ગુરુવારનું રાશિફળ:ગુરુવારના દિવસે મેષ જાતકો પડકારોનો સામનો કરશે, આત્મિક સુખ અને ઉન્નતિ પણ પ્રાપ્ત કરશે

એક વર્ષ પહેલા

ગુરુવાર, 3 ડિસેમ્બરના રોજ કારતક મહિનાની વદ પક્ષની ત્રીજ છે. આ જ દિવસે ગણેશ ચતુર્થીનું પણ વ્રત રહેશે. ચંદ્રોદય રાત્રે 7.45 વાગે થશે. ત્રણ ડિસેમ્બરના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. ગુરુવારે આર્દ્રા નક્ષત્ર હોવાને કારણે કાણ નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સવારે 11.20થી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થશે, જે 4 ડિસેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા સુધી રહેશે. ગુરુવારે ભગવાન વિષ્ણુનો મંત્ર 'ઓમ નમો નારાયણ'નો જાપ કરવો. ચણાની દાળનું દાન કરો.

3 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- રચનાત્મક તથા ધાર્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઇ મિત્રના મુશ્કેલ સમયમાં તમે તેનો સહયોગ કરશો, જેનાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે. પડકારોનો સ્વીકાર કરવો તમારા માટે ઉન્નતિના માર્ગ પણ ખોલી શકે છે.

નેગેટિવઃ- બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ પરેશાન કરી શકે છે. તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. તમને તમારી યોજના શરૂ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ઉદેશ્યને લઇને કોઇ નજીકની યાત્રા સંભવ છે.

લવઃ- વ્યસ્તતાના કારણે ઘર-પરિવારની દેખરેખમાં યોગ્ય સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યા હોય તો બેદરકારી કરશો નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ સ્થાપિત થશે તથા તેનાથી એકબીજા પ્રત્યે પ્રેમ વધશે. જો કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં રહેવાની સંભાવના છે. આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં છે, તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, કોઇ પાડોશી કે બહારના વ્યક્તિ સાથે કોઇ પ્રકારનો વિવાદ કરશો નહીં. આજે તમારો મોટાભાગનો સમય કામ અને ઘરમાં જ પસાર કરો. તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર અંકુશ જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિથી આજનો સમય વધારે લાભદાયક તો નથી, છતાંય ગતિવિધિઓમાં થોડો સુધાર આવશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં માધુર્ય જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- બિનજરૂરી દિનચર્યાના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે નજીકના વ્યક્તિની ખોટી સલાહ તમારા માટે પરેશાનીઓનું કારણ બનશે. તમારા નિર્ણયને તમે સર્વોપરિ રાખો તો સારું રહેશે. ભાઇઓ સાથે ચાલી રહેલાં વાદ-વિવાદ પણ ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતી ભવિષ્યની યોજનાઓને હાલ ટાળીને વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે ઘરને લગતી તમારી જવાબદારીને સમજીને સાદગી અને ગંભીરતાથી તેને પૂર્ણ કરો. જીવનશૈલીમાં થોડું પોઝિટિવ પરિવર્તન લાવવાથી સુખ અને તણાવથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ પણ સામે આવી શકે છે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું જ યોગ્ય છે. કોઇપણ પ્રકારની લાલચથી બચવું, નહીંતર તમારી સાથે દગો થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નવા-નવા પ્રયોગ કરવામાં તમારો રસ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે વાહનથી કોઇ દુર્ઘટના થવાની આશંકા છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે થોડાં અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળશે. તમને જીવનની એક અલગ જ હકીકત જાણ થશે. વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે આર્થિક લાભની સંભાવના છે.

નેગેટિવઃ- બધું ધ્યાન તમે તમારી ઉપર રાખવાના કારણે પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં ધ્યાન આપી શકશો નહીં. જેના કારણે અન્યની નિરાશા સહન કરવી પડી શકે છે.

વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થઇ શકશે નહીં.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કારણે થોડી શારીરિક નબળાઇ અને આળસ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક સ્થળે જવાનું સૌભાગ્ય મળશે અને તમે માનસિક અને આત્મિક રૂપથી સુકૂન અનુભવ કરશો. ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ તમારા કાર્યોમાં મદદ કરશે. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિમાં પણ સુકૂન મળશે.

નેગેટિવઃ- અન્ય કાર્યો સાથે-સાથે બાળકોની ગતિવિધિઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે કોઇપણ પ્રકારના રોકાણને ટાળો. સંપત્તિને લગતાં કાર્યોને ખૂબ જ કાળજીપૂર્વક કરો, નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિષ્ઠામાં અનુભવી અને વડીલોની મંજૂરી અને સહમતિથી કામ કરવાથી અનેક સમસ્યાઓ સરળતાથી ઉકેલાઇ જશે.

લવઃ- નજીકના સંબંધીઓને મળવું તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળાનું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી આજે રાહત મળશે. નજીકના મિત્રો સાથે મનોરંજનમાં સમય પસાર થશે. જો કોઇ સાથે વિવાદ ચાલી રહ્યો છે તો વિવેકથી કામ લેવું.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતી સમયે હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવુકતામાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. જમીનને લગતાં પેપર્સની કાર્યવાહી ખૂબ જ ધ્યાનથી કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીના વેપારને લગતાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- તમારી વ્યસ્ત દિનચર્યામાંથી પરિવાર માટે થોડો સમય કાઢો.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું નિમંત્રણ મળી શકે છે. ઘણાં સમય પછી લોકોને મળવાથી તમને સુખ પ્રાપ્ત થશે. આ સમયે કોઇપણ કામને ઉતાવળની જગ્યાએ ધૈર્યપૂર્વક કરો.

નેગેટિવઃ- જોખમી કાર્યોમાં આજે બિલકુલ ધ્યાન આપશો નહીં. યાત્રા કરતી સમયે અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવશો નહીં. ક્યારેક અતિ આત્મવિશ્વાસ પણ તમારી પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- લોકો સાથે મેલજોલ વધારવામાં ધ્યાન આપો. કોઇ નવો ઓર્ડર કે ડીલ ફાઇનલ થઇ શકે છે.

લવઃ- વધારે કામને પરિવારના સભ્યો સાથે પણ વહેંચો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- વ્યસ્ત હોવા છતાં તમે તમારા વ્યક્તિગત તથા રસનાં કાર્યો માટે સમય કાઢી શકશો. જેનાથી તમને સુખ અને શાંતિ અનુભવ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે-સાથે અન્ય ગતિવિધિઓમાં પણ સફળતા મળશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક સ્થિતિઓ પણ બનશે. એટલે આ સમયે તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ જાળવી રાખો. થોડાં વિરોધી પણ તમારા કાર્યોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારના કારણે તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે આકરી મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા તમારા કાર્યોમાં ધ્યાન લગાવશો અને યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશો. કોઇ નજીકના સંબંધી સાથે બનેલી થોડી નકારાત્મક ગેરસમજ પણ દૂર થઇ જશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં પરેશાની આવવાથી તણાવ રહેશે. આ સમયે ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિને સાચવવાનો પ્રયાસ કરો. બહારના વ્યક્તિઓ ઘરમાં દખલ ન કરે તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- કારખાનાં તથા ફેક્ટરીને લગતાં વ્યવસાયમાં યોગ્ય પરિસ્થિતિ બનશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે આત્મબળમાં ઘટાડો અને નબળાઈનો અનુભવ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહ્યું છે. કોઇ વડીલ વ્યક્તિની મદદથી તમારી આશા સફળ થશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવાની કોશિશ તમને સફળતા અપાવશે.

નેગેટિવઃ- આ સમયે બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ કરવું યોગ્ય રહેશે નહીં. મનોરંજન સાથે-સાથે તેમના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન આપો. ગેરકાયદેસર કાર્યોમાં ગુંચવાશો નહીં તો સારું રહેશે.

વ્યવસાયઃ- ઓયલ અને મશીનને લગતાં વ્યવસાયમાં નફો થવાના યોગ બની રહ્યા છે.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદિક ઇલાજ તમારા માટે યોગ્ય રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. ઘરમાં માંગલિક આયોજનની યોજના બનશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વડીલોનો સહયોગ લેવો તમારા માટે યોગ્ય રહેશે.

નેગેટિવઃ- તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે આવકથી વધારે ખર્ચની સ્થિતિ બની રહી છે. ગુસ્સો અને ચીડિયાપણું રાખવું હાનિકારક રહેશે. ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો તથા કોઇને રૂપિયા ઉધાર ન આપશો.

વ્યવસાયઃ- તમારા કાર્યક્ષેત્રમાં તમે જે નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર વધારે મહેનતથી કામ કરો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ઘટાડો આવી શકે છે.