રવિવારનું રાશિફળ:શુભાશુભ યોગને કારણે 9 રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે, માત્ર 2 જ રાશિઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના પ્રબળ યોગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહ રાશિના જાતકોની આવકમાં વધારો થશે
  • ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ

3 ઓક્ટોબર, રવિવારના રોજ સાધ્ય નામનો શુભ અને મદગર નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે નવ રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે રવિવારે મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડશે. અમુક બાબતોમાં ગ્રહો સાથ આપશે, પરંતુ અમુક કામો અધૂરાં જ રહી જશે. એ જ રીતે વૃશ્ચિક રાશિના ધારકોએ પૈસાની લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું. વિશ્વાસઘાત થવાની આશંકા છે. આ ઉપરાંત સિંહ અને ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના પ્રબળ યોગ સર્જાઈ રહ્યા છે.

3 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે નવી આશા સાથે દિવસની શરૂઆત થશે. કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં તમે સક્ષમ રહેશો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બની શકે છે. તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલે વધારે દખલ કરવાથી બચવું. આ સમયે કોઈ પ્રકારના વિવાદ અને લડાઈ ઝઘડા થવાના અણસાર બની રહ્યાં છે. મામલાઓને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી જે યોજના બનાવી છે, તેને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. આ સમયે કાર્યક્ષેત્રમાં લીધેલો કોઈપણ નિર્ણય યોગ્ય સાબિત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ વાહન દ્વારા ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઈ નજીકના સંબંધીની મદદ કરવી તથા તેની સમસ્યાઓનું સમાધાન કરવામાં મોટાભાગનો સમય પસાર થશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ નફો થશે. કોઈ સમારોહમાં પણ જવાની તક મળી શકે છે.

નેગેટિવઃ- તમારા કાર્યોને પ્રાથમિકતા આપો. કેમ કે વ્યસ્ત રહેવાના કારણે તમારા પોતાના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં અંગે પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા અટવાયેલાં કામ કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિની મદદથી પૂર્ણ થઈ જશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને ભાગદોડના કારણે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે પોતાને વધારે ઊર્જાવાન અનુભવ કરશો. કોઈપણ પરિસ્થિતિમાં તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં રહેશો. યુવાઓને તેમની પહેલી આવક મળવાથી તેઓ સુખ રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો. તેનાથી તમારા જ માન-સન્માનમાં ઘટાડો આવી શકે છે. હાલ વારસાગત સંપત્તિને લગતો મામલો સામે આવી શકે છે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે.

લવઃ- જીવનસાથીની સલાહ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી તમને રાહત મળી શકે છે. વીમા, રોકાણ વગેરે જેવી આર્થિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. સંપત્તિનો વિવાદ ઉકેલવામાં ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો.

નેગેટિવઃ- હાલ આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કાર્યો ઉપર પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવામાં સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પણ અતિ ઉત્તમ જોવા મળી શકે છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તથા દસ્તાવેજ સાચવીને રાખો. ખોવાઈ જશે તો તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. જેની નકારાત્મક અસર તમારા સ્વાભિમાન ઉપર પણ પડશે. બાળકો સાથે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- દૈનિક આવકમાં વધારો થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ રાખી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ભાગ્યોદયકારક રહેશે. એટલે તેમની વાતોને ઇગ્નોર ન કરો. મહિલાઓ માટે દિવસ ઉત્તમ ફળદાયક છે. દરેક પરિસ્થિતિમાં તેમનો સામનો કરવાની હિંમત અને સાહસ રાખો.

નેગેટિવઃ- ક્યારેક થોડા સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચાર આવી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. સંબંધને ખરાબ થવાથી બચાવો. સાથે જ તમારી ક્ષમતાથી વધારે કામ કરવાની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી સ્પર્ધામાં તમારે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર એકબીજા સાથેના સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે પગમાં દુખાવો અને સોજાની તકલીફ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. એકબીજા સાથે સંબંધ ઠીક થઈ જશે. કોઈ પ્રિય મિત્રની સલાહથી આશા જાગશે. જો સંપત્તિના ભાગલાને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો કોઈની દખલ દ્વારા તેનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખવાની કોશિશ કરો. સમજ્યા વિના કોઈ કામ ન કરો. યુવાઓ પ્રેમ પ્રસંગમાં પડીને પોતાના અભ્યાસમાં કે કરિયર સાથે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરે.

વ્યવસાયઃ- મંદી અને શેરબજારમાં ભૂલથી પણ રૂપિયાનું રોકાણ ન કરો.

લવઃ- તમારી પરેશાનીઓને પરિવારનાલોકો સમજી શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે વાહનનો ઉપયોગ ન કરો તો વધારે સારું રહેશે

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સામાજિક સીમા વધારે વિસ્તૃત થઈ શકે છે. પરિવારની ગતિવિધિઓમા પણ આજે તમે થોડા વ્યસ્ત રહી શકો છો. ઘરના સભ્યોની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખવું તેમને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તમને આત્મિક સુખ આપશે.

નેગેટિવઃ- રોકાણને લગતા કોઈપણ કાર્યને કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. કેમ કે આ સમયે આર્થિક દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી. જો લોન લેવાનો પ્લાન બની રહ્યો છે તો પહેલાં તેની લિમિટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા કર્મચારીઓની સલાહ ઉપર પણ ધ્યાન આપવું.

લવઃ- કાર્યની સાથે-સાથે પારિવારિક સંબંધોને પણ મજબૂત જાળવી રાખવામાં તમારી પ્રાથમિકતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરની બહાર પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા આત્મવિશ્વાસની સામે તમારા સ્પર્ધીઓ પરાજિત થશે. બાળકોને પ્રતિયોગિતાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- આળસ અને સુસ્તી હાવી થવાના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોને ઇગ્નોર ન કરો. કેમ કે તેના કારણે તમારું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કોઈ મોટી કંપની સાથે વ્યવસાયિક રીતે જોડાવાની નીતિ સફળ રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે ધ્યાન રાખવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ઘણો સંતોષજનક છે. જે લોકો તમારા વિરૂદ્ધ હતા આજે તે તમારા પક્ષમાં આવશે. સંબંધોમાં પણ અનેક રીતે સુધાર આવી શકે છે. આ સમયે દરેક કાર્ય શાંતિથી સંપન્ન થતા જશે.

નેગેટિવઃ- જો કોઈ વ્યક્તિને કોઈ વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરો. સમાજમાં તમારી છાપ ખરાબ થઈ શકે છે. થોડા લાભદાયક અવસર પણ હાથમાંથી સરકી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.

વ્યવસાયઃ- વર્તમાન સમયના કારણે તમારા કામ કરવાની રીતમાં થોડા ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડો સમય વડીલો વચ્ચે પણ પસાર કરો. તેમના અનુભવોને આત્મસાત કરવા તમને જીવનના થોડા મહત્ત્વપૂર્ણ સ્તરથી અવગત કરાવશે. આ સમયે બાળકો તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- હળવી પરેશાનીઓ સિવાય તમે તમારા અધૂરા કામ પૂર્ણ કરી શકો છો. માત્ર તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પારિવારિક વ્યક્તિઓનો યોગ્ય સહયોગ તમને ચિંતા મુક્ત કરી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઈ એલર્જીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પ્રોપર્ટીને લગતું કોઈપણ કાર્ય કરવા માટે દિવસ ઉત્તમ છે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતો યોગ પણ બની રહ્યો છે. યાત્રા કરતી સમયે સુરક્ષાનું પણ ધ્યાન રાખવું. કોઈ બાળકોની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઈ અન્ય વ્યક્તિના કારણે તમારા ઘરની શાંતિ ભંગ થઈ શકે છે. એટલે ઘરના સભ્ય એકબીજા સાથે મળીને ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. પાડોસીઓ સાથે કોઈ મતભેદથી બચવા માટે ઔપચારિક વ્યવહાર જ રાખવો યોગ્ય છે.

વ્યવસાયઃ- આ સમયે મહિલાઓની વસ્તુઓને લગતો વ્યવસાય ફાયદો આપી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે સર્વાઈકલ અને શરીરમાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.