તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારનું રાશિફળ:બુધવારે મકર જાતકોએ ઘરના વડીલોનું અપમાન થાય નહીં તેનું ધ્યાન રાખવું, વેપારમાં પણ ધ્યાન આપવું

એક મહિનો પહેલા

3 જાન્યુઆરી, બુધવારના રોજ ચંદ્ર તુલા રાશિમાં રહેશે, જેને કારણે મંગળ તથા ચંદ્રનો દૃષ્ટિ સંબંધ બનશે. આ કારણે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ યોગનો સીધો ફાયદો 8 રાશિને મળશે. મેષ રાશિના જાતકોના આવકના સોર્સમાં વધારો થશે. નોકરીમાં અધિકારી તથા સાથી કર્મચારીઓ પણ તમારા નિર્ણયમાં સંમતિ આપશે.

વૃષભ રાશિને નસીબનો સાથ મળશે. બિઝનેસમાં મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની શક્યતા છે. મિથુન માટે પણ દિવસ સારો છે. તમારા કામના વખાણ થશે. સિંહ રાશિના જાતકો પ્રયત્ન કરશે તો મનગમતા કામ સમય પર પૂરા કરી શકશે.

કન્યા રાશિને શેરમાર્કેટમાં ફાયદો થઈ શકે છે. તુલા રાશિના જાતકોને બિઝનેસમાં અટકેલા કામો પૂરા થઈ જશે. નોકરિયાત જાતકોનો ઓફિસમાં દિવસ સારો જશે. વૃશ્ચિક રાશિને પૈસા ક્યાંક ફસાયા હશે તો પાછા મળવાની પૂરી શક્યતા છે. આજે વિરોધી સામે જીત મળશે. ધન રાશિના જાતકોની આવકમાં વધારો થશે. આ ઉપરાંત કર્ક, મકર, કુંભ તથા મીન માટે દિવસ મધ્યમ રહેશે. 12માંથી 4 રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

3 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. સ્વયંના વિકાસ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું પણ જરૂરી છે. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે દેવુ લેવાની સ્થિતિ બની રહી છે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારું નુકસાન કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ તમે ચિંતા ન કરો તમારા ઉપર કોઇ અસર થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમામે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પૂર્ણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારી સફળતાનો કોઇ દ્વારા ખુલી શકે છે. જેનાથી લાભ પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ અને ઊર્જાનો પણ સંચાર થશે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ કે કોઇ શુભ આયોજનની યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે.

નેગેટિવઃ- તમારા જ થોડા સંબંધી તમારા માટે વિઘ્ન પેદા કરી શકે છે. કોઇની વાતોમાં આવશો નહીં. કામકાજ અને પરિવારની જવાબદારીઓની વચ્ચે તાલમેલ જાળવવું પડકાર સ્વરૂપ રહેશે.

વ્યવસાયઃ- સરકારી સેવા કરતા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવવી.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં કોઇપણ પ્રકારની પરેશાની થશે નહીં.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ઉત્તમ છે. તમારા દ્વારા કરેલાં કાર્યોના વખાણ થસે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી લોકપ્રિયતા રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને મહત્ત્વપૂર્ણ નીતિઓ તમે બનાવી શકો છો.

નેગેટિવઃ- કાયદાકીય મામલે બિલકુલ બેદરકારી ન કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. આર્થિક ક્ષેત્રે કોઇ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. કોઇપણ નવું રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ દ્વારા ઘરમાં ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ લાવશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાતની તકલીફ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. મિત્રો કે પરિજનો તરફથી ચાલી રહેલી કોઇ ચિંતા પણ પૂર્ણ થશે. ઘરની દેખરેખ અને સાફ સફાઈને લગતા કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ લાવશે.

નેગેટિવઃ- કોઇ મુદ્દા ઉપર વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોની પસંદગી કરો નહીંતર નાની વાત ઉપર પણ વિવાદ થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિને લગતી કોઇ અપ્રિય ઘટના બનવાથી મન નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- થોડા વ્યપારિક કાર્યોમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ આવી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. કોશિશ કરવાથી મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે. તમારી સંવેદનશીલતા ઘરની વ્યવસ્થાને પણ યોગ્ય જાળવી રાખશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે.

નેગેટિવઃ- રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓથી દૂર રહો. કોઇ પ્રકારની બદનામી થઇ શકે છે, કોઇપણ સમસ્યાનો તણાવ લેવાની જગ્યાએ સમજદારીથી વાતનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- નેટવર્ક અને સેલ્સને લગતી ગતિવિધિઓમાં કામ કરતાં લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી અને પરિજનોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ રાજકીય કાર્ય નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન થઇ શકે છે. આજે પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યોને યોગ્ય રીતે ઉકેલવામાં સક્ષમ રહેશો. તમારી કોઇ ખાસ આવડતને નિખારવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ઘરના સભ્યો વચ્ચે ગેરસમજ તથા વૈચારિક વિરોધ થવાના કારણે કામમાં ગતિરોધ આવી શકે છે. જેના કારણે મનમાં થોડો તણાવ રહેશે. ગુસ્સા અને આવેશમાં નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ કે શોખના કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં ખાસ કરીને પાર્ટનરશિપને લગતા કાર્યોમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂનો રોગ ફરી ડિપ્રેશન વધારી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં તથા પ્રેક્ટિકલ રીતે તમારા કાર્યોને અંજામ આપો. તેનાથી તમે વધારે યોગ્ય રીતે નિર્ણય લઇ શકશો. ઘર બદલવાની કોઇ યોજના બની રહી હોય તો આ અંગે કોઇ મહત્ત્વપૂર્ણ વાતચીત શક્ય છે.

નેગેટિવઃ- થોડો સમય આત્મમંથનમાં લગાવો. ગુસ્સો અને ઉતાવળ જેવી ખામીઓ ઉપર અંકુશ લગાવવું જરૂરી છે. ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત ફરીથી સામે આવવાથી સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- ઘણાં સમયથી વેપારમાં જે ગતિવિધિઓ બંધ હતી, આજે તમાં પોઝિટિવ ગતિ આવી શકે છે.

લવઃ- ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- આર્થિક તથા વ્યવસાયિક પરેશાનીઓને લઇને મનમાં નિરાશાનો ભાવ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે થોડા સમયથી તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓમાં ખૂબ જ સુધાર લાવીને તેને અનુકૂળ બનાવી છે. આજે તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જો રૂપિયા કોઇ જગ્યાએ ફસાયેલાં છે તો આજે તેના મળવાની સંપૂર્ણ આશા છે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. સફળતા જલ્દી પ્રાપ્ત કરવાની કામનાથી કોઇ અયોગ્ય કાર્યને પણ કરવાનું વિચારી શકો છો. વિના કારણે કોઇ સાથે વિવાદ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી વિચાર કરવો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે પોઝિટિવ યોજનાઓ બનશે. આવકના સ્ત્રોત પણ વધશે. ધનને લગતો કોઇ નિર્ણય કરવામાં ઉતાવળ ન કરો. ધર્મ સાથે જોડાયેલાં મામલે તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે જ પરેશાનીઓ ઊભી કરી શકે છે. જેના કારણે તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. તમારી આ ખામી ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિઓ સુખમય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતા પ્રોગ્રામ બનશે. આજે કોઇપણ કામને કરવામાં હ્રદયની જગ્યાએ દિમાગનો અવાજ સાંભળો. ભાવુકતામાં કામ ખરાબ થઇ શકે છે. નવી સંભાવનાઓ મળશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરમાં વડીલોનું અપમાન અને માનહાનિ જેવી સ્થિતિ બને નહીં. આ સમયે કોઇપણ યાત્રાનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે નહીં. કોઇ નજીકના સંબંધી સાથે કોઇ વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે આંતરિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નસંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. ખાસ કરીને મહિલાઓ માટે દિવસ ઉત્તમ પરિણામ આપનાર રહેશે. તેમની કાર્યક્ષમતા તથા પ્રતિભા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સક્ષમ રહેશો. કોઇ વડીલ વ્યક્તિની મદદથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથે ખોટો વિવાદ ન કરશો. તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- જો વ્યવસાયને લગતી કોઇ તપાસ ચાલી રહી છે તો વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે કોઇ બહારની વ્યક્તિ સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા કામના કારણે પગમાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પરિવારને લગતા કોઇ ગંભીર મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. જેનું પરિણામ પણ પોઝિટિવ રહેશે. નજીકના સંબંધીઓ સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે. વિદ્યાર્થી વર્ગ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખે. વધારે અંકુશ રાખવાથી તેમનો સ્વભાવ વધારે જિદ્દી બની શકે છે. યુવા વર્ગે પ્રેમ સંબંધમાં પડીને પોતાનો સમય તથા કરિયર સાથે સમજોતો ન કરવો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં થોડી પરેશાનીઓ સામે આવી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થામાં બહારના લોકોની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- શરદીથી પોતાને બચાવીને રાખો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો