શનિવારનું રાશિફળ:શુભ યોગ મેષ, મીન સહિત 6 રાશિના જાતકોને ધન લાભ કરાવશે, નવી ઉપલબ્ધિઓ અપાવશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

3 ડિસેમ્બર, શનિવારના રોજ પ્રજાપતિ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મેષ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ સારી છે. આર્થિક હાલતમાં સુધારો થવાનો યોગ છે. સિંહ રાશિના લોકોને ગ્રહોનો સાથ અને સારા સમાચાર મળી શકે છે. કુંભ અને મીન રાશિના નોકરિયાત લોકો માટે શુભ દિવસ છે. કન્યા રાશિના લોકોનાં અટવાયેલાં નાણાં પરત મળવાના યોગ છે. ધન રાશિના જાતકોને ઉપલબ્ધિ મળી શકે છે. જોકે વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો નથી. અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

3 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાથી સુખમય વાતાવરણ બની રહેશે. આ સમયે આર્થિક લાભને લગતી સારી શક્યતાઓ બની રહી છે. વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમારા માન-સન્માન ઉપર પણ વાત આવી શકે છે. કોઈપણ કાર્યમાં રિસ્ક લેવાનું ટાળો. આ સમયે સહજતાથી જ તમારી દિનચર્યા પસાર કરવી યોગ્ય છે.

વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઈ ખાસ સફળતા તો મળશે નહીં, પરંતુ કાર્યસ્થળે ચાલી રહેલો વિવાદ આજે દૂર થશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ માટે ફાયદાકારક અને સુકૂન આપનાર સમય રહેશે

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારું ધ્યાન કોઈ ખાસ કામને પૂર્ણ કરવામાં રહેશે અને તેમાં તમે સફળ પણ થઈ જશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો. આ સમયે માનહાનિ થવાની સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાઓએ તેમના અભ્યાસ તથા કરિયર પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ- બાળકો તથા પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તણાવ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે એલર્જી અને ગરમીને લગતી પરેશાની અનુભવ થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. કોઈ વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ પણ તમારા માટે હિતકારી રહી શકે છે, એટલે તેના ઉપર અમલ કરો. મિત્રો તથા સંબંધીઓ સાથે પણ સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

નેગેટિવઃ- અર્થ વિના અન્ય લોકોની પરેશાનીમાં પડશો નહીં. તેનાથી તમારું જ નુકસન થઈ શકે છે. કોઈ અપ્રિય ઘટનાના સમાચાર મળવાથી મનમાં અવસાદ અને ભયની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- મશીન કારખાના વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં સારો ઓર્ડર મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિથી આજે તમે પોતાને દૂર રાખો તો સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા પ્રદાન કરશે. ધર્મ-કર્મને લગતા કાર્યો અને સમાજસેવી સંસ્થાના સહયોગમાં તમારો સમય પસાર થશે અને તેનાથી તમને આત્મિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- કોઇને રૂપિયા ઉધાર આપતા પહેલાં તેને ક્યારે પાછા આપવા છે તે નક્કી કરી લો. કેમ કે બ્લોક થઈ શકે છે. બાળકના કરિયરને લગતું કોઈ કામ ન બનવાથી તણાવ રહી શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ- નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લવઃ- કામ વધારે હોવાના કારણે જીવનસાથી તથા પરિવારના લોકો માટે પણ સમય જરૂર કાઢવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર અને સમય તમારા પક્ષમાં છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમારી અંદર આત્મવિશ્વાસ અને નવી ઊર્જાનો પ્રવાહ રહેશે. ઘરના વડીલ સભ્યોની સલાહ ઉપર અમલ કરો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસ રહેવાના કારણે તમારા બનતા કાર્યોમા વિઘ્ન આવી શકે છે. વાર્તાલાપ કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. આ સમયે ખોટા ખર્ચ ઉપર અંકુશ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ માટે તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેના માટે ખૂબ જ વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર તથા વેપારમાં સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીના આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. તમારા જનસંપર્કનને વધારે મજબૂત કરો, તેમના દ્વારા તમને ચમત્કારિક રૂપથી ભાવી લક્ષ્યની પ્રાપ્તિ પણ થશે. કોઈ નજીકની ધાર્મિક યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના લગ્ન જીવનમાં થોડો તણાવ આવવાથી ચિંતા રહેશે. તમારી દખલ અને સલાહ તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વેપારમાં ફેરફારને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાફના કારણે માનસિક અને શારીરિક થાક અનુભવ થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ અને પુરૂષાર્થ તમને તમારા કામમાં સફળતા આપી શકે છે. જો કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવાનું મન હોય તો મનનો અવાજ સાંભળો. ભવિષ્યમાં આ પોલિસી લાભદાયી રહેશે.

નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધો ખરાબ થવા દેશો નહીં. કેમ કે આવું કરવાથી તમે પોતાને એકલાં અનુભવ કરી શકો છો. કામ વધારે રહેવાના કારણે ક્યારેય તમારા સ્વભાવમાં ચીડિયાપણુ આવી શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરના કોઈ મુદ્દાને પતિ-પત્નીએ એકબીજા સાથે મળીને ઉકેલવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારું શાંતિપ્રિય વ્યક્તિત્વ અન્ય લોકો માટે ઉદાહરણ બનશે. આજે પણ તમારો આ સ્વભાવ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કામ કરવામાં મદદ કરશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં આસ્થા વધી શકે છે.

નેગેટિવઃ- તમારા થોડા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો. કોઇ ખોટા વ્યક્તિ દ્વારા અપમાન થાય તેવી શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે સામાન્ય થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખવા માટે સંતુલિત આહાર અને કસરતની જરૂર છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો સમય આવી ગયો છે. આ સમય તમારા માટે યોગ્ય છે. તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ-અશુભ પ્રત્યેક પરિસ્થિતિમાં યોગ્ય તાલમેલ રહેશે.

નેગેટિવઃ- કોઈની ખોટી વાતને ગુસ્સાની જગ્યાએ સમજણ દ્વારા ઉકેલવાની કોશિશ કરો. નહીંતર તમારા માન-સન્માન ઉપર પણ વાત આવી શકે છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યવસાયિક ગતિવિધિઓનું ગંભીરતાથી મૂલ્યાંકન કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેક દ્વારા કામ લેવું. જેથી તમે કોઈપણ સમસ્યાને યોગ્ય રીતે ઉકેલી શકશો. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. ધાર્મિક આયોજન પણ શક્ય છે.

નેગેટિવઃ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. તમારી ભાવુકતા જેવી નબળાઈનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે તણાવ લેવો તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પાડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ હવે સારી થતી જશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે સારી ધનદાયક પરિસ્થિતિ બની રહી છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો. આજે તમે તમારી કોઈ નકારાત્મક વાતને છોડવાનો સંકલ્પ કરો. આ કાર્યોમાં તમને પરિજનોનો પણ પૂર્ણ સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. એટલે ખોટી ગતિવિધિઓમાં આળસ કરીને સમય ખરાબ ન કરો. જો કોઈ ઉધાર લેવાની યોજના બની રહી છે તો તેના અંગે એકવાર ફરી વિચાર કરી લેવો.

વ્યવસાયઃ- તમારો સમય પ્રભાવશાળી અને અનુભવી લોકો સાથે સંબંધોને વધારે મજબૂત કરવામાં પસાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઈ જમીનની ખરીદદારી કે વેચાણને લગતુ કામ સંપન્ન થઈ શકે છે. તમારી આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સાથે જ સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે.

નેગેટિવઃ- નજીકના મિત્રો કે સંબંધીઓની ગતિવિધિઓથી અજાણ રહેશો નહીં. પીઠ પાછળ તમારા વિરૂદ્ધ થોડી ગતિવિધિઓ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે. કેમ કે હાલ વધારે મહેનતની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઈ યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે.

લવઃ- તમારી યોજનાઓમાં જીવનસાથીને પણ સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાની ચાલી રહી છે તો તેને બેદરકારીમા ન લેશો.