29 નવેમ્બરનું રાશિફળ:રવિવારે મીન રાશિના લોકોની ગ્રહ સ્થિતિ તેમના પક્ષમાં રહેશે, જાતકોને લાભના નવા માર્ગ મળી શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે ચૌદશ-પૂનમ તથા કૃત્તિકા નક્ષત્ર, મેષ-મિથુન માટે શુભ દિવસ શુભ, વૃષભ રાશિના જાતકો સતર્ક રહે
  • મેષ રાશિના જાતકોને માન-સન્માન મળશે, કર્ક રાશિના જાતકોને જનસંપર્કથી લાભ થશે

29 નવેમ્બર, 2020ના રોજ કારતક મહિનાની ચૌદશ તથા પૂનમ છે. બપોરે 12.10 વાગ્યા સુધી ચૌદશ અને પછી પૂનમ શરૂ થશે. આ તિથિમાં પંચાંગ ભેદ પણ છે. રવિવારે કૃત્તિકા નક્ષત્ર હોવાને કારણે ધ્વજ (કેતુ) નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શરૂ કરેલા તમામ કામોમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.

રવિવારે સવારે 10.15 વાગ્યા પછી ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. રવિવારે સૂર્યની વિશેષ પૂજા કરવી જોઈએ. તાંબાના કળશથી શિવલિંગ પર અભિષેક કરો અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.

29 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરના વડીલોની દેખરેખ અને તેમનું માન-સન્માન કરવું તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. રાજનૈતિક સંપર્ક તમારા માટે શુભ અવસર પ્રદાન કરશે. આજનો દિવસ વિશેષ રીતે મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. તેમની ક્ષમતા અને પ્રતિભા તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો, વિતેલી નકારાત્મક વાતો તમારા આજને પણ ખરાબ કરી શકે છે. એટલે તેમને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ધનની લેવડ-દેવડ અંગેના કાર્યોમાં થોડા વ્યક્તિગત સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં પેપરને લગતાં કાર્યોમાં પૂર્ણ પારદર્શિતા જાળવવી.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજા જેવી સમસ્યા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. કેમ કે, ભાવનાઓમાં વહીને તમે ભૂલ પણ કરી શકો છો. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને કોઇ ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને દખલ પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખો. તણાવના કારણે તમારા થોડાં કામ અધૂરાં રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- ઘરના કાર્યમાં તમારો સહયોગ વાતાવરણને સારો જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી તણાવ મુક્ત થશે.

નેગેટિવઃ- જો ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ રાખવું હોય તો કોઇ બહારના વ્યક્તિની દખલ ઘરમાં થવા દેશો નહી. બાળકો સાથે મિત્રો જેવો વ્યવહાર રાખો, તેમના ઉપર વધારે અંકુશ રાખવું જેમને જિદ્દી બનાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. પબ્લિક ડીલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે સાવધાની રાખવી.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે રાજનૈતિક સંબંધ તમને ફાયદો આપી શકે છે. જનસંપર્કની સીમા પણ વધશે. સમાજ તથા નજીકના સંબંધીઓની વચ્ચે વિશેષ સ્થાન રહેશે. તમારી સેવા ભાવનાથી ઘરના વડીલો પ્રસન્ન થશે.

નેગેટિવઃ- પરંતુ કોઇ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. કેમ કે, તમને કોઇ પ્રકારનો દગો મળી શકે છે. આ સમયે આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- આ સમયે ઘર અને વ્યવસાય બંનેમાં તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વિચારોમાં નકારાત્મકતા આવવાના કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદાની દિનચર્યાથી અલગ મોટાભાગનો સમય તમારા વ્યક્તિગત તથા રસના કાર્યોમાં પસાર કરશો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસને લગતું યોગ્ય પરિણામ મળવાથી સુકૂન મળશે.

નેગેટિવઃ- કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સમસ્યા ઊભી થવાથી તણાવનું વાતાવરણ રહેશે. તમારી સમજદારી અને સલાહ દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

વ્યવસાયઃ- મશીન અને મોરટ પાર્ટ્સને લગતાં વ્યવસાયમાં સારો ઓર્ડર મળી શકે છે.

લવઃ- ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ, ઉધરસ જેવી સમસ્યા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓને તમારી અનુકૂળ બનાવી દેશો. વિરોધીઓનો પરાજય થશે. જો કોર્ટ કેસને લગતાં સરકારી મામલા ચાલી રહ્યા છે તો તેમાં પોઝિટિવ આશા જાગશે.

નેગેટિવઃ- વધારે આશાને પૂર્ણ કરવાના ચક્કરમાં અનુચિત કાર્ય ન કરો, નહીંતર તમારી બદનામી થઇ શકે છે. કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધિત અપ્રિય ઘટના બનવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યાપારિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી કામ લેવું જરૂરી છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ વાતાવરણને વ્યવસ્થિત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખીને કામ કરવાથી અનેક પરેશાનીઓનો ઉકેલ આજે મળી જશે. સાથે જ સંબંધીઓ સાથે સંબંધિત કોઇ વિવાદ ઉકેલાઇ જવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો, કેમ કે થોડું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કારણ વિના કોઇ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. તમારા ગુસ્સા અને આક્રોશ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વારસાગત વ્યવસાયને લગતાં કાર્યોમાં આજે પોઝિટિવ પરિણામ સામે આવશે.

લવઃ- તમારા કાર્યક્ષેત્રના તણાવને ઘર ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરી રહ્યા છે. થોડાં વિશિષ્ટ લોકોના સંપર્કમાં આવવાથી તમારી વિચાર શૈલીમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે.

નેગેટિવઃ- કોઇ નજીકના વ્યક્તિ દ્વારા તમારી ખોટી આલોચના કરવાથી તમારું મન નિરાશ રહેશે. આ સમયે તમારી યોજનાઓને મિત્રો અને સંબંધીઓ સામે જાહેર કરશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી સમજદારીથી લીધેલાં નિર્ણય તમારા આર્થિક પક્ષને વધારે મજબૂત કરશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત તમને રોજિંદાના તણાવથી રાહત આપશે. કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં પણ થશે.

નેગેટિવઃ- મનોરંજન સાથે-સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતાં કોઇપણ કામમાં વિશેષ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વારસાગત બીમારી જેમ કે, બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ વગેરેને લગતાં વ્યક્તિઓએ પોતાનું ધ્યાન રાખવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બધા જ કાર્યોને વ્યવસ્થિત રીતે તથા સમન્વય જાળવીને કરવાથી તમને આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થશે. આર્થિક રોકાણને લગતાં મામલાઓમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે તમારા માટે લાભદાયક સ્થિતિ બની રહી છે.

નેગેટિવઃ- ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. જેના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. વધારે અનુશાસન જાળવી રાખવાની અપેક્ષા તમારા વ્યવહારમાં લચીલાપણું લાવવું વધારે ઉત્તમ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ સાથે કોઇ ડીલ કે લેવડ-દેડવ કરતી સમયે સાવધાન રહો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થઇ રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે બહારના ખાનપાનથી દૂર રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ વ્યવહાર જેમ કે, ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે વિશેષ શુભ રહેશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરમા કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો બની શકે છે. બહારના વ્યક્તિઓનો ઘરમાં દખલ થવા દેશો નહીં. ક્યારેક તમારો વધારે અનુશાસિત વ્યવહાર પરિવારના લોકોને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- આજે પબ્લિક ડીલિંગ, મીડિયા, માર્કેટિંગ વગેરેને લગતાં વ્યવસાય ફાયદાકારક રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. લાભના નવા માર્ગ મળી શકશે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું યોગ્ય સમધાન પ્રાપ્ત થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારી પરેશાનીનું કારણ બનશે. કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મનદુઃખ થઇ શકે છે. આ સમયે તમારા ગુસ્સા અને આવેગ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.