તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારનું રાશિફળ:સોમવારે કર્ક જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે, આ રાશિના લોકોએ અન્ય લોકોની વાતોમાં આવવું નહીં

4 દિવસ પહેલા
  • શનિ-ચંદ્રના અશુભ યોગને કારણે કન્યા, વૃશ્ચિક તથા કુંભ રાશિએ સંભાળવું
  • વૃષભ, સિંહ તથા મીન રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે

3 મે, સોમવારના રોજ શનિ તથા ચંદ્રનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ વિષયોગને કારણે અનેક જાતકો મુશ્કેલીમાં મૂકાશે. કન્યા, વૃશ્ચિક, કુંભ રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું. આ ત્રણ રાશિના જાતકોને કામમાં અડચણ આવી શકે છે. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, તુલા, ધન તથા મકર રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. વૃષભ, સિંહ તથા મીન રાશિ પર અશુભ અસર થશે નહીં. આ ત્રણ રાશિના તમામ કામકાજો પૂરા થશે અને ફાયદાકારક દિવસ રહેશે.

3 મે, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય સામાન્ય પસાર થશે. પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ તમે તમારું મનોબળ જાળવી રાખશો. તમારા કાર્યને યોગ્ય રીતે અંજામ આપી શકશો. કોઇ નજીકના મિત્રની સલાહ અને સહયોગ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

નેગેટિવઃ- આ સમયે સવાસ્થ્યને લગતી ગતિવિધિઓ ઉપર ખર્ચ વધારે રહેશે. કોઇના પ્રત્યે પણ તમારા મનમાં નકારાત્મક વિચાર આવવા દેશો નહીં. કોઇ અયોગ્ય કે ગેરકાયદેસર કામમાં રસ લેવું અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વધારે ગંભીરતાથી સમજી વિચારીને મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથેનો તાલમેલ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમય ભાવનાઓની જગ્યાએ વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફારનો તમારા ઉપર અને પરિવાર ઉપર પોઝિટિવ પ્રભાવ પડી શકે છે.

નેગેટિવઃ- ખોટા વિવાદ કે વાતો કરવામાં તમારી ઊર્જા વ્યર્થ ન કરો. વડીલો તથા સન્માનિત વ્યક્તિના સાનિધ્યમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને પોઝિટિવ ઊર્જા મળશે. શાંતિથી પરિસ્થિતિઓનો સામનો કરો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં થોડી પોઝિટિવ ગતિવિધિઓ શરૂ થઇ શકે છે.

લવઃ- ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમય આત્મમંથન તથા આત્મ વિશ્લેષણ કરવાનો છે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. પરિવાર સાથે કોઇ ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી શાંતિ અનુભવ થશે. વિદ્યાર્થી વર્ગ પણ તમારા અભ્યાસ પ્રત્યે યોગ્ય ધ્યાન આપશે.

નેગેટિવઃ- આ સમયે તમારા મનને મજબૂત રાખો. બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. સમસ્યાઓથી ગભરાવવાની જગ્યાએ તેમનું સમાધાન શોધવાની કોશિશ કરો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને જાતે જ સંભાળો.

વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ- આ સમયે લગ્નજીવન તથા પ્રેમ સંબંધ બંનેમાં ગેરસમજ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના કારણણે પગમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી રહ્યું છે. અન્ય લોકોની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. તમે તમારી મહેનત અને યોગ્યતા દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ- બધી જવાબદારીઓ પોતાની ઉપર લેવાની જગ્યાએ તેને વેચતા શીખો. અન્યની સમસ્યાઓમાં ગુંચવાઈને તમે વ્યક્તિગત કામ પ્રભાવિત કરી શકો છો. આ સમયે બાળકોનું પણ યોગ્ય માર્ગદર્શન કરવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થશે. તમારી ક્ષમતાને કરિયર, અધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓમાં લગાવો. રોજિંદાના કાર્યોમાંથી પણ રાહત મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ સમયે અકારણ જ નાની-મોટી વાતોના કારણણે ઘરનું વાતાવરણ ખરાબ થઇ શકે છે. બાળકો સાથે વધારે ટોકાટોકી કરવાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટિક લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમને સાવધાન કરી રહી છે કે નાણાકીય યોજના સંબંધી કાર્યો ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી રાહત મેળવવા માટે થોડો સમય પ્રકૃતિની નજીક પણ પસાર કરો.

નેગેટિવઃ- અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવો અને તેમની વાતોમાં આવવું તમારા માટે નુકસાનદાયી સાબિત થશે. યુવા વર્ગ ખોટી ચિંતા છોડીને પોતાના કરિયરને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપે. આ સમયે કોઇ પાડોસી સાથે વિવાદ પણ થઇ શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે વેપારમાં કોઇ નવું કામ કે યોજના સફળ રહેશે નહીં.

લવઃ- ઘર-પરિવારમાં યોગ્ય વ્યવસ્થા તથા તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉઘરસ, તાવ અને શરદી જેવી પરેશાની રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલાઓને લગતી પરિસ્થિતિઓ થોડી સામાન્ય રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ રસ વધશે. ભાઇઓ કે નજીકના સંબંધીઓ સાથે થોડી લાભકારી યોજના અંગે ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- તણાવના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન પરેશાન રહી શકે છે. ધૈર્ય જાળવી રાખો તથા પોતાની ઉપર નકારાત્મકતા હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે સુધારની શક્યતાઓ નથી.

લવઃ- વ્યસ્તતા સિવાય તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપી શકો છો.

સ્વાસ્થ્યઃ- દુખાવા અને થાકના કારણે થોડું અસહજ અનુભવ કરશો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો. તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો. ઘરમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવાની કોશિશ કરો. પરિવારની સુરક્ષાને લગતા જે નિયમ તમે બનાવ્યાં છે તે પણ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- આવકની જગ્યાએ ખર્ચ વધારે રહેશે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઘરના કોઇ વડીલ સભ્યને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહીં.

લવઃ- જીવનસાથીનું તમારા પ્રત્યે ભાવનાત્મક સહયોગ તમારી કાર્ય ક્ષમતાને નવી દિશા પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ફાયનાન્સને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સરળતા રહેશે. તમે તમારી કાર્યકુશળતાના બળે કોઇ સારું કામ પણ પૂર્ણ કરી શકો છો. થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરો. જેથી તમને આત્મિક અને માનસિક સુખ મળી શકે છે.

નેગેટિવઃ- અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. કોઇ તમારી ભાવુકતા અને ઉદારતાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. એટલે તમારી આ ખામીઓ ઉપર અંકુશ લગાવો. મામા પક્ષ સાથે સંબંધોમાં ગેરસમજ ઊભી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ રહી શકે છે.

લવઃ- ખોટા પ્રેમ સંબંધો તથા મનોરંજન વગેરેમા સમય નષ્ટ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ થોડી સારી રહી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની યોગ્ય શક્યતા છે. દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો.

નેગેટિવઃ- વધારે ચર્ચા-વિચારણા કરવામા સમય ખરાબ ન કરો. તમારી યોજનાઓને તરત શરૂ કરવાની કોશિશ કરો. ખર્ચ વધારે રહી શકે છે. કોઇને ઉધાર આપેલા રૂપિયા પણ પાછા મળવાથી આર્થિક સ્થિતિ ઠીક થઇ શકે છે.

વ્યવસાયઃ- પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાયને લગતા નવા સ્ત્રોત ખોલી શકે છે.

લવઃ- ઘર તથા પારિવારિક લોકો સાથે થોડો સમય પસાર કરવો તથા વિચારોનું આદાન-પ્રદાન કરવું પોઝિટિવિટી આપશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે પરેશાન રહી શકો છો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવભર્યો રહેશે. તે કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે, જેના માટે છેલ્લાં થોડા સમયથી તમે કોશિશ કરી રહ્યા હતાં. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂ થશે તથા એકબીજાના સંબંધોમાં સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારું વધારે શંકા કરવું અન્ય માટે પરેશાનીનું પણ કારણ બની શકે છે. સમય પ્રમાણે તમારા વિચારોમાં પણ પરિવર્તન લાવો. વિદ્યાર્થી આ સમયે અભ્યાસને લઇને બેદરકાર થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં પરિવાર સાથે કોઇ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. તેનાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. બાળકોને લઇને ચાલી રહેલી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળવાથી મનમાં સુકૂન રહી શકે છે. ઘરના વડીલોનું માન-સન્માન અને આદર જાળવી રાખવું.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઇપણ વાતને લઇને વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. બધા મામલાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. તમારા મહત્ત્વપૂર્ણ કાગળિયાઓ તથા ડોક્યૂમેન્ટને સાચવીને રાખો.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે તમારા દ્વારા કરવામાં આવેલાં વ્યવસાયિક પરિવર્તન યોગ્ય રહેશે.

લવઃ- પરિવારજનો સાથે થોડો સમય પસાર કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો