તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારનું રાશિફળ:શનિવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે રોકાણ સંબંધિત બાબતો માટે અનુકૂળ રહેશે, ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક મળશે

8 દિવસ પહેલા
  • મેષ, તુલા તથા મીન રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, 9 રાશિ માટે સારો દિવસ
  • કન્યા, વૃશ્ચિક તથા મકર રાશિના કામકાજમાં અડચણ આવી શકે છે, સંભાળીને દિવસ પસાર કરવો

3 એપ્રિલ, શનિવારના રોજ ચંદ્ર પોતાના મિત્ર બૃહસ્પતિની રાશિમાં છે. ચંદ્ર પર મંગળની દૃષ્ટિ પડી રહી છે અને આ સાથે જ વરીયાન નામનો શુભ યોગ બની રહ્યો છે. આ કારણે 9 રાશિને ફાયદો થશે. મેષ રાશિનું અટવાયેલું પેમેન્ટ પાછું આવશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દિવસ સારો છે.

વૃષભ રાશિને કાર્યક્ષેત્રમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી બિઝનેસ સંબંધિત નવી ઉપલબ્ધિ મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. કર્ક રાશિના નોકરિયાત જાતકો માટે સારી પરિસ્થિતિનું નિર્માણ થશે. સિંહ રાશિ પ્રોપર્ટી સંબંધિત ખરીદી-વેચાણમાં ફાયદાકારક યોજના બનાવશે. તુલા રાશિની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. અટવાયેલા કામ ફરી શરૂ કરવા માટે સારો સમય છે.

ધન રાશિના પણ અટકેલા કામ પૂરા થશે. નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. કુંભ રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. નોકરી તથા બિઝનેસ માટે સારો દિવસ છે. મીન રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ ઉપરાંત કન્યા, વૃશ્ચિક તથા મકર રાશિ માટે દિવસ ઠીક નથી. આ ત્રણેય રાશિએ સંભાળીને દિવસ પસાર કરવો.

3 એપ્રિલ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે પ્રભાવશાળી તથા મધુર વર્તણૂકથી બીજા લોકો પર તમારો પ્રભાવ રહેશે. તમારા સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથેની મુલાકાતથી લાભ થશે. ઘરના કોઈ પણ ખાસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

નેગેટિવઃ- પરંતુ ક્યારેક ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થવાથી સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે. તમારા ગુણોનો સકારાત્મક રીતે ઉપયોગ કરો. કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ તપાસ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં હમણાં કોઈપણ પ્રકારનાં પરિવર્તનનો પ્રયાસ કરશો નહીં. વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપવું.

લવઃ- પતિ-પત્નીના પરસ્પર સહયોગથી પરિવારમાં ખુશી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બદલાતી સિઝનના કારણે થાક અનુભવી શકો છો.
-----------

વૃષભઃ-

પોઝિટિવઃ- રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. પારિવારિક સુખ-સુવિધાઓની વસ્તુઓ ખરીદવામાં સમય પસાર થશે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક મળશે.

નેગેટિવઃ- વધારે પડતા ખર્ચના કારણે તમારું બજેટ ખરાબ થઈ શકે છે. ઘરની કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. બહારના લોકોનો હસ્તક્ષેપ તમારા પરિવારમાં ન થવા દો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું યોગદાન તમારા માટે કેટલીક નવી વ્યવસાયિક ઉપલ્બધિઓ પ્રદાન કરશે.

લવઃ- જીવનસાથીની માંદગીને લીધે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ખાણીપીણીમાં ધ્યાન રાખવું.
-----------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા કાર્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવો. આજે અચાનક કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ પારિવારિક અને ધાર્મિક આયોજન સંબંધિ યોજના બનશે.

નેગેટિવઃ- કોઈની સાથે વિખવાદ હોવાને કારણે મનમાં કેટલાક નકારાત્મક વિચારો પણ આવી શકે છે. તેની અસર તમારી ઊંઘ પર અને માનસિક શાંતિ પર પણ પડશે.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગ તથા મીડિયા સંબંધિત કાર્યો પર વધારે ધ્યાન આપવું. સમય અનુકૂળ છે, તમને સારી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સામાન્ય અણબનાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલીકવાર, અતિશય કામના ભારને લીધે થાક અને તણાવ મહેસૂસ થઈ શકે છે.
---------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યપ્રણાલીમાં કેટલાક પરિવર્તન સંબંધિત યોજનાઓનો અમલ કરશો. સંતાનના કરિયર સંબંધિત કોઈ સમસ્યા કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી હલ કરવામાં સફળતા મળશે. ધર્મ-કર્મ સંબંધિત બાબતોમાં તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઈ પારિવારિક મુદ્દા પર વાદ-વિવાદ થવાની આશંકા છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખવું જરૂરી છે. કોઈપણ પ્રકારની મુસાફરી સંબંધિત કાર્યક્રમને મુલતવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા બહારના અને પબ્લિક રિલેશનને વધારે મજબૂત બનાવો તેમજ કામની ગુણવત્તાને સારી બનાવવામાં ધ્યાન આપો. આ સમયે કરવામાં આવેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે.

લવઃ- ઘરના વાતાવરણમાં શિસ્ત જાળવવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- માનસિક સ્થિરતા માટે મેડિટેશન અને યોગ જરૂરી છે.
------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને જાતે જ આયોજિત રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, સફળતા જરૂરથી મળશે. કોઈપણ ધાર્મિક સંગઠન સાથે જોડાવવાથી અને સહયોગ કરવાથી તમને માનસિક શાંતિ મળશે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક તમારા કામમાં અડચણો આવવાથી થોડો સમય વ્યર્થ થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરવી અને ફરીથી તમારી એનર્જીની એકત્રિત કરો અને તમારા કાર્યમાં તેનો ઉપયોગ કરો

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. બધા કાર્યો યોજના મુજબ પૂર્ણ થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, શરદી અને ગળા સંબંધિત કોઈ સમસ્યા હોય તો બેદરકારી ન દાખવી.
------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત બનાવીને રાખો. લાભકારક સંજોગો રહેશે. તમામ કાર્ય સરળતાથી પૂરા થશે. આધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીની સમસ્યાઓને હલ કરવામાં તમારો વધારે સમય પસાર થશે. જેનાથી તમારા વ્યક્તિગત કાર્યમાં અડચણો પણ આવશે,

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી છે. તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન સંબંધિત યોજનાઓ પર ફરીથી વિચાર કરવો વધુ સારો રહેશે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે કેટલીક અંગત સમસ્યાઓને કારણે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી ન રાખવી.
---------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે આર્થિક પક્ષ પહેલા કરતા વધારે મજબૂત અને સક્ષમ સ્થિતિમાં રહેશે. ઘણા સમયથી ચાલી રહેલી ચિંકાઓને કારણે પણ રાહત મળશે. લાંબા સમયથી અટકેલા કામ છે તેને પૂરા કરવાનો આ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- કેટલાક લોકો તમારી આલોચના અથવા નિંદા કરી શકે છે, આવા લોકોથી દૂર રહેલું. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાય અને કાર્યમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો જે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં નાની મોટી સમસ્યા આવશે પરંતુ તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે બધી સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે હલ કરી શકશો.

લવઃ- પરિવારમાં વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- મોસમી બીમારીઓથી સાવધાન રહેવું.
---------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈ સંબંધિ અથવા મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે જે તમારા માટે લાભકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાનું પરિણામ તેમના પક્ષામાં આવશે, ફક્ત તેમને પહેલા કરતાં વધારે મહેનત કરવાની જરૂર છે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચને કારણે મન થોડું પરેશાન રહેશે. આ સમયે કોઈપણ પ્રકારનું રોકાણ અથવા લેવડદેવડ સંબંધિત કાર્યોને મૂલતવી રાખવા.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તરણ કરવાની કેટલીક નવી યોજનાઓની ચર્ચા કરવામાં આવશે. માર્કેટિંગ સંબંધિત કાર્યો પર વધારે ધ્યાન આપવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ સંબંધિત અને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
----------

ધનઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લા ઘમા સમયથી અટવાયેલા હતા, આજે તે ઓછા પ્રયત્નથી સફળ થઈ શકે છે. તમે તમારી બુદ્ધિ અને હોશિયારીથી વધારે કામ પતાવવામાં સક્ષમ છો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપી શકશે.

નેગેટિવઃ- તમારા બીનજરૂરી ખર્ચા ઓછા કરવા. ભાવનાત્મકતા અને ઉદારતા જેવી નબળાઇઓને દૂર કરવી જરૂરી છે, નહીં તો કેટલાક લોકો તમારી આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કામકાજને સંપૂર્ણ નિષ્ઠા અને ગંભીરતા સાથે પૂરું કરવું. કોઈપણ નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- દાંપત્ય જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારની ખરાબ આદત તથા ખરાબ સંગતથી દૂર રહેલું. તેના કારણે તમારી ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ શકે છે.
---------
મકરઃ-

પોઝિટિવઃ- જો ઘરના સમારકામ સંબંધિ કોઈ કાર્ય અટકી ગયું છે તો તેને પૂરું કરવાનો આ યોગ્ય સમય છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સુધારો થવાથી તમે તમારી જાતને ઉર્જાવાન મહેસૂસ કરશો અને તમારા કાર્ય પર પણ ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- બીજાના મામલામાં દખલ ન કરો, નહીં અકારણ તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ પણ ગેરરીતિનો આશરો લેશો નહીં. તમારા ગુસ્સા અને આવેશ પર કાબુ મેળવવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયને આગળ વધારવા માટે કેટલીક નવી શોધ અને યોજનાઓ બનાવવાની જરૂર છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- વાહન કાળજીપૂર્વક ચલાવવું. તથા જોખમવાળા કાર્યથી દૂર રહેવું.
-------
કુંભઃ- ​​​​​​​

પોઝિટિવઃ- ઉધાર આપેલા પૈસા પ્રાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે, તેથી પ્રયત્ન ચાલુ રાખો. પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનોને યોગ્ય સફળતા મળશે. કોઈ નજીકના સંબંધિ સાથે જૂના મતભેદ દૂર થશે.

નેગેટિવઃ- કોઈની સાથે પણ વાતચીત કરતા સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરવો. નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- તમારા પ્રયત્નો અને સખત મહેનત વ્યવસાયને પુનર્જીવિત કરવામાં સફળ રહેશે. અમુક હદ સુધી સફળતા પણ મળશે. આ સમયે બીજા અપેક્ષાની જગ્યાએ તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો.

લવઃ- પ્રેમ સંબંધોમાં નિરાશા જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ, ડિપ્રેશન જેવી બીમારીઓથી બચીને રહેવું.
----------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારા કર્મ અને પ્રયત્નોમાં વિશ્વાસ કરીને તમારી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. આ સમય ગ્રહ ગોચર ફરીથી તમારા પક્ષમાં છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.

નેગેટિવઃ- ધ્યાન રાખવું કે વ્યર્થ કાર્યોમાં બીનજરૂરી ખર્ચા ન કરો. રૂપિયા-પૈસાની લેવડદેવડ સંબંધિત મામલામાં કોઈના પર વિશ્વાસ ના કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિરોધીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ તમને નકારાત્મક પરિસ્થિતિમાંથી બહાર નીકાળવામાં મદદ કરશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે થાક અને શારીરિક કમજોરી મહેસૂસ કરશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો