તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 જુલાઈનું રાશિફળ:શુક્રવારનો દિવસ વૃશ્ચિક જાતકો માટે શુભ રહેશે, કુંભ રાશિના લોકોએ પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું

9 મહિનો પહેલા

3 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. આજના દિવસની શરૂઆતમાં જ તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરી લો. કેમ કે, બપોર પછી તમને થોડી ઉપલબ્ધિઓ મળવાની છે.

નેગેટિવઃ- તમારા કાર્યોને સમયે પૂર્ણ કરો. ક્યારેક-ક્યારેક તમારી આળસના કારણે તમારા કામને ટાળવાની કોશિશ કરશો. જેના કારણે તમને નુકસાન થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે.
વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી ચાલશે પરંતુ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ સાથે મુલાકાત લાભદાયક સિદ્ધ થશે તથા તમારી ઉન્નતિના અનેક નવા રસ્તા પણ ખુલી શકે છે. તમારા કામ બનતાં જશે તથા સંતાન દ્વારા પણ કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- આજકાલ તમે મિત્રો સાથે વધારે સમય વ્યતીત કરવાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં. આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે.

લવઃ- તમારા મોજમસ્તીના સ્વભાવના કારણે જીવનસાથી થોડું અસહજ અનુભવ કરશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે તમારા સહયોગી અને કર્મચારીઓ સાથે સારો સંબંધ જાળવીને રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અન્ય લોકો ઉપર વધારે નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની છુપાયેલી પ્રતિભાઓ ઉપર વિશ્વાસ રાખો. પ્રકૃતિ તમને આ સમયે ખૂબ જ સારા અવસર પ્રદાન કરશે.

નેગેટિવઃ- વધારે વિચારવાની જગ્યાએ અનેકવાર તમારા હાથમાંથી અનેક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ જતી રહેશે. આ સમયે તમારે તમારા અહંકારને નિયંત્રણમાં રાખવો.

લવઃ- પારિવારિક લોકોનો સહયોગ તમને સુખ રાખશે.
વ્યવસાયઃ- તમારા કામમાં અનેક બદલાવ તમને ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- વ્યાયમ ઉપર ધ્યાન આપો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે બધા જ કાર્યો કરતાં રહેશો. બપોર પછી લાભની સ્થિતિઓ પણ બની રહી છે.

નેગેટિવઃ- આવક સાતે ખર્ચની પણ સ્થિતિ રહેશે. કોઇ મિત્ર કે બહારના વ્યક્તિ સાથે રૂપિયા સંબંધિત કોઇ વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- શુભ સમાચાર મળવાથી પરિવારમાં આનંદમયી વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- પ્રોપર્ટી સંબંધિત કોઇ મોટી ડીલ થવાથી આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે માથાનો દુખાવો રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ભાઇઓ સાથે ચાલી રહેલો વિવાદ પૂર્ણ થશે તથા એકબીજા સાથે સંબંધ સુધરશે. તમે પણ તણાવ મુક્ત અનુભવ કરશો. આજે તમે તમારા સપના અને મહત્તકાંક્ષાઓને પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- ભાવુકતામાં કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. રૂપિયાના મામલે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ આજે સ્થગિત જ રાખો.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે વધારે સંવેદનશીલ રહો.
વ્યવસાયઃ- શેરબજાર સાથે જોડાયેલાં લોકો આજે સાવધાન રહે.
સ્વાસ્થ્યઃ- આજે વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. સમાજ અને પરિવારમાં પણ માન-સન્માનની વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- આ સમયે તમારા વિચારો પોઝિટિવ રાખો. ક્યારેક-ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

લવઃ- બાળકોના કરિયર સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે મહેનતના યોગ્ય પરિણામ મળી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- ગેસ જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બધા જ કાર્યોને વ્યવસ્થિત રૂપથી કરવા તથા બેલેન્સ જાળવીને ચાલવું તુલા રાશિના મહત્ત્વપૂર્ણ ગુણ છે. આજે તમારી ઊર્જાને એકત્રિત કરીને સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરો.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને વધારે ડિસિપ્લિન થવું, બાળકો માટે થોડી સમસ્યાઓ પેદા કરી શકે છે. તેમને પોતાની રીતે કામ કરવા દો તથા તેમને પ્રોત્સાહન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજ દૂર થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કે વ્યાવયાસિક સ્થળે વિશ્વાસઘાતની સંભાવના  છે.
સ્વાસ્થ્યઃ- મનમાં નેગેટિવ વિચારોને આવવા દેશો નહીં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આર્થિક રોકાણ સંબંધિત મામલાઓમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બની રહી છે. તમે તમારા કાર્યની યોજના પ્રણાલીમાં પરિવર્તન લાવવાનું વિચારી શકો છો.

નેગેટિવઃ- જૂની નેગેટિવ વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન સ્થિતિ ઉપર ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મજબૂત થશે.
વ્યવસાયઃ- વ્યવસાય સંબંધિત દરેક કાર્યને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર અને ફાયનાન્સ સાથે સંબંધિત થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું પોઝિટિવ પરિણામ સામે આવશે. ઘરમાં રિનોવેશન માટે થોડાં પ્લાન બની શકે છે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. આજે કોઇની વાત ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.

લવઃ- પરિવાર અને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે બધા જ કામ જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ નજીકની મહત્ત્વપૂર્ણ યાત્રા સંપન્ન થઇ શકે છે. મનોરંજન સંબંધિત પણ થોડી યોજનાઓ બનશે. જેનાથી મન પ્રસન્ન રહેશે. જો પ્રોપર્ટી ખરીદવા સંબંધિત કોઇ યોજના બની રહી છે તો પહેલાં વાસ્તુ જોઇ લેવું.

નેગેટિવઃ- કોઇપણ કામમાં રિસ્ક લેવાથી બચવું, વિવાદ થઇ શકે છે. કોઇ બહારના વ્યક્તિની વાતોમાં ન આવીને પોતાના નિર્ણયોને સર્વોપરિ રાખો.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવાના કારણે પ્રમોશન મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંતાન સાથે સંબંધિત કોઇ સમસ્યા આજે ઉકેલાઇ શકે છે. કોઇ માંગલિક કાર્ય અને લગ્નના આયોજનની યોજના પણ બનશે. વડીલોના આશીર્વાદ લેવા તમારા માટે પોઝિટિવિ ઊર્જા અનુભવ કરાવશે.

નેગેટિવઃ- હાલ ધનના લાભથી વધારે વ્યયની સ્થિતિ બનશે. પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. તમારા સ્વભાવમાં ક્યારેક ગુસ્સો અને ક્યારેય ચિડીયાપણું તમારા માટે હાનિકારક સિદ્ધ થઇ શકે છે.

લવઃ- વડીલોનો પ્રેમ અને સ્નેહ તમારા પરિવાર ઉપર રહેશે.
વ્યવસાયઃ- કોઇ નવા કામની શરૂઆત કરવી હોય તો આજે તેના અંગે વિચારી શકો છો.
સ્વાસ્થ્યઃ- વધારે ચિંતા અને થાકના કારણે મનોબળમાં થોડી નબળાઇ આવશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં ઘરના વડીલ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે ભાગ્યોદયનું વાતાવરણ તૈયાર કરશે. મનોરંજનમાં સમય વ્યતીત થશે. સાથે જ, તમારી કાર્યકુશળતામાં પણ વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની ઉતાવળથી તમારું કામ ખરાબ થઇ શકે છે. ગુસ્સાની સ્થિતિ પણ બની શકે છે. આર્થિક મામલે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
વ્યવસાયઃ- સહયોગી અને કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઇ મતભેદ આજે પૂર્ણ થશે.
સ્વાસ્થ્યઃ- એલર્જી જેવી બીમારી પરેશાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો