇને વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો તમે ભવિષ્યને લગતી કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેના દરેક સ્તર અંગે વિચાર કરો. ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ એકાગ્ર રહેશે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની યાત્રાની યોજના ન બનાવો. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે કોઇપણ પ્રકારનો ખતરો ન ઉઠાવશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ સમસ્યા તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ સમારોહમાં નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. એકબીજાને મળવાથી સુખ પ્રાપ્ત થશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. જે કાર્ય છેલ્લા થોડા સમયથી શરૂ કરવાનું વિચારી રહ્યા છો તેના માટે આજે સમય સારો છે.

નેગેટિવઃ- આજે બપોર પછી તણાવ રહી શકે છે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં. તેઓ તમારા વિરોધીઓ બની શકે છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના કારણે સ્વાસ્થ્યને લગતી થોડી સમસ્યાઓ આવશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા દૈનિક કાર્ય શાંતિ અને યોગ્ય રીતે પૂર્ણ કરશો. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવવાની પણ સંભાવના છે.

નેગેટિવઃ- કોઇપણ યાત્રા કષ્ટકારી રહી શકે છે. દઢ ઇચ્છા શક્તિમાં થોડો ઘટાડો આવી શકે છે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો. પરિસ્થિતિઓથી ભાગવાની જગ્યાએ તેનો સામનો કરતાં શીખો.

વ્યવસાયઃ- વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માથાનો દુખાવો રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. વડીલોના આશીર્વાદ અને કૃપા બની રહેશે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે. બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને કોઇ ચિંતા દૂર થશે.

નેગેટિવઃ- ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. નહીંતર કોઇ તમારો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ મુશ્કેલીમાં પડવા કરતાં સારું છે કે ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરો.

વ્યવસાયઃ- મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજમાં મહેનત અને પરિશ્રમના કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી યોજનાઓને સાર્થક રૂપ આપવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. ભવિષ્યને લઇને મનમાં પરેશાની રહેશે. ભવિષ્યની ચિંતા તમારા વર્તમાનને ખરાબ પણ કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારો યશ અને પ્રતિષ્ઠા વધશે. આર્થિક ગ્રાફ પણ મજબૂત થશે. તમે તમારા કર્તવ્યોનું પાલન જવાબદારી પૂર્ણ કરશો. જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- આ સમયે થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા માટે ષડયંત્ર રચી શકે છે. એટલે કોઇના બહેકાવામાં આવશો નહીં. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- મોટા અધિકારીઓ અને પ્રભાવશાળી લોકો સાથે તમારા સંપર્કોની સીમા વધશે.

લવઃ- પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- અચાનક જ સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે મહેનત અને કોશિશ કરતાં રહેશો અને સફળ પણ થશો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. યુવાઓને પણ કરિયરને લગતાં વિઘ્નો દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે.

નેગેટિવઃ- પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કોઇપણ કાગળિયા ઉપર સહી કરતાં પહેલાં યોગ્ય રીતે તેને ચકાશો. રૂપિયા તો આવશે, પરંતુ ખર્ચની સ્થિતિ પણ બની રહેશે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી યોજનાઓ અને પ્લાનિંગને અંજામ આપવાનો યોગ્ય સમય ચાલી રહ્યો છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો. તમે તમારા રસનાં કાર્યોમાં પણ સારો સમય પસાર કરશો. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધાર આવવાથી રાહત મળશે.

નેગેટિવઃ- થોડું સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરશે. અકારણ જ ચિંતા અને પરેશાનીઓ ઊભી થઇ શકે છે. નવું રોકાણ હાલ ટાળી દો. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારી જ ભૂલ રહેશે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક ધાર્મિક યાત્રાનો પ્રોગ્રામ બનશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. મહેનત અને પરિશ્રમથી તમે વિપરિત પરિસ્થિતિઓને પણ પોતાના પક્ષમાં કરી લેશો. ફાયનાન્સ તથા ફેમિલીના ભવિષ્યને લગતા કાર્યો બનવાથી તમારી અંદર ઊર્જા અને જોશ બની રહેશે.

નેગેટિવઃ- કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે, પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. અયોગ્ય કે બે નંબરનાં કાર્યોથી દૂર રહો. વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિઘ્ન આવવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી સાથે પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે નસમાં દુખાવો શક્ય છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇપણ વારસાને લગતો વિવાદ એકબીજાની સહેમતી અને સમજદારીથી ઉકેલી શકાશે. પારિવારિક જરૂરિયાતો તથા ઘરના વિસ્તારને લગતાં કાર્યોની પણ યોજના બનશે અને તે શરૂ પણ થશે. તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો.

નેગેટિવઃ- સંબંધીઓ અને મિત્રોમાં ગેરસમજ પેદા થઇ શકે છે. તમારા વિચારોમાં લચીલાપણું જાળવી રાખો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નાની-નાની વાત ઉપર ગુસ્સો અને આવેશની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો.

લવઃ- પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અનેક કાર્યોનો ભાર હોવા છતાં તમે તમારા પરિવાર માટે સમય કાઢી શકશો. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ દરમિયાન વડીલો સાથે સંપર્કમાં પણ વધારો થશે. ઘર માટે કોઇ નવી વસ્તુની પણ ખરીદદારી થઇ શકે છે.

નેગેટિવઃ- ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. તમારા કોઇ રૂપિયા ફસાઇ શકે છે.

વ્યવસાયઃ- ધ્યાન રાખો કે કોઇ વ્યવસાયિક નાની પણ બેદરકારી તમારા કરિયરને ખરાબ કરી શકે છે.

લવઃ- પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.