તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

29 સપ્ટેમ્બરનું રાશિફળ:મંગળવારે મેષ સહિત 7 રાશિના લોકોનું લગ્નજીવન સુખમય રહેશે, 5 રાશિના જાતકોએ સાચવવું

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શતભિષા નક્ષત્ર તથા ગ્રહની સ્થિતિને કારણે બે અશુભ યોગ, આ કારણે છ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને લેવું

29 સપ્ટેમ્બર, મંગળવારના રોજ શતભિષા નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે મૃત્યુ નામનો અશુભ યોગ બની રહ્યો છે. તો ગ્રહોની સ્થિતિને કારણે શૂલ નામનો એક વધુ અશુભ યોગ બને છે. આ જ કારણે મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક તથા મીન રાશઇના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું. જોબ તથા બિઝનેસમાં ઉતાવળ કરવી નહીં. મોટા નિર્ણયો સમજી-વિચારીને લેવા. આર્થિક બાબતમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, કર્ક, ધન, કન્યા તથા કુંભ રાશિના જાતકો ગ્રહ-નક્ષત્રની અશુભ અસરથી બચીને રહેશે. આમ 12 રાશિમાંથી છ રાશિ માટે શુભ તથા છ રાશિઓએ સંભાળીને રહેવું પડશે.

29 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- મેષ રાશિના લોકોને વિનંતી છે કે, આજે બહારની ગતિવિધિઓને ટાળીને ઘરમાં જ તેમની યોજનાઓને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપે. તમારા કાર્યો પૂર્ણ થશે. ઘરમાં પણ એક સારું વાતાવરણ જળવાશે.

નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો અથવા તેની વાતોમાં આવી જવું તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- હાલ વર્તમાન વ્યવસાય ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ- લગ્ન સંબંધોમાં સ્થિતિ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી કામોમાં જે વિઘ્ન આવી રહ્યા હતાં, હવે તેમના નિવારણનો સમય આવી ગયો છે. એકાગ્રતાથી તેના ઉપર કામ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોર્ટને લગતાં કેસ તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના અને નિંદા કરી શકે છે. તેનાથી તમારું કોઇ નુકસાન થશે નહીં એટલે નિશ્ચિંત રહો. આર્થિક સ્થિતિ ઠીક રાખવા માટે ખર્ચાઓ ઓછા કરો.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ જગ્યાએ ફસાયેલાં કે અટવાયેલાં રૂપિયા આજે તમને પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવશે.

સ્વાસ્થ્યઃ- તમારી પરેશાનીને પોતાની અંદર રાખવાથી અનેકવાર ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે છેલ્લાં થોડાં સમયથી ખૂબ જ વધારે મહેનત દ્વારા જે યોજનાઓ બનાવી હતી, આજે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો શુભ સમય છે. તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવશે.

નેગેટિવઃ- આર્થિક દૃષ્ટિએ થોડી સમસ્યાઓ વધી શકે છે. દરેક મુશ્કેલીનો સામનો તમે નિડરતાથી કરશો અને ઉકેલ પણ પ્રાપ્ત કરી લેશો. વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ ઉત્તમ રહેશે. જેના દ્વારા ઉત્પાદન ક્ષમતા પણ વધશે.

લવઃ- કોઇ વડીલના સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે. જીવનસાથીનો સહયોગ અને સેવાભાવ તમને માનસિક સુકૂન આપશે.

સ્વાસ્થ્યઃ- થાકની સ્થિતિ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવમુક્ત અનુભવ કરશો. કોઇ માંગલિક કાર્યના આયોજનની યોજના બનશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ ઘરમાં પોઝિટિવ વાતાવરણ જાળવી રાખશે.

નેગેટિવઃ- હાલ લાભથી વધારે ખર્ચની સ્થિતિ રહેશે. એટલે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા સ્વભાવમાં ક્યારેક ગુસ્સો અને ક્યારેક ચિડીયાપણું તમારા માટે જ હાનિકારક રહેશે.

વ્યવસાયઃ- તમે જો કોઇ નવા કામની શરૂઆથ કરી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો

લવઃ- વડીલોનો પ્રેમ અને સ્નેહ તમારા પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતા અને થાકના કારણે મનોબળમાં ઘટાડો આવશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. તમારા સિદ્ધાંતો સાથે કોઇપણ કિંમતે સમજોતો ન કરવો તમારા માન-સન્માનમાં વૃદ્ધિ કરશે. મુશ્કેલીઓમાં ફસાયેલાં કોઇ મિત્રની મદદ કરવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઇની વાતોમાં આવીને કોઇ નિર્ણય લેશો નહીં. લાભની પ્રાપ્તિમાં કોઇ ખોટા માર્ગને અપનાવશો નહીં. કોઇ બાળક તરફથી કોઇ ચિંતા થવાથી મન પરેશાન રહેશે. યુવા વર્ગ ખોટી મોજમસ્તીમાં પોતાનો સમય નષ્ટ કરે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જો નવા કામની શરૂઆત કરી છે તો તેમાં લાભના અવસર મળવાના શરૂ થશે.

લવઃ- વધારે વ્યસ્તતાના કારણે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- જો શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ છે તો તેને સામાન્ય લેશો નહીં. થોડી અસાવધાની નુકસાનદાયક બની શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમારી મહેનત અને પરિશ્રમ રંગ લાવશે. જેનાથી તમારામાં આત્મવિશ્વાસ અને ઊર્જા વધશે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પણ ગર્વ થશે. કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસમાં રહેશે.

નેગેટિવઃ- સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ ખોટો રસ્તો અપનાવશો નહીં. સમય અને સ્થિતિનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમારી કટુવાણી અને ગુસ્સો પણ તમારી યોજનાઓ ઉપર પાણી ફેરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી જે રૂપરેખા બનાવી હતી, તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- જીવનસાથી સાથે નાની વાતને લઇને મોટો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ સમારોહ અથવા ધાર્મિક આયોજનમાં સામેલ થવા માટે આમંત્રણ પ્રાપ્ત થશે. સંતાનને લગતી કોઇ સમસ્યા ઉકેલવામાં તમે સક્ષમ રહેશો. સ્થિતિ ધનદાયક ચાલી રહી છે. તેનો સદુપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- અન્યની વાતોમાં આવવું નહીં, તમારા નિર્ણયને જ મહત્ત્વ આપો. નહીંતર કોઇ પ્રકારનું નુકસાન થઇ શકે છે. કોઇ પાડોસી સાથે નાની વાતને લઇને મામલો થાણા સુધી જઇ શકે છે.

વ્યવસાયઃ- કામની ક્વોલિટીમાં ખામીના કારણે ઓર્ડર કે ડીલ કેન્સલ થવાની આશંકા છે.

લવઃ- વ્યસ્તતાના કારણે પરિવારમાં સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની બીમારીને લગતો રિપોર્ટ ઠીક આવશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારું હ્રદયની જગ્યાએ મનથી નિર્ણય લેવું તમારી અનેક યોજનાઓને ગતિ આપવામાં મદદ કરશે. તમામ વ્યવસ્થા હોવા છતાં તમે તમારા અને ઘર-પરિવાર માટે સમય કાઢી લેશો. તમે તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- બોલતી સમયે શબ્દોનો યોગ્ય ઉપયોગ કરો. તમારા નકારાત્મક શબ્દ બાળકોમાં હીન ભાવના ઊભી કરી શકે છે. તેની નકારાત્મક અસર તેમના અભ્યાસ ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- તમને પહેલાં પણ જણાવ્યું હતું કે, વ્યવસાયિક ગતિવિધિઓમાં વર્તમાન સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. જલ્દી જ લાભના રસ્તા મળી જશે.

લવઃ- ઘર-પરિવારના કાર્યમાં વધારે દખલ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે થોડાં જૂના મિત્રોને મળવાથી તમારી જૂની યાદો તાજા થઇ જશે. જેનાથી મન પ્રસન્ન રહેશે. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આજે બહારની ગતિવિધિઓ તથા અજાણ્યા લોકોથી અંતર જાળવી રાખો. મોટાભાગનો સમય તમારા ઘરમાં જ પસાર કરો. કોઇ પ્રકારનો વાદ-વિવાદ થવાની આશંકા જણાઇ રહી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લો, કોઇની દખલ થવા દેશો નહીં.

લવઃ- ઘરના કોઇ મુદ્દાને લઇને પતિ-પત્નીમાં વિવાદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જે કામને કરવા માટે છેલ્લાં ઘણાં સમયથી વિચાર કરી રહ્યા હતાં, આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સમજી-વિચારીને અને વિવેકથી કાર્ય કરવાથી દરેક બાજી તમારા પક્ષમાં આવી જશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય ઇમોશનલ થઇને લેશો નહીં. બાળકોને કોઇ કામને કારણે ચિંતા રહી શકે છે. ધનને લગતું નુકસાન સંભવ છે. જો ઘરમાં સુધારને લગતી કોઇ યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યક્ષમતામાં વધારો થશે.

લવઃ- તમે કામમાં વ્યસ્ત હોવા છતાં ઘર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- જો કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે પરિસ્થિતિ અનુકૂળ છે. તેના ઉપર ગંભીરતાથી કામ કરો. ઘરમાં સ્વાસ્થ્યને લગતી ફેરફારની યોજના બની શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના કારણે મનમુટાવ થવાની આશંકા છે. તેની અસર ઘરના લોકો ઉપર પણ પડી શકે છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ અને દખલથી સમસ્યાઓ ઉકેલાઇ જશે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયિક કાર્યો સાથે કઇંક નવું કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ઘરમાં કોઇપણ ગેરસમજને એકબીજા સાથે બેસીને ઉકેલો.

સ્વાસ્થ્યઃ- પગ અને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે ઘર અને વ્યવસાયને લગતી બધી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરી લેશો. કોર્ટ કેસને લગતાં સરકારી મામલાઓમાં પણ વિજય પ્રાપ્ત થવાની સંભાવના છે, એટલે તમારું ધ્યાન તે કાર્ય ઉપર કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- અચાનક કોઇ નકારાત્મક વાત થઇ શકે છે જેના કારણે ધનહાનિ થશે. આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ જાળવી રાખો.

વ્યવસાયઃ- શેરબજાર તથા સટ્ટા જેવા કાર્યો સાથે સંબંધ રાખનાર વ્યક્તિએ સાવધાની રાખીને કામ કરવું.

લવઃ- વડીલો પ્રત્યે સેવાભાવ અને દેખરેખ તમારા પારિવારિક જીવનમાં સૌભાગ્ય લાવશે.

સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનો ઘાવ થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો