3 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.
મેષઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટીના સેલ ખરીદવા અંગે કોઇ યોજના બની રહી છે તો તરત તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આજે તમને નિશ્ચિત સફળતા મળશે.
નેગેટિવઃ- ઘરમાં કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવાની જરૂરિયાત છે. મામા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીના કારણે તણાવ રહેશે.
લવઃ- તમે પરિસ્થિતિઓને સંભાળી રાખવામાં સક્ષમ રહેશો.
સ્વાસ્થ્યઃ- ગળા અને છાતિમાં કફ સંબંધિત ઇન્ફેક્શન થઇ શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં કામ વધારે હોવાના કારણે મહેનત વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવા અને મનોરંજન કાર્યમાં સમય વ્યતીત થશે.
નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડ સંબંધિત કોઇ ભૂલ થવાના કારણે નુકસાન થઇ શકે છે. સુખ-શાંતિ માટે અધ્યાત્મ સંબંધિત ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો.
વ્યવસાયઃ- વીમા એજન્ટો તેમનો ટાર્ગેટ પૂર્ણ કરી લેશે.
લવઃ- પતિ-પત્ની પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- થાઇરોઇડ સંબંધિત સમસ્યા વધવાની આશંકા છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- બાળકની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આસ-પાાડોસની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે થઇ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમારી પરિસ્થિતિઓ લાભદાયક રહેશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર જળવાયેલાં રહેશે.
સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારો મોટાભાગનો સમય તમારા વ્યક્તિત્વને વધારે સારું બનાવવામાં પસાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રમાણે કોઇ નોકરી મળવાથી પ્રસન્નતા રહેશે.
નેગેટિવઃ- આજે ધન સંબંધિત કોઇ નુકસાન થવાના કારણે તણાવ રહેશે. જેના કારણે સ્વભાવ ખરાબ થઇ શકે છે. કોઇપણ પ્રકારની યાત્રાને આજે સ્થગિત જ રાખો.
વ્યવસાયઃ- આજે કોઇપણ નવું કામ શરૂ ન કરો તો સારું રહેશે.
લવઃ- આર્થિક સમસ્યાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ વધશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઇ શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- તમારી રાશિના સ્વામી સૂર્યનું રાશિમાં વિરાજમાન થવું તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને વધારી શકે છે. મૂલ્યવાન વસ્તુઓની ખરીદારીમાં તમારો સમય પસાર થશે.
નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક ઈગોના કારણે તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. આ સમયે સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો.
વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓને વિદેશ સંબંધિત કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.
સ્વાસ્થ્યઃ- ઍસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- સન્માનિત વ્યક્તિઓ સાથે સમય પસાર થશે. જેના કારણે તમારી પ્રતિષ્ઠા પણ વધશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે પૂર્ણ એકાગ્રચિત્ત રહેશે.
નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. આર્થિક ગતિવિધિઓ પણ થોડી ધીમી રહેશે.
વ્યવસાયઃ- આજે કાર્ય ક્ષેત્રમાં વધારે પ્રતિ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- લગ્નજીવન સારું ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે સમય કળાત્મક તથા ભાવના પ્રધાન સાહિત્યની જાણકારી પ્રાપ્ત કરવામાં પસાર થશે. કોઇ પારિવારિક સભ્યના લગ્ન સાથે સંબંધિત યોજનાઓ પણ બનશે.
નેગેટિવઃ- આજે થોડાં કામો બનતાં-બનતાં અટકી શકે છે. જેના કારણે તમારી એકાગ્રતામાં ઘટાડો થઇ શેક છે. આ સમયે તમે તમારી ભાવનાઓને કાબૂમાં રાખો.
વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓને તેમના ડિપાર્ટમેન્ટમાં કોઇ પ્રકારની મહત્ત્વપૂર્ણ અથોરિટી પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- દાંપત્ય જીવન ઠીક રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારી અંદર વધારે ઊર્જાનો સમાવેશ છે. જેના કારણે તમે કોઇપણ પરિસ્થિતિમાં તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. યુવા વર્ગને પોતાની પહેલી આવક મળવાથી પ્રસન્નતા રહેશે.
નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ કરશો નહીં. તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર ઉપર પડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડાં ઉતાર-ચઢાવ સંભવ છે.
લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાનનું ધ્યાન રાખો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- અધ્યાત્મ અને ગૂઢ વિદ્યા પ્રત્યે તમારો રસ વધશે અને તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. કોઇ લાભદાયક નજીકની યાત્રા પણ થવાના યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવાર અને સંબંધીઓ સાથે અંતર ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર કરો.
લવઃ- જીવનસાથીનો સહયોગાત્મકપૂર્ણ વ્યવહાર તમને તણાવમુક્ત કરશે.
સ્વાસ્થ્યઃ- કોઇ જૂની સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીથી રાહત મળશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવામાં તમે વધારે પ્રયાસરત રહેશો. તમારે તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો પડશે અને નવી ઉપલબ્ધિઓ પણ પ્રદાન થશે.
નેગેટિવઃ- તમારો વધારે અનુશાસિત વ્યવહાર પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. ભાઇ-બહેન સાથે સંબંધ મધુર જાળવી રાખો.
વ્યવસાયઃ- જો પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો આ આર્થિક દૃષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે લગ્નજીવનમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- હાઇજીનિક રહેવું જરૂરી છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. નવા-નવા આઇડિયા દિમાગમાં આવશે. તેના ઉપર અમલ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે.
નેગેટિવઃ- જમીન સંબંધિત કોઇપણ કાગળ ઉપર કાર્યવાહી કરતી સમયે ધ્યાન રાખો. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્થિતિઓ અનુકૂળ થઇ શકે છે.
લવઃ- જીવનસાથી પાસેથી વધારે આશા રાખવી સંબંધમાં અંતર વધારી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે પગમાં સોજા આવી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- તમારે સંપૂર્ણ રીતે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત કરવું પડશે. આ સમયે તમે તમારી અંદર શુભ ઊર્જા અનુભવ કરશો. મનોરંજન અને આમોદ-પ્રમોદમાં સમય પસાર કરવાથી તણાવ મુક્ત રહેશો.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસથી હટીને મોજ-મસ્તીમાં લાગશે. ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને જિદ્દી સ્વભાવ ઘરના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વિદેશ સંબંધિત વેપાર ગતિ પકડશે.
લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- ઊંઘ ન આવવાની સ્થિતિ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.